Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
પ્રમાણે એ વિષય ગ્રાહ્ય થયો છે, તથાપિ કોઈ દ્રષ્ટાંત આપી અને તે વિષે વિશેષ સમજાવો; તો મહાન્ ઉપકાર થશે.”
સૂરિવર દંતકિરણોથો આસપાસના પ્રદેશને પ્રકાશ કરતાં બોલ્યા “ભદ્ર, એ ત્રણ કરણનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવવા માટે ભાષ્યકારે એક ઉપનય ઘટાવ્યો છે, તે ધ્યાન પૂર્વક સાંભળ
કોઇ ત્રણ મુસાફરો કોઇ નગરમાં જવાને નીકલ્યા. લાંબે રસ્તામાં જતાં એક ભયંકર જંગલ આવ્યું. આ સમયે સૂર્યાસ્ત થઇ ગયો. ઘન અંધકારથી દશે દિશાઓ વ્યાપ્ત થઇ ગઇ. આથી તે ત્રણે મુસાફરો ભયભીત થઇ ગયા. આ વખતે કોઇ બે ચોરો તેમની સામે આવ્યા. ચોરોને જોતાંજ ત્રણે પથિકોના હૃદય ગભરાઇ ગયા. અને ‘શું કરવું તેને માટે વિચારમાં પડ્યા. આ સમયે તે ત્રણ મુસાફરોમાંથી એક મુસાફર અત્યંત ભય પામી પાછો નાશી ગયો. બીજા મુસાફરને તે બંને ચોરોએ પકડી લીધો. અને ત્રીજો મુસાફર તે બંને ચોરો લડવા આવતાં તેમને મારી કુટી પોતાને ઇચ્છિત સ્થાને પહોંચી ગયો. આ દ્રષ્ટાંત ઉપર એવો ઉપનય ઘટે છે કે, જે ભયંકર જંગલ તે મનુષ્ય ભવ સમજવો, કર્મોની સ્થિતિ તે લાંબો રસ્તો જાણવો. જંગલન જે ભયંકર કહ્યું, તે ગ્રંથિ સમજવી. રાગ અને દ્વેષ એ બંને ચોર સમજવા. મુસાફરોને જવાનું જે નગર તે મોક્ષ સ્થાન સમજવું. જે પુરૂષ ચોરથી ભયપામી પાછો ભાગી ગયો તેની સંસારમાં પરિભ્રમણ કરવાની સ્થિતિ અધિક છે, એમ જાણવાનું છે. જે પુરૂષને ચોરોએ પકડી લીધો. તે આ સંસારમાં રાગ દ્વેષથી દુઃખી થઇ પરિભ્રમણ કરનારો જીવ સમજવો, અને જે મુસાફર ચોરોને મારી કુટી નગર પહોંચી ગયો. તે મોક્ષ નગરમાં જનાર સભ્યદ્રષ્ટિ જીવ જાણવો. આ ઉપનય વડે ત્રણ કરણનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જાણી શકાય છે. તે ઉપર એક બીજું કીડીઓનું દ્રષ્ટાંત છે, જેમ દરમાંથી નીકળી કીડીઓનો સમૂહ એક ખુંટા તરફ જાય છે. તેઓમાં કેટલીએક કીડીઓ ખુંટાની આસપાસ ફર્યા કરે છે, કેટલીએક ખુંટા ઉપર ચઢે છે, અને કેટલીએક ખુંટા ઉપર પહોંચતાં પાંખો આવવાથી ઉડીને ચાલી જાય છે, કીડીઓની સ્થિતિના જે ત્રણ પ્રકાર તે ત્રણ કરણ ઉપર ઘટાવવાથી તેમના સ્વરૂપનું યથાર્થ સ્પષ્ટીકરણ થાય છે.
ભદ્ર, અહિં તારે દીર્ધ વિચાર કરવાનો છે. જીવો યથાપ્રવૃત્તિ કરણ કરીને ગ્રંથિદેશને પ્રાપ્ત થાય છે. અને અપૂર્વકરણ કરી ગ્રંથિનો ભેદ કરે છે, જયારે તે ગ્રંથિનો ભેદ કરે તે પછી કોઇક જીવ ત્યારે પોતાના મિથ્યાત્વના પુદ્ગલોની રાશિને વહેંચીને મિથ્યાત્વમોહ, મિશ્રમોહ અને સમ્યકત્વમોહ રૂપ ત્રણ પુંજ કરે છે. અને જયારે તેઓ અનિવૃત્તિકરણ કરી શુદ્ધ થઈ ઉદય આવેલા મિથ્યાત્વનો ક્ષય કરે, અને નહિ ઉદય આવેલા મિથ્યાત્વને ઉપશમાવે ત્યારે તેઓને ક્ષાયોપથમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. જ્યારે તેમને ક્ષાયોપથમિક સમ્યગ દર્શન ઉત્પન્ન થયું ત્યારે તમને મનુષ્ય અને દેવતાની ગતિ પ્રાપ્તિ થાય છે.
અપૂર્વકરણ કરીને જેમણે ત્રણ પુંજ કરેલા છે, એવા જીવો જો આચોથા ગુણસ્થાનથીજ ક્ષપકપણાનો આરંભ કરે તો અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મોહ, મિશ્રમોહ અને સમ્યકત્વ મોહ રૂપ ત્રણ પુંજ એ સાતેનો ક્ષય કરતાં તેમને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
આનંદસૂરિના મુખથી આ વિવેચન સાંભળી મુમુક્ષુ આનંદસાગરમાં મગ્ન થઈ ગયો. શરીર રોમાંચિત થઈ ગયું અને મુખ ઉપર પ્રસન્નતાની રેખાઓ દ્રશ્યમાન થઇ ગઇ. તે અંજલિ જોડી બોલ્યો “મહાનુભાવ, આપની વાણી રૂપ દીપિકાએ મારા હૃદયનું અંધકાર નષ્ટ કર્યું છે. અને શંકાઓના જાળને વીખેરી નાખ્યું છે. ગ્રંથિભેદ અને કરણનું શુદ્ધ સ્વરૂપ સારી રીતે મારાથી ગ્રાહ્ય થયું છે. હવે માત્ર એક વાત જાણવાની ઇચ્છા છે. જે
Page 191 of 197

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197