________________
હું
રતીય જૈન સમુદાયને વિશેષ લાભદાયક થાય, અને આવા ધર્મ જ્ઞાનના સંગ્રહથી સમૃદ્ધિ માન એવું શ્રી જૈન શાસન સર્વદા વિજયી થાય—તેવા વિચારને અનુમાદના કરનારૂં એક સુંદર સુભાષિત ગ્રંથકાર પાતાની પ્રશસ્તિને છેડે લખે છે:—
स्रग्धरा.
धात्री संपद्विधात्री भुजगपति धृता सार्णवा यावदास्ते । प्रौचैः सौवर्ण शृंगोल्लिखित सुरपथो मंदराद्रि व यावत् ॥ विश्व विद्योतयंतौ तमनु शशिरवी भ्राम्यतश्चह यावत् । ग्रंथो व्याख्यायमानो विबुधजनवरैर्नदता देष तावत् ॥ १ ॥
22
“ સંપત્તિને આપનારી અને શેષનાગે મસ્તકપૂર ધરેલી આ પૃથ્વી સમુદ્ર સહિત જ્યાં સુધી રહે, સુવર્ણનાં ઉંચાં શિખરથી આકાશ માર્ગને સ્પર્શ કરતા, મંદગિરિ જ્યાં સુધી રહે, અને તે ગિરિને અનુસરી, વિશ્વના ઉદ્દાત કરનારા ચંદ્ર સૂર્ય જ્યાં સુધી આ લોકમાં ભમ્યા કરે, ત્યાં સુધી ઉત્તમ પડિતાએ વ્યાખ્યાન કરેલા આ ગ્રંથ રહો. ૧ આ ગ્રંથના મૂળમાં તથા ભાષાંતરમાં માનવ પ્રકૃતિને સુલભ એવા પ્રમાદથી કે દૃષ્ટિ દોષથી જે કાંઇ જિનના વિરૂદ્ધં લખાયું હાય, અથવા મુદ્રણ કાર્યમાં કાંઇ વર્ણ, માત્રા કે હસ્વ દીર્ધની સ્ખલના થઇ હાય તા, મિથ્યા દુષ્કૃત હ.
કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના મુકુટ મણિ રાવ સાહેબ શેઠ વસનજી ત્રીકમજી જે. પી. જે એક ઉદાર, ધાર્મિક અને ધર્માભિમાની ગૃહસ્થ છે. જૈન શાસનના ઉદ્દાત પ્રતિ જેમના ઉત્સાહ અપ્રતિમ છે, સાધર્મી બની આધ્યાત્મિક ઉન્નતિ માટે જે અર્નિંશ તન, મન, ધનથી, ઉદારતાથી સહાય આપે છે, તેમણે પોતાની પનીના નામની ગ્રંથમાળા તરીકે આ ગ્રંથ છપાવવાના ખરચના રૂા. પ૦o પાંચસે શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગને આપ્યા છે.
જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગને ઉદ્ભદેશ જૈન કામમાં ધર્મ જ્ઞાન પસરાવવાના છે, અને તે હેતુ પાર પાડવાને તે વર્ગ તરફ્થી પ્રસ્તુત ગ્રંથના જેવાં ઉપયાગી પુસ્તકા શ્રીમતેાની સહાયથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. રા. સા. શેઠ વસનજી ત્રીકમજી જે. પી,એ ઉક્ત પ્રકારની મદદ આપીને વર્ગના કાર્યને સહાય આપી છે. તે શ્રીમતવર શેઠના દાખલ અન્ય જૈન ધનિક પુરૂષોએ લેવાની જરૂર છે. કારણ કે, દ્રવ્યની સાર્થકતા તેના સવ્યયમાંજ સમાયેલી છે.
પ્રસિદ્ધ કત્તા.