Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 187
________________ સારી રીતે નિરીક્ષણ કર. આ સુંદર સોપાનની આસપાસ વિકાશ પામેલા પાંચ પુષ્પો રહેલા છે. તે પુષ્પોની ચારે તરફ વર્તુલાકારે ત્રણ પંક્તિઓ પ્રકાશની દેખાય છે, અને તેની ઉપર સત્યોતેર ચાંદલાઓની સુંદર વેલ આવેલી છે, જે આ પવિત્ર પગથીઆને સુંદરતાથી શોભાવે છે. તેની બાહે૨મલિનતાથી ભરેલા અને શ્યામ વર્ણથી નિસ્તેજ લાગતા ત્રણ ઢગલાઓ દૂર રહેલાછે. વત્સ, સૂક્ષ્મતાથી આ સોપાનનું નિરીક્ષણ કર; કે જેથી તે દેખાવ ઉપરથી કેટલીએક સૂચનાઓ તારા સમજવામાં આવતાં તને ઘણોજ આનંદ થશે.” આનંદ મુનિના આ વચન સાંભળી મુમુક્ષુ આનંદમાં મગ્ન થઇ ગયો, અને તે એકી નજરે તે સુંદર સોપાનને નિરખવા લાગ્યો. સોપાનનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરી મુમુક્ષુ સસ્મિતવદને બોલ્યો- “ભગવન્, આપના કહેવા પ્રમાણે આ સોપાનનું સૌંદર્ય ઘણી સૂચનાઓથી ભરપુર હશે. હવે કૃપા કરી મને તે વિષેની સમજુતી આપો.” આનંદસૂરિ પ્રૌઢ સ્વરથી બોલ્યા- “ભદ્ર, આ ચોથું પગથીયું, એ અવિરતિ સમ્યગ્દષ્ટ નામે ચોથું ગુણસ્થાન છે. આ ગુણસ્થાન ઉપર આરોહણ કરનાર જીવને માત્ર સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ હોય છે. એટલે જે જીવ અવિરત સમ્યગ્દષ્ટ હોય તે આ ચોથા પગથીઆ ઉપર આવી શકે છે. આ પગથીઆ પરની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમથી કાંઇક અધિક છે. તે સ્થિતિ સર્વાર્થસિધ્ધિ વગેરે વિમાનોની સ્થિતિ તથા મનુષ્યના આયુષ્યની અધિકની અપેક્ષા છે. જ્યારે જીવને અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર બાકી રહે ત્યારે આ અવિરતિ સમ્યક્ત્વરૂપ ચોથું પગથીયું પ્રાપ્ત થાય છે. જે આ સોપાનની આસપાસ વિકાશ પામેલા પાંચ પુષ્પો રહેલા છે,તે ઉપરથી એવી સૂચના થાય છે કે, જે જીવમાં ઉંચા પાંચ લક્ષણો હોય, તે ભવ્ય જીવ સમ્યગ્દર્શનથી અલંકૃત હોય છે. અને તેથી તે આ સુંદર સોપાન ઉપર ચડવાને લાયક ગણાય છે.’’ મુમુક્ષુએ વિનયથી પ્રશ્ન કર્યો- “ભગવન્ સમ્યગ્દષ્ટ જીવના પાચ લક્ષણો કયા ? તે કૃપા કરી સમજાવો” “આનંદ મુનિ આનંદિત થઇને બોલ્યા- “હે ભદ્ર, (૧) અનુકંપા, (૨) પ્રશમ, (૩) સંવેગ, (૪) નિર્વેદ અને (૫) આસ્તિક્ય –એ પાંચ લક્ષણો સભ્યદ્રષ્ટિ જીવોને હોય છે. (૧) દુઃખી જીવના દુઃખ દૂર કરવાની જે ચિંતા તે અનુકંપા કહેવાય છે. (૨) કોઇ કારણથી ક્રોધ ઉત્પન્ન થઇ જાય, પણ વૈરભાવ ન રાખે તે પ્રશમ કહેવાય છે. (૩) મોક્ષરૂપી મહેલમાં ચડવાને માટે સોપાન સમાન અને સમ્યગ્ જ્ઞાનાદિ સાધનોમાં ઉત્સાહ આપના૨ જે મોક્ષનો અભિલાષ તે સંવેગ કહેવાય છે. (૪) આ સંસાર રૂપી કારાગૃહમાંથી નીકળવા માટે વૈરાગ્ય ધારણ કરવો, એટલે સંસાર ઉપર કંટાળો ઉપજવો તે નિર્વેદ કહેવાય છે. (૫) શ્રી સર્વજ્ઞ પ્રણીત સમગ્ર ભાવો તરફ યથાર્થ પણાની બુદ્ધિ, એ આસ્તિક્ય કહેવાય છે.’’ આ પાંચ લક્ષણો જેનામાં હોય છે, તે ભવ્ય જીવ સમ્યગ્ દર્શનથી અલંકૃત ગણાય છે. - મુમુક્ષુ ખુશી થઇને બોલ્યો – “ભગવન્ આપે કહેલા લક્ષણો સાંભળી મને ઘણો આનંદ થાય છે. મારૂં હૃદય એવાલક્ષણોને માટે ઉત્તમ પ્રકારની ભાવના ભાવ્યા કરે છે. અને હું મારા આત્માને કહું છું કે, “હે આત્મ, સદા સમ્યષ્ટિ રહેજે અને તેના પાંચ લક્ષણો ધારણ કરવાને સદા ઉત્સાહિત રહ્યા કરજે. એથી તારો અંતરંગ ઉધ્ધાર થશે અને તું ઉચ્ચ શ્રેણી ઉપર આરૂઢ થઇ પરમ પદનો અધિકારી થઇ શકીશ.’ હે મહાત્મ, તમે જે સમ્યગ્દષ્ટના લક્ષણો કહ્યાં, તે ઉપરથી મારા હૃદયમાં એક શંકા ઉત્પન્ન થઇ છે તે આપ મહાનુભાવ તેને દૂર કરશો.’’ Page 187 of 197

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197