Book Title: Itihas ni Kedi
Author(s): Bhogilal J Sandesara
Publisher: Padmaja Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ઇતિહાસની કેડી વર્ષો થયાં ધર્મ અને સસ્કારિતાને પ્રચાર સમસ્ત આર્યાંવમાં કરી રહેલી છે. ગૂજરાતના ઇતિહાસના આ દૃષ્ટિએ વિચાર કરતાં ગુજરાતનાં કેટલાંક પ્રધાન નગરેાના ઇતિહાસ જ કાલાનુક્રમે નજર સમક્ષ આવે છે. પૌરાણિક કાળમાં શ્રીકૃષ્ણની દ્વારિકા, અને પછી ગિરિનગર, વલભીપુર, શ્રીમાલ, પાટણ તથા છેલ્લે અમદાવાદ–એટલાં નગરેના ઇતિહાસમાં ગુજરાતના રાજકીય તેમજ સાંસ્કૃતિક ઇતિહાસ પણ મુખ્યત્વે સમાઇ જાય છે. રાજકીય તેમજ સાંસ્કારિક બળાએ પરસ્પર નીપજાવેલા આધાતપ્રત્યાધાતા તથા જનસમાજ ઉપર તેમની અસરે પણ આ નગરાના ઇતિહાસમાંથી વંચાય છે. તેમાં યે શ્રીમાલ, પાટણ અને અમદાવાદની તેા એક સતત પરપરા છે. શ્રીમાલ ભાંગતાં પાટણ વસ્તુ, અને પાટણ ભાંગીને અમદાવાદ વસ્યું. શ્રીમાલની વસતિ પાટણમાં અને પાટણની અમદાવાદમાં આવી. પાટણ જેને અમદાવાદ વસ્યું ''. એ ઉકિત તે! કહેવતરૂપ બનેલી છે, પાટણ અને અમદાવાદનાં કેટલાંયે કુલીન કુટુમ્બાના મૂળ પુરુષ શ્રીમાલના હોવાનું જણાય છે. ગુજરાતના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ બનેલા શ્રીમાળીએ અને પારવાડા શ્રીમાલથી આવેલા છે. પાટણ તથા અમદાવાદ એ એ નગરાએ સાંસ્કૃતિક ઉપરાંત રાજકીય અને આર્થિક દૃષ્ટિએ પણ ગુજરાતના ઇતિહાસમાં પરમ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરેલું છે, એ શ્રીમાલથી તેમની વિશેષતા. ગૂજરાતની ભાવનાઓ, આચારવિચારે અને સંસ્કારિતા—ટૂંકામાં તેના સમગ્ર જીવન અને સ્વભાવના ઘડતરમાં પાટણ અને અમદાવાદ એ એ નગરેાએ સૌથી મેાટા ફાળા આપ્યા છે; અને અમદાવાદના ભાગ્યમાં તેા ભાવી ગૂજરાતના સંસ્કારઘડતરનું પ્રશસ્ય કાર્ય પણ નિર્માયેલું છે. પણ સ. ૯૯૭ માં મૂળરાજ સોલંકીના રાજ્યારેાહણકાળથી માંડી સ. ૧૨૨૯ માં કુમારપાલના અવસાન સુધીના લગભગ સવાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 300