Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 12
________________ તમારા શરીરમાં અનેક પ્રકારના રોગ પેદા કરીને મારી નાખ્યા. હવે સાતમા ભાવમાં હે નરવર તું રાજા થયો !તારો એક ભાઇ રાણી થયો અને બીજા બે ભાઇ તારા પુત્ર થયા અને કુટુંબના રૂપમાં ક્રી ભેગા થયા તે જોઇને આ યક્ષે ફ્રી પાછા તમને ઉપાડીને ફેંકી દીધા. આ યક્ષનો કોપ થોડો સમી ગયેલો તેથી તમને મારી ન નાખ્યા પણ જીવતા રાખીને ચારેય ને એક એક દિશામાં નાંખી દીધા. આ બધું પૂર્વ ભવમાં જે જે દુષ્કર્મો કર્યા હોય તેનું આ કડવું ફળ છે. તેમાં બીજો માણસ કેવલ નિમિત્ત માત્ર છે ! આ બધું સાંભળીને રાજાને પૂર્વભવની બધી હકીકત યાદ આવી ગઇ. રાજા પશ્ચાતાપ સાથે યક્ષને હાથ જોડીને બોલ્યો કે હે યક્ષ ! હું તને પગે પડીને મેં જે પૂર્વે તારી સાથે દુષ્ટ આચરણ કરેલું તેની માફી માંગુ છું. ભાઇ ! એમાં તારો થોડોપણ વાંક ન હતો હું જ દુષ્ટ તારો અપરાધી છું માટે હવે કૃપા કર. યર સમય સુધી હું તારો અપરાધ કરતો આવ્યો છું તે બધાની તું મને સકુટુંબ માફી આપ. હું તને સકુટુંબ ખમાવું છું. આ રીતે એક બીજા પરસ્પર ખમાવીને પૂર્વ ભવના વૈરને ઉપશાંત કરીને તે યક્ષ પોતાના સ્થાને ગયો. જે પુરૂષ પોતાના ચિત્તને અવિચલિત રાખી આવતી આપદાઓને સંપદા જેવી સમજે છે તે પુરૂષ ધીર કહેવાય છે. ૯. ગાંભીર્ય ગુણ જો ગુણની હયાતી હોય તો માનવના મનને કોઇ પામી શકતું નથી. અર્થાત્ મનની અંદરના ભાવોને ભયવૃત્તિ-શોકવૃત્તિ-હર્ષવૃત્તિ અને કોપવૃત્તિ વગેરે ભાવોને માનવ, અત્યંત નિપુણ થઇને કળાવા દેતો નથી તેનું નામ ગાંભીર્ય. જે પુરૂષો ગંભીર હોય છે તેમનો શત્રુ પણ મિત્ર બને છે. પરજન પણ સ્વજન બને છે. ખળ માણસ પણ ગુણ ગ્રાહી નીવડે છે અને દેવો પણ એવા ગંભીર પુરૂષની સેવા સ્વીકારે છે. સર્વજ્ઞ ભગવાને જેજે હકીકતો અપવાદ રૂપે-ઉત્સર્ગ રૂપે કહેલી હોય છે અને જે જે હકીકતો અપવાદ રૂપે-વિશેષ રૂપે જણાવેલી હોય છે તે બધી હકીકતોને જે પુરૂષ ગંભીર ન હોય તે બરાબર પચાવી શકતો નથી. યથાર્થ પણ સમજી શકતો નથી. જેમ સમુદ્રમાં એક બીજાને બાધા કર્યા વિના જ અમૃત અને વિષ એ બન્ને રહી શકે છે તેમ ગંભીર પુરૂષમાં જ સામાન્ય સૂત્રો અને વિશેષ સૂત્રો એક બીજાને બાધા કર્યા વિના જ સ્થિર રહી શકે છે અર્થાત્ ગંભીર પુરૂષ જ એ સૂત્રોનો યથાર્થ ઉપયોગ કરી શકે છે અને કરાવી પણ શકે છે. જે પુરૂષો ગંભીર હોય છે તેઓ પોતાના અને બીજાના કાર્યો સાધી શકવા સમર્થ હોય છે. ગંભીરતા ગુણને મેળવવા-કેળવવા-ભવવૈરી ઉપર વિજય ચાહતા એવા મતિમંત સંતા પુરૂષોએ બીજાની નિંદાનો તદન ત્યાગ કરીને પોતાના મનને નિત્ય ઉધમવંત કરવું જોઇએ. ઉપર જણાવેલા બધા ગુણો હોય છતાંય તે ઇન્દ્રિયો ઉપર વિજય ન મેળવી શકે તો તેના બધા ગુણો નિષ્ફળ નીવડે છે. ૧૦. પૈશુન્ય (પિશુનવૃત્તિ) ત્યાગ. Page 12 of 197

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 197