________________
પાટણ
તેમજ અધ્યાપકે માટે રહેવા-જમવાની તથા અધ્યયનની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવેલી હતી. એમાં તર્ક, લસણ (વ્યાકરણશાસ્ત્ર) અને સાહિત્યને તથા વિવિધ દર્શનશાસ્ત્રોને અભ્યાસ મુખ્યત્વે કરાવવામાં આવતો. અનેક ધર્મોના આચાર્યો પાટણ આવતા, તેમની વચ્ચે શાસ્ત્રાર્થે થતા અને ખુદ રાજા પણ એવા શાસ્ત્રાર્થોમાં રસ લેતો. સિદ્ધરાજની સભામાં શ્વેતાંબર આચાર્ય વાદી દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચન્દ્ર વચ્ચે થયેલો વાદ સૌથી પ્રસિદ્ધ છે. એમાં છેવટે કુમુદચન્દ્રને પરાજય થયો, અને કદાચ એ પરાજયને કારણે જ દિગંબરોનું પ્રભુત્વ ગૂજરાતમાં તદ્દન ઘટી ગયું. એક સમકાલીન લેખક યશશ્ચન્ટે લખેલા “મુકિતકુમુદચન્દ્રપ્રકરણ” નામે સંસ્કૃત નાટકમાં આ વાદનું વિસ્તારથી વર્ણન કરેલું છે. તેમાંથી સિદ્ધરાજની સભા, સભાસદો, તે કાળના જાણીતા વિદ્વાનો અને પાટણની સારસ્વતપરંપરા વિષે ઘણી જાણવા જેવી માહિતી મળે છે. તે કાળના પાટણનું આચાર્ય હેમચ યથાર્થ વર્ણન કરેલું છે કે –
अस्ति स्वस्तिकवद् भूमेर्धमागारं नयास्पदम् ।
पुरं श्रिया सदाश्लिष्यं नाम्नाणहिलपाटकम् ॥ (ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ અલિંગિત એવું અણહિલવાડ નામનું નગર છે.)
સિદ્ધરાજના ઉત્તરાધિકારી કુમારપાલના સમયમાં ગૂર્જર ભૂમિની અને પાટણની ઉન્નતિ પરાકાષ્ટાએ પહોંચી. પિતાના કુલઝમાગત શૈવધર્મને ત્યાગ નહીં કરવા છતાં કુમારપાલે હેમચન્દ્ર પાસેથી જૈનધર્મનું શ્રવણ કરી શ્રાવકનાં વ્રતોને સ્વીકાર કર્યો, અને પોતાના રાજ્યમાં અમારિ ઘોઘણા પ્રવર્તાવી. આ પૂર્વે પણ ઠેઠ વનરાજના સમયથી જ જૈનધર્મની અસર તો પાટણમાં પુષ્કળ હતી. વનરાજના આશ્રયદાતા શીલગુણસૂરિ એક ચૈત્યવાસી જૈન સાધુ હતા. પાટણના રાજ્યતંત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org