Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 1
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ મુનિ શ્રી નરવાહનવિજયજી ગ્રંથીદેશે અભવ્ય જીવો-દુર્વ્યવ્ય જીવો-ભારેકર્મી ભવ્ય જીવો અને દુર્લભબોધિ જીવો આવેલા હોય છે તથા લઘુકર્મી ભવ્ય જીવો પણ આવેલા હોય છે. આ ગ્રંથી દેશને અનાદિ યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. કારણકે સાતે કર્મોની એક કોટાકોટી સાગરોપમ કરતાં ન્યૂન સ્થિતિ એટલે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ જીવો અનંતીવાર પ્રાપ્ત કરી શકે છે. એકવાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને જીવ એકેન્દ્રિયાદિમાં ભટકવા માટે ચાલ્યો જાય છે ત્યાં દુઃખ વેઠીને અકામ નિર્જરા કરીને અંતઃકોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા બનાવે ત્યારે ગ્રંથીદેશવાળો કહેવાય. પાછો ફરીથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે-રીથી ખપાવે એમ અનંતીવાર કરતો કરતો સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. આટલી સ્થિતિ ઓછી થયેલી હોય ત્યારે જીવને નવકારમંત્ર બોલતા આવડે છે. એટલેકે કોઇપણ જીવને નવકાર બોલાવીએ તો તે નવકાર ત્યારે જ બોલે છે કે સાતે કર્મોની સ્થિતિ સત્તા અંતઃકોટાકોટી સાગરોપમની બનેલી હોય. આથી જ જૈનકુળોમાં આગળ રીવાજ હતો કે ઘરમાં દીકરો કે દીકરી જન્મે અને બોલતું થાય કે સૌથી પહેલા એને નવકાર બોલાવાય છે તે જો બોલે તો આનંદ થાય કે હાશ ! મારે ત્યાં આવેલો જીવ સાતે કર્મોની સ્થિતિને ઓછી કરીને આવેલો છે. આવી જ રીતે જે જીવો શ્રી સિધ્ધગિરિની સ્પર્શના કરી આવે તે જીવો માટે કહેવાય છે કે એક પુદ્ગલપરાવર્ત કાળની અંદર એ જીવ નિયમા મોક્ષે જશે એટલેકે તે જીવ નિયમા ભવ્ય છે અને ચરમાવર્ત કાળમાં આવેલો છે એમ જણાવેલ છે. આની મહોર-છાપ મલે છે માટે આગળના કાળમાં જૈનકુળમાં બાળક જન્મે કે તરત જ ચાર-છ મહિનામાં શ્રી સિધ્ધગિરિની યાત્રાએ લઇ જવાતું હતું શાથી ? કારણ કે જો કદાચ એ બાળકનું આયુષ્ય ઓછું હોય અને કદાચ કાળ કરી જાય તો અંતરમાં એટલો આનંદ થાય કે મારે ત્યાં આવેલો જીવ ભવ્યત્વની અને એક પુદ્ગલ પરાવર્તકાળમાં મોક્ષે જશે એની છાપ લઇને ગયો છે આવા હેતુઓથી જ આ તીર્થયાત્રાનો મહિમા છે. ગ્રંથી એટલે શું ? અનાદિકાળથી જીવને અનુકૂળ પદાર્થોનો જે ગાઢ રાગનો પરિણામ બેઠો છે અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષનો જે પરિણામ બેઠેલો છે તે ગ્રંથી કહેવાય છે. આ ગ્રંથીનો પરિણામ અનાદિકાળથી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મોથી પોષાતો જાય છે એટલે પુષ્ટ થતો જાય છે. આ પાંચેય પ્રકારના જીવો સન્ની પર્યાપ્તપણાને પામીને મનુષ્યપણું પામે અને શ્રી જિનેશ્વરદેવની દેશના સાંભળે તો તે સાંભળતા સાંભળતા એક લઘુકર્મી આત્માના હૈયામાં એ દેશના પરિણમે છે એ સાંભળતા લઘુકર્મી આત્માને થાય કે જીવનમાં કોઇવાર ન સાંભળ્યું હોય એવું આજે સાંભળવા મળ્યું છે. કેટલી સુંદર વાતો છે ! આવી વાતો રોજ સાંભળવા મલે તો કેવું સારૂં એવો વિચાર કરી જે ટાઇમે દેશના હોય તે ટાઇમે સંસારી પ્રવૃત્તિ દૂર કરીને એટલે આધી-પાછી કરીને તે Page 1 of 197Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 197