Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 8
________________ બીજો ભારે અભિમાની પોતાની જ બડાઇ હાંકનારો અન્યનું અપમાન કરનારો અને વિનય વગરનો છે. ત્રીજી મારી છોકરી અનર્ગલ બોલનારી અને વક્રચિત્તવાળી છે. તથા ચોથો છોકરો તો બધાય દોષોનું ઘર છે. પૂર્વ ભવમાં એવાં શા પાપ કર્યા છે કે જેને લઇને મારે આવું કઠોર દુ:ખ સહન કરવું પડે છે. ભગવાને કહ્યું કે દેવાનુ પ્રિય ! સાંભળ. આજથી પૂર્વના સાતમા ભવમાં કુમ્માપુર નામના નગરમાં ચરણોની બહુ બચ્ચાઓને જાણનારા બ્રાહ્મણોની વચ્ચે તું દુર્ગ નામનો બ્રાહ્મણ હતો ત્યાં પણ તને આજે છે એજ ચાર છોકરા હતા. તે ચારેને યોગ્ય કળાઓ શીખવાડીને કુશળ કર્યા. ધનની આવક ઓછી થઇ જતાં પુત્રોને વાત કરી. છોકરાઓએ કહ્યું હે પિતાજી ! તમે નિરાંત રાખો અમે પ્રયત્ન કરશું. તું બોલ્યો કે તમે કહ્યું તે યુક્ત જ છે. તારો પહેલો દીકરા-કાકાને ત્યાં મેમાન થઇને ત્યાં ગુસ્સો કરીને રૂપિયા લઇ આવ્યો તે તને સારો લાગ્યો તેની તે ખૂબ પ્રશંસા કરી તેથી તે વારંવાર ક્રોધ કરી પૈસા લાવતો થયો. તારો બીજો દીકરો-બીજાની પાસે ગઈ કરીને સામાને ધમકાવીને સોનું વગેરે લાવ્યો અને તારી પાસે વાત કરી તેની પણ તેં ખૂબ પ્રશંસા કરી તેથી તે એ રીતે કરવા લાગ્યો. તારો ત્રીજો દિકરો - ધાતુવાદી-કિમિયાગર બનવાનો ઢોંગ કર્યો. તેનાથી ભોળા માણસોને ઠગીને ધંધો કરવા માંsળ્યો. આવી રીતે લુચ્ચાઇથી પૈસા લાવતો તેમાં તેને આનંદ થયો અને પ્રશંસા કરવા લાગ્યો. તેથી તે તારો પુત્ર તેમાં પાવરધો થયો. ચોથો પૂત્ર - લોભાવિષ્ટ હતો તેથી ધન કમાવા માટે દરિયાપાર ગયો અને થોડું ધન કમાવીને આવ્યો. મહાધનાઢય કોઇ બાવો મલ્યો તેનો ભેટો થયો અને તારો દિકરો તેનો ચેલો થઇ ગયો. વિશ્વાસ પૂર્ણ પેદા કરીને એક દિવસ તેનું બધું ધન લઇને ભાગીને તારી પાસે આવ્યો. હકીકત બધી કીધી. તને આનંદ થયો અને એ પ્રમાણે તે વારંવાર કરતો થયો. આ રીતે ચારે છોકરાને તે તે અનર્થકર ક્રોધાદિકની પ્રવૃત્તિમાં સ્થાપિત કર્યા. કેટલીકવાર દેવવશાત્ અંકૃત્ય કરતાં પણ ગમે તેમ કરીને લક્ષ્મી મલી જાય છે તો પણ તે લક્ષ્મી ઝેર ભેળવેલા ભોજનની પેઠે મરણનું જ કારણ થાય છે. - તે ચારેય દિકરાઓ તે સંસ્કાર ક્રોધાદિના મજબૂત કરીને ભટકતાં ભટકતાં આ જન્મમાં પણ તારે ત્યાં જન્મેલા છે અને અહીં પણ એ જ પ્રવૃત્તિ કરે છે અને તને વિડંબના પમાડે છે. એ જ કારણથી તારો પહેલો દિકરો ભારે શૂરવૃત્તિનો થયો છે ક્રોધને લીધે તેની આંખના ખૂણાં હંમેશા લાલ જ રહે છે. નિર્દય અને ચંચલ બનેલો તે પ્રાણિવધમાં પ્રવૃત્ત થયેલો છે. તારો બીજો દિકરો પહાડના સ્તંભની પેઠે અક્કડ હોઇ નમ્રતા વિનાનો, કઠોર બોલનારો, બીજાની નિંદા કરવામાં તત્પર, પોતાની જ શ્લાઘા કરનારો અને વિનય હીન નિવડેલ છે. તારો ત્રીજો પુત્ર કપટ કરવાના દોષને લીધે આ ભવમાં સ્ત્રી ભાવને પામેલો છે. અને તે નાગણની પેઠે શરીરથી અને મનથી પણ વક્ર બનેલો દેખાય છે અને આ તારી ચુડલી નામની કન્યાનો અવતાર પામેલ છે. આ તારો ચોથો પુત્ર પણ સંતોષ વગરનો છે એથી જ એનું શરીર દુબળું છે અને લોભને લીધે તેને ક્યાંય પણ ચેન પડતું નથી. તેથી જ તે આમતેમ રખડ્યા કરે છે. Page 8 of 197

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 197