________________
********************************************************
ધર્મપરીક્ષા
નવી પ્રસ્તાવના
આજથી બરાબર દસ વર્ષ પૂર્વે આ ટીકા લખેલી, જૂની પ્રસ્તાવનાની તિથિ જોતા એ ખ્યાલ આવ્યો. છપાવવાનું છેક હવે કામ પૂર્ણ થાય છે.
મહોપાધ્યાયજીનો ગ્રન્થ એટલે એને ન્યાય આપવો અત્યંત અઘરો... એમાં પાછી નવી સંસ્કૃત ટીકા લખવી, એટલે વધુ અઘરું કામ...
આમાં કાળજી તો ઘણી કરી છે...
છતાં પ્રિન્ટીંગની ભૂલો ય રહેવાની,
ક્યાંક પદાર્થની ભૂલો ય રહેવાની...
તમે સૌ એની ક્ષમા આપશો, અને મારી મહેનત માટે, મારી ભાવના માટે મારી અનુમોદના કરીને, ઉપબૃહણા-આચાર પાળવા દ્વારા તમારું સમ્યક્ત્વ નિર્મળ બનાવજો.
બસ વધારે કશું જ કહેવાનું નથી.
યુગપ્રધાનઆચાર્યસમ પૂ.પં.ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના વિનેય
મુ. ગુણહંસ વિજય આસો સુદ બીજ-૨૦૭૧, બારડોલી સ્ટેશન સરદારબાગ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ નિશ્રા : શ્રી કુંથુનાથ ભગવાન.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત * ૧૦
**************