________________
ગ્રન્થિદેશે આવવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા બધા જ જીવો શ્રી નવકાર મન્ત્ર આદિને પામી શકે છે, એવો પણ નિયમ નથી. નિયમ તો એ જ છે કે-જે જીવ જ્યાં સુધી ગ્રન્થિદેશે આવવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામે નહિ, તે જીવ ત્યાં સુધી શ્રી નવકાર મન્ત્ર આદિને પામી શકે જ નહિ ! એટલે, ગ્રન્થિદેશે આવેલા જીવો પૈકીના જે જીવો શ્રી નવકાર મંત્ર આદિને પામી જાય, તે જીવો કમથી કમ એટલા ભાગ્યશાલી તો ખરા જ કે-જ્યાં સુધી તેઓ શ્રી નવકાર મંત્ર આદિના પરિચયાદિથી દૂર થઇ જાય નહિ, ત્યાં સુધી તેઓ ગ્રન્થિદેશને પમાડનારી કર્મસ્થિતિથી ઉત્કૃષ્ટ કોટિની કર્મસ્થિતિને ઉપાર્જે જ નહિ ! એ જીવો, એ કાળ દરમ્યાનમાં, ગ્રન્થિદેશથી બહુ આગળ ન વધે એ બનવાજોગ છે, પરન્તુ એ જીવો એ કાળ દરમ્યાનમાં ગ્રન્થિદેશથી દૂર પણ જવા પામે નહિ
!
21. જીવ ગ્રન્થિદેશે કેટલા કાળ સુધી રહી શકે ?
ગ્રન્થિદેશને પામેલો જીવ, ગ્રન્થિદેશે વધુમાં વધુ કાળને માટે ટકી શકે, તો તે અસંખ્યાતા કાળ સુધી ટકી શકે. છેવટમાં છેવટ અસંખ્યાતા કાળે તો એ જીવ ગ્રન્થિદેશથી કાં તો આગળ વધે અને સમ્યગ્દર્શનાદિ ગુણોને ઉપાર્જે અને કાં તો એ જીવ પાછો હઠી જવા પામે.
આ વાતને લક્ષ્યમાં રાખીને, તમારે ખરો વિચાર તો એ કરવા જેવો છે કે- ‘ આપણે કેટલા બધા ભાગ્યશાલી છીએ ?' તમે કદાચ સમ્યગ્દર્શનાદિ ગુણોને ન પામેલા હો-એ બનવાજોગ છે, પણ તમે ગ્રન્થિદેશે તો અવશ્ય પહોંચેલા છો ! તમારાં કર્મ કદાચ ગમે તેટલાં જોરદાર હોય, પરન્તુ તમારા કોઇ કર્મની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમ જેટલી કે એથી અધિક નથી જ અને તમારાં
બધાંય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂન જ છે. આ ઉપરાન્ત, નવાં સંચિત થતાં પણ તમારાં કર્મો, એક કોટાકોટિ સાગરોપમથી અધિક સ્થિતિવાળાં હોઇ શકતાં જ નથી. આ તમારી જેવી-તેવી ભાગ્યશાલિતા નથી જ, પરન્તુ ભાગ્યશાલી એવા તમારે એ વિચાર કરવો જોઇએ કે- ‘અમારી આ ભાગ્યશાલિતા સફ્સ કેમ નીવડે ?’ કોઇ પણ પ્રકારની ભાગ્યશાલિતા, એ સફ્લ નીવડી-એવું ક્યારે કહી શકાય ? પોતાને પ્રાપ્ત થયેલો ભાગ્યશાલિતા દ્વારાએ જીવ જ્યારે પોતાની અધિકાધિક ભાગ્યશાલિતાને સંપાદિત કરે, ત્યારે જ એમ કહી શકાય કે-પોતાની ભાગ્યશાલિતાને એ જીવે સફ્સ બનાવી.
તમારી ભાગ્યશાલિતાને પિછાનો
આપણી વાત તો એ હતી કે-આજે તમારામાંના ઘણાઓ જેમાં જેમાં ભાગ્યશાલિતા માને છે, તેમાં તેમાં તો પ્રાયઃ મિથ્યાદ્રષ્ટિઓ પણ પોતપોતાની ભાગ્યશાલિતાને માને છે; અને, એ માટે આપણે સુરસુન્દરીને યાદ કરી. સુરસુન્દરીની નજર ધનાદિક ઉપર કેન્દ્રિત થયેલી હતી અને શ્રીમતી મદનાસુન્દરીની નજર વિનયાદિક ઉપર કેન્દ્રિત થયેલી હતી; એટલે, સુરસુન્દરીએ પુણ્યથી ધનાદિક મળે છે-એવો જવાબ આપ્યો અને શ્રીમતી મદનાસુન્દરીએ પુણ્યથી વિનયાદિકની પ્રાપ્તિ થાય છે-એવો જવાબ આપ્યો. એવી જ રીતિએ, તમે જો તમને પોતાને ભાગ્યશાલી માનતા હો, તો તમને શું શું મળ્યું છે, કે જેનાથી તમે તમને ભાગ્યશાલી માનો છો ? અથવા તો, તમને શું શું મળે, તો તમે તમને ભાગ્યશાલી માની લો ? આજે તમે શ્રીમન્ત હો કે ન હો, તમને આજે જ્યાં-ત્યાં આદર મળતો હોય કે અનાદર મળતો હોય અને સ્ત્રી-સંતાનાદિ તમારો પરિવાર તમને અનુકૂળ હોય કે ન
Page 56 of 197