Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 196
________________ અનુયાયીઓની જાહોજલાલી જોઇ તેમની તરફ ફીદા થઇ જવું એ આકાક્ષા અતિચાર લાગે છે. જ્યાં સુધી એવી આકાંક્ષા રહે ત્યાં સુધી સમ્યકત્વની પૂર્ણ શુધ્ધિ ગણાતી નથી. તેથી એ અતિચારનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. ત્રીજો વિતિગિચ્છા નામે અતિચાર છે. કોઇ પૂર્વના નઠારા કર્મને લઇને જયારે દુઃખ આવી પડે ત્યારે હૃદયમાં ધર્મના ફળને માટે શંકા ઉત્પન્ન થવી એ વિતિગિચ્છા અતિચાર કહેવાય છે. જેનામાં એ અતિચાર પ્રગટ થાય છે તેનામાં એટલી સમ્યકત્વની ન્યૂનતા છે એમ સમજવું. શુધ્ધ સમ્યકત્વધારીએ ધર્મ અને તેના ફળને માટે કોઇ જાતની શંકા રાખવી ન જોઇએ.” ચોથો મિથ્યાદ્રષ્ટિની પ્રશંસા કરવા રૂપ અતિચાર છે. જેમણે ધર્મનું યથાર્થ સ્વરૂપ જોયું નથી, તેઓ મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. તેવા મિથ્યાદ્રષ્ટિના કાર્યોની પ્રશંસા કરવી અનેતેમને ઉત્તેજન આપવું એ મિથ્યાદ્રષ્ટિ પ્રશંસામાં આવે છે. તે પછી પાંચમો મિથ્યાદ્રષ્ટિનો પરિચય કરવારૂપ અતિચાર છે. જેના વિચાર મિથ્યાત્વથી ભરેલા હોય અથવા નાસ્તિક્તાવાલા હોય તેવાઓનો સંગ કરવો નહીં. તેમ કરવાથી મિથ્યાદ્રષ્ટિની વાસના લાગી જવાથી ધર્મથી ભ્રષ્ટ થવાય છે. કુસંગનો ત્યાગ કરવાનું પણ તેની અંદર આવી છે. ભદ્ર મુમુક્ષુ, આ પ્રમાણે સમ્યત્વની અંદર પાંચ અતિચારો છે, તે અતિચારોનો ત્યાગ કરવાથી સમ્યકત્વનો પૂર્ણ પ્રકાશ પડે છે. અને ભવ્ય આત્મા તેના ત્યાગથી પોતાનું આત્મસાધન કરી શકે છે. મુમુક્ષુએ પ્રશ્ન કર્યો. ભગવનું, એ અતિચારનો ત્યાગ કરવાની ભાવના ભાવવાને હું ઉઘુક્ત થઇશ, પરંતુ કોઈ કારણથી તેનો અંતરાય આવે તો ક્ષમા થઇ શકે એવો કોઈ પ્રકાર છે? સૂરિવર બોલ્યા- “ભદ્ર, આહત ધર્મના પ્રવર્તકોએ ધર્મના માટે સૂક્ષ્મ નિરીક્ષણ કરેલું છે. એ મહાત્માઓ છદ્મસ્થ જીવોના સ્વરૂપને સારી રીતે જાણતા હતા, અને તેમની શક્તિને ઓળખતા હતા, કદિ જીવો ઉત્તમ કોટિના હોય પણ જ્યાં સુધી તેમના આત્માને છમસ્થપણાને સ્પર્શ થયેલો છે, ત્યાં સુધી તેઓ સ્કૂલના પામ્યા વિના રહેતા નથી, એ વાત તેમના મહાન જ્ઞાનબલની અંદર આવેલી હતી, અને તેથી તેમણે ધર્મના વર્તનમાં કેટલાએક આગાર રાખેલા છે, જેથી ધર્મના શુદ્ધ પ્રવર્તનને કોઈ જાતનો ધક્કો લાગતો નથી. ભદ્ર, આ સમ્યત્વને માટે ભગવાન અરિહંત પ્રભુએ છ આગાર દર્શાવેલા છે, જેઓ નિયમ પાળવાની મુશ્કેલીમાં એક છીંડીરૂપ ગણાય છે. જો નિયમ પાળવામાં મુશ્કેલી આવી પડે તો એ આગારરૂપી છીંડીમાંથી બચી શકાય છે, અને નિયમને અખંડિતપણે જાળવી શકાય છે.” “સૂરિવરના આ વચનો સાંભળી મુમુક્ષુ અતિ આનંદ પામી બોલ્યો.” કૃપાનાથ, એ છ આગાર જણાવવાની કૃપા કરો. સૂરિવર બોલ્યા- “ભદ્ર, જ્યારે શુદ્ધ ગુરૂ ગૃહસ્થને સમ્યકત્વ આપે છે, ત્યારે તે છ આગાર જણાવે છે. કારણને લઇને સમ્યકત્વને અનુચિત એવું કાંઇ કામ કરવું પડે ત્યારે છ આગાર રાખી શકાય છે, જેથી પ્રાપ્ત કરેલ સમ્યકત્વ દૂષિત થતું નથી. (૧) કદિ પોતાના નગરનો રાજા આજ્ઞા કરી જોરાવરીથી અનુચિત કામ કરાવે, તો તે કામ કરતાં સમ્યકત્વને દોષ લાગતો નથી. (૨) કદિ જ્ઞાતિ અથવા પંચ કોઇ ન છાજે તેવું કામ કરવાની ફરજ પાડે, (૩) ચોર કે કોઈ બદમાસ માણસ જોરાવરીથી અયોગ્ય કામ કરાવે. (૪) વ્યંતર, ભૂત કે પ્રેત શરીરમાં પ્રવેશ કરી અનુચિત કામ કરવામાં ઉઘુક્ત કરે, (૫) ગુરૂ કે વડિલ જનાદિના આગ્રહથી કાંઈ અનુચિત કામ કરવું પડે તથા કોઈ ધર્માચાર્યને કોઇ દુષ્ટ સંકટ દેતો હોય તેમજ જિનપ્રતિમા કે જિનાલયને ખંડન કરનારા પુરૂષનો Page 196 of 197

Loading...

Page Navigation
1 ... 194 195 196 197