________________
સખમાં સખ માનતો થાય એવી દયા આવે છે ? જ્ઞાનીઓ કહે છે કે જ્યાં સુધી પોતાની એવી દયા ન આવે ત્યાં સુધી બીજા જીવોની એવી દયા પેદા થાય ક્યાંથી ? સ્વદયા વગર પર દયા કરવી એ આત્મ કલ્યાણ માટે થતી નથી એટલે સાચા સુખ તરફ લઇ જનારી-સાચા સુખની અનુભૂતિ કરાવવામાં સહાયભૂત થતી નથી માટે સૌથી પહેલા પોતાના આત્માની દયા છે ? પોતાના આત્માની દયા એટલે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતી પુણ્ય રાશિથી મનુષ્ય જન્મ પામ્યા છીએ એનાથી નીચી ગતિમાં ન જવાય એનું લક્ષ્ય રાખીને જીવન જીવવું તે સ્વદયાનો પરિણામ કહેવાય છે. વર્તમાનમાં જીવન જીવતાં અહીંથી કમસેકમ મરણ પામ્યા પછી આવો મનુષ્ય જન્મ મલે અથવા આનાથી સારી સંગતિ મળે એવું લક્ષ્ય અને વિશ્વાસ ખરો ને ? આવી વિચારણામાં જે જીવો જીવતા હોયતે જીવો બીજા જીવોની દયા કરવાના અધિકારી કહ્યા છે અને એ જીવોને જ મિથ્યાત્વની મંદતા થતાં સાચા સુખની આંશિક અનુભૂતિ થઇ શકે છે તોજ એ જીવો બીજા ભૌતિક સુખવાળા જીવોની દયા કરતાં કરતાં એ સાચા સુખની અનુભૂતિને ક્યારે પ્રાપ્ત કરે એ ભાવનાવાળા બને છે. આ કરૂણા ભાવનાનું ત્રીજુ લક્ષણ અથવા ત્રીજો ભેદ કહેવાય છે. (૪) સ્વાભાવિક અન્યહિત યુતા કરૂણા
કુદરતી રીતે અન્ય ઉપર કરૂણા એટલે દયા આવે જેમ ભગવાનને સવી જીવ કરૂં શાસન રસી એવો ભાવ આવે છે તે.
અરિહંત પરમાત્માઓના આત્માઓ સંસારમાં પહેલા ગુણસ્થાનકે રહેલા હોય છે તો પણ તેઓના અંતરમાં પરાર્થવ્યસનીપણાનો ગુણ સદા માટે રહેલો હોય છે જ્યારે મનુષ્યપણાને પામે છે ત્યારે તે મનુષ્યપણામાં કોઇપણ દીન-અનાથ-દુઃખી માણસને જૂએ ત્યારે તેનું દુઃખ દૂર કરવાની શક્તિ હોય તો પોતે જ તેનું દુ:ખ દૂર કરે છે જ્યારે પ્રયત્ન કરવા છતાં કોઇનું દુઃખ દૂર ન થાય તો પોતાને ભૌતિક સુખની સામગ્રીમાં સુખી માનતા નથી ઉપરથી વિચાર કરે છે કે મળેલી સામગો બીજાના દુઃખ દૂર કરવાના ઉપયોગમાં ન આવે તો પછી હું સુખી શાનો ! એ દુ:ખી રહે ત્યાં સુધી હું સુખી કઇ રીતે કહેવાઉં ? આ વિચારણાના પ્રતાપે-આ માન્યતાના પ્રતાપે એ આત્માઓને સામાન્ય રીતે ત્રણ ગુણોની પ્રાપ્તિ થયેલી હોય છે. (૧) બીજાના દુ:ખે હૈયું દુ:ખી રહેવું (૨) બીજાના સુખે હૈયું સુખી રહેવું અને (૩) કોઇ જીવ પોતાને દુ:ખ આપે તો દુ:ખ વેઠીને પણ સામા જીવને સુખ થતું હોય તો સુખી કરવાની ભાવના. આ ત્રણ ગુણના પ્રતાપે એઓ સમકીતની જ્યારે પ્રાપ્તિ કરે ત્યારે આંશિક સાચા સુખની જે અનુભૂતિ થાય છે તે વિશિષ્ટ કોટિની હોય છે અને તે અનુભૂતિનો આનંદ પણ એ આત્માઓના અંતરમાં વિશેષ રીતે પેદા થાય છે. એના કારણે એમના અંતરમાં એ ભાવના અને એ વિચાર ચાલ્યા જ કરતો હોય છે કે ક્યારે મારી શક્તિ આવે કે જગતના સઘળાય જીવોના અંતરમાં જે ભૌતિક સુખનો રસ રહેલો છે તેનો નીચોવીને નાશ કરી આ સાચા સુખનો રસ પદા કરી દઉં અર્થાત સાચા સુખના રસીયા બનાવી દઉં. આ વિચારણા અને ભાવનાને સવી જીવ કરું શાસન રસીની ભાવના કહેવાય છે. જે પોતાને સુખની અનુભૂતિ થઇ એ સૌને ક્યારે પ્રાપ્ત કરાવું એ વિચારણા-ભાવના એ આત્માઓમાં થાય જ. દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરતાં કરતાં આપણને કાંઇ સુખની અનુભૂતિ થાય છે ? એ પહેલા વિચારવાનું અને પછી એની સાથે એ ભાવ લાવવાનો કે જે સુખની અનુભૂતિ મને થાય છે એ જગતના સર્વ જીવોને હું ક્યારે અનુભવ કરાવું એવી ભાવના થાય.
Page 26 of 197