Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 183
________________ એ તો આપણે જોઈ આવ્યા છીએ, પણ તે અવસ્થા કરતાં આ અવસ્થાની આપત્તિ ભયંકર છે, તો અત્યારે શ્રી કીર્તિચંદ્ર નરનાથ રાજા નથી પણ રાજર્ષિ છે. જેમ સમર પાપમાં ઉગ્ર બન્યો છે, તેમ નરનાથ આરાધનામાં પણ ઉગ્ર જ બન્યા છે. અન્યથા, પાપાત્મા સાથેનો સંબંધ આ સંસારમાં છૂટવો એ સુશક્ય નથી. કારમી પીડાવાળી અવસ્થામાં પણ શ્રી કીર્તિચંદ્ર નામના રાજર્ષિ ચિતવે છે કે xxxरे जीव ! तए, अण्णाणवसा विवेगरहिएण । वियणो अमणाओ, नरएसु अणंतसो पत्ता ||१||" 'गरुभारवहणंकण-दाहवाहिसीउण्हरवहपिवासाइ । દુરસઇદુહદંઢોણી, તિરસુવિ વિસદિયા વહુસો શા” "ता धीर मा विसीयसु, इमासु अइअप्पवेयणासु तुम। को उत्तरिउँ जलहिं, निवुड्डए गुप्पए नीरे ||३||" ___ वज्जेसु कूरभावं, विसुद्धचित्तो जिएसु सव्वेसु । बहुकम्मखयसहाए, विसेसओ समरविजयम्मि ||४||" "जं लदो इह धम्मो, जं न कया कूरया पुरावि तए । XXXXXXXXXXXXXXXXXX8" શ્રી કીર્તિચંદ્ર નામના એ રાજર્ષિની આ વિચારણા ઘણી જ ઉમદા છે અને સૌ કોઇએ યાદ રાખી લેવા જેવી છે. ક્રોધથી બચવા માટે તેમજ ક્રોધમાંથી જન્મતી અને પુષ્ટ બનતી ક્રૂરતાથી પણ બચવા માટે, રાજર્ષિ શ્રી કીર્તિચન્દ્રની આ વિચારણા એક ઉમદામાં ઉમદા સાધન છે. ભયંકર વેદનાની ભયંકરતાને દૂર કરવા માટે, પ્રથમ તો એ પરમર્ષિ એવા રાજર્ષિ વિચારે છે કે “રે જીવ! વિવેકરહિત એવા તે અજ્ઞાનના વશથી નરકોમાં અનતી વાર પ્રમાણ વિનાની વેદનાઓ પ્રાપ્ત કરી છે અને તિર્યચપણામાં પણ ઘણા ભારનું વહન, અંકન, દાહ, વ્યાધિ, શીત, ઉષ્ણ, ક્ષુધા અને પિપાસા આદિ દુઃસહ દુ:ખોની શ્રેણી ઘણી વાર ખૂબ ખૂબ સહેલી છે.” ક્ટોથી ભાગતા ફરનારાઓને દુઃખના સમયે આ વિચાર, ખરે જ દુઃખની ગ્લાનિને દૂર કરનાર છે. અનાદિ કાલથી દુઃખમય સંસારમાં પરિભ્રમણ કરનાર આત્મા જો પરિભ્રમણના અને પરિભ્રમણ કાલમાં નરક અને તિર્યંચ ગતિમાં અનુભવેલાં દુઃખોનું સ્મરણ કરે, તો મનુષ્યભવનાં દુઃખો આત્માને અકિંચિકર લાગ્યા વિના રહેતાં નથી. આવા વિચારમાં નિમગ્ન રહેનાર આત્માઓ ઉપસર્ગો અને પરીષહો સહવામાં સાચા સુભટો જરૂર બની શકે છે. નરકનાં દુઃખો વચનાનીત છે અને સૌને માટે પ્રત્યક્ષ નથી હોતાં, પણ તિર્યંચગતિનાં દુઃખો તો પ્રત્યક્ષ છે. પરાધીનતાથી, ઇચ્છા નહિ છતાં, તિર્યંચોને જે દુઃખો ભોગવવાં પડે છે, એ જોવા છતાં જેઓ પરીષહોના સહનથી અને શક્ય તપોથી દૂર જ ભાગવાની કોશીષ કરે છે, તેઓને જ્ઞાની માનવા એ પણ મુશ્કેલ છે. ‘અમારી દુઃખમય સંસારથી છૂટવાની ઇચ્છા છે” –એમ કહેનારા, તપને પણ દુ:ખ માનતા થઇ જાય-એના જેવી દુ:ખની વાત એક પણ નથી. જાણે અનાદિ કાલમાં આજ સુધી નરક અને તિર્યંચગતિનાં દુઃખો અનુભવ્યાં જ ન હોય, માનવભવમાં પણ સુખમય દશા જ પસાર કરી હોય અને દેવભવોમાં પણ હાલી વ્હાલીને જ આવ્યા હોય, એ રીતિએ Page 183 of 197

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197