________________
સં. સમ્યગ્દષ્ટિ જીવોનો શ્રતધર્મ તથા ચારિત્રધર્મનો રાગ એટલો બધો પ્રબળ હોય અને સંસારનો રાગ પાંગળો હોય, તો એ પાંગળા રાગને કાઢી નાખતાં સમ્યદ્રષ્ટિ આત્માઓને વાર લાગે જ નહિ ને ?
એમ પણ એકાન્ત કહી શકાય નહિ. જેવું કર્મ. આત્માને વિરતિ નહિ પામવા દેનાર ચારિત્રમોહનીય કર્મ છે. ચારિત્રધર્મના રાગથી ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમને સાધી શકાય છે. સમ્યગ્દર્શનને પામેલો આત્મા ચારિત્રમોહનીય કર્મની સ્થિતિને ઘટાડતો જ જાય છે, પણ કેટલીક વાર એવું બને છે કે-સમ્યદ્રષ્ટિ આત્માની ચારિત્રમોહનીય-કર્મની સ્થિતિ, દેશવિરતિને પામવામાં પણ અંતરાય કરી શકે નહિ એટલીય ઘટી ન હોય, ત્યાં તો પાછી સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જેટલી સ્થિતિ ઘટી હોય તેટલી સ્થિતિને જીવ બાંધી લે છે. અહીં આપણે તેવા પ્રકારની ભવિતવ્યતાને જ પ્રધાન કારણ રૂપે માનવી પડે. ધર્મોપગ્રહદાનને મુખ્યતા:
અવિરત સમ્યગ્દષ્ટિઓ પાપક્રિયાઓના ત્યાગવાળા હોતા નથી, પણ પાપક્રિયાઓ તજવા યોગ્ય જ છે અને મારે આ પાપક્રિયાઓના ત્યાગી બનવું જ જોઇએ, એવો ભાવ તો એ આત્માઓમાં હોય જ છે. આ સાથે તેઓ મૃતધર્મના તથા ચારિત્રધર્મના પણ પ્રબલ રાગવાળા હોય છે, એટલે આવા આત્માઓ ભાવથી શુદ્ધ ચિત્તના સ્વામી હોય છે,એમ માનવામાં અને કહેવામાં કશી જ હરકત આવતી નથી. આવા આત્માઓ ગુરૂઓની વિશ્રામણા અને દેવોની પૂજા આદિના નિયમવાળા હોય, એ સ્વાભાવિક જ છે. આવા આત્માઓને સદગુરૂઓની સેવા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા મારે અવશ્ય કરવી જોઇએ, એમ થયા વિના રહે જ નહિ. આ વાત આ વિંશિકાની પહેલી ગાથામાં “ધર્મોપગ્રહદાનાદિથી યુક્ત” એવા વિશેષણ દ્વારા જણાવવામાં આવી છે દાન અને પૂજાના સંબંધમાં આપણે સાતમી અને આઠમી વિંશિકામાં વિચારી આવ્યા છીએ. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પોતાની શક્તિના પ્રમાણમાં પણ પોતે સગુરૂઓના મુખે શ્રવણ કરેલ ધર્મને અને ધર્મના તત્વજ્ઞાનને પણ પોતાના કુટુંબ આદિને સંભળાવવા દ્વારા જ્ઞાનદાનનો લાભ મેળવી શકે છે. એ પુણ્યાત્મા, મહાપુરૂષોને પણ જ્ઞાનની સામગ્રી આપીને તેમજ બીજા આત્માઓને પણ હેયોપાદેયના વિવેકને જન્માવનારા જ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક બનોને જ્ઞાનદાનનો લાભ મેળવી શકે છે. એ પુણ્યાત્મા પોતાની શક્તિના પ્રમાણમાં અભયદાનનો દાતા પણ અવશ્ય હોય છે. આમ છતાં પણ અહીં ધર્મોપગ્રહદાનને મુખ્યતા આપવામાં આવી છે, એ સૂચવે છે કે-ધર્મોપગ્રહદાન એ શ્રાવકોને માટે ઘણી જ મહત્ત્વની વસ્તુ છે. ધર્મોપગ્રહદાન દેવાને માટે દાતારે પાવાપાત્ર આદિની વિચારણા અવશ્ય કરવાની હોય છે. મધ્યાહની પૂજામાં લીનતાનો શ્રી પેથડશા મંશ્રીશ્વરનો એક પ્રસંગ :
આપણે ત્યાં પેથડશા નામના મંત્રી થઇ ગયા છે. માલવ દેશના એ મોટા મંત્રી હતા. માલવા દેશનો રાજા મંત્રીશ્વર પેથડશાને બહ માનતો હતો. પણ મંત્રી પેથડશા માનતા હતા કે આ બધું પૂણ્યાધીન છે. એટલે, એમને હૈયે હુંફ ધર્મની હતી, પણ મંત્રિપણા વગેરેની નહિ હતી. આથી જ,
Page 115 of 197