________________
પાટણ
વર્ષના ગાળામાં પાટણને જે સર્વાગીણ વિકાસ થયો હતો તે અમદાવાદ હજી હવે સાધવાનો છે. રાજકીય દૃષ્ટિએ એ કાળે ગૂજરાતનું સામ્રાજ્ય દક્ષિણે કાંકણુથી ઉત્તરે દિલ્હી સુધી, અને પૂર્વે સંભવતઃ ગૌડથી પશ્ચિમે સિંધ સુધી વિસ્તરેલું હતું. આર્થિક અને વ્યાપારી દષ્ટિએ ગુજરાતનું પાટનગર પાટણ તત્કાલીન ભારતવર્ષનું સમૃદ્ધતમ નગર હતું અને સૌથી વિશેષ તો, સાંસ્કૃતિક દૃષ્ટિએ પાટણ એ પશ્ચિમ ભારતનું સાચું વિદ્યાપીઠ હતું. પાટણના પતન પછી ગૂજરાતમાં એવા સુવિશાળ વિદ્યાકેન્દ્રનું સ્થાન હજી પણ અણપૂરાયેલું રહ્યું છે.
એક કાળે સરસ્વતી નદીના તીરે લાખારામ નામે ગામડું આવેલું હતું. પંચાસરના એક ચાવડા ઠાકરના પુત્ર વનરાજે એ સ્થળે સં. ૮૦૨ માં એક ગામ વસાવીને પિતાના એક સહાયક અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ એવું નામ તેને આપ્યું અને ત્યાં પોતાની ઠકરાત સ્થાપી. બીજા પ્રદેશોમાં લૂંટારા અને ચાંચિયા તરીકે ઓળખાતા ચાવડા રાજાઓની નાનકડી ઠકરાતમાંથી ગુજરાતના સામ્રાજ્યના અને એ ઠકરાતના પ્રધાન ગ્રામમાંથી પાટણ જેવા ઈતિહાસવિખ્યાત નગરનો વિકાસ કેવી રીતે થયો એન વૃત્તાન્ત જેટલો રસિક તેટલો જ ઉબોધક છે.
ઈતિહાસમાં ચાવડાઓનું મહત્ત્વ તત્કાલીન ગુજરાતની અન્ય નાનકડી ઠકરાતોથી વિશેષ નહીં હોય એ નિશ્ચિત છે, કારણ કે પ્રબળે વગેરેમાં ચાવડાઓ વિષે જે થોડીક વિગતો મળે છે તે પણ સંદિગ્ધ અને કેટલીક વાર તો પૂર્વાપરવિરોધી છે. ચાવડા વંશના રાજાઓનાં નામ, તેમને રાજ્યકાળ અને તેમને અનુક્રમ એ વિષે પણ કશી ચક્કસાઈ નથી. કદાચ આજ કારણથી આચાર્ય હેમચન્ટે પોતાના
વ્યાશ્રય” કાવ્યનો આરંભ છેલ્લા ચાવડા રાજા સામન્તસિંહના ભાણેજ તથા ચૌલુક્ય વંશના પહેલા રાજા મૂળરાજના વૃત્તાન્તથી કર્યો છે. પાટણને સાચે ઇતિહાસ ત્યારથી જ શરૂ થાય છે, તેમજ ગૂજરાતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org