Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 181
________________ સાગર અને રંગ તે જ શ્રી કીર્તિયન્દ્ર નરનાથ અને સમરવિજય કુમાર ઃ હવે સાગર અને કુરંગના સમ્બન્ધમાં શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની ગુરૂવર્ય ફરમાવે છે કે-આ પછીથી પૂર્વભવમાં કાંઇક પણ તેવા પ્રકારે અજ્ઞાન તપને કરીને, તે બન્ને પૈકી જે સાગરનો જીવ, તે તું આ દશાને પામ્યો છે અને કુરંગનો જીવ તે સમરવિજય છે. આ કથાની શરૂઆત કરતાં ગુરૂવર્યે મદન શેઠના સાગર અને કુરંગ એ બે પુત્રોની હકીકત જણાવી હતી. તે વખતે બન્ને ય ભાઇઓ લોભ તથા પરિગ્રહાભિલાષ એ બન્નેના મિત્ર બન્યા હતા અને કુરંગે તો ક્રુરતાની સાથે પણ સવિશેષ મૈત્રી સાધી હતી. આ ભવમાં સાગરનો જીવ, કે જે શ્રી કીર્તિચન્દ્ર રાજા તરીકે છે, તે લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ પાપ-મિત્રોના સંસર્ગથી મુક્ત બનેલ છે. શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તો એ બેયને દુશ્મન રૂપે પીછાની ચૂકેલ છે, પણ સમરવિજયની તો લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા સાથેની મૈત્રી અખંડ છે, એમ આપણે પૂર્વના વૃતાન્ત ઉપરથી જાણી શકીએ છીએ. આપણે જોયું છે કે-શ્રી કોર્નિચન્દ્ર નરનાથ નિધાન અને રાજ્ય એ બન્ને ય સમરવિજયને સોંપી દઇને પોતે દીક્ષા ગ્રહણ કરવાને તત્પર બન્યા હતા : જ્યારે સમરવિજયે વારંવાર લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાની આધીનતા જ બતાવી હતી. સાગર અને કુરંગના જીવની ઓળખાણ કરાવ્યા બાદ- ‘સમરવિજયનો આગળનો વૃત્તાન્ત તો તમને પણ પ્રત્યક્ષ છે’ -એમ જણાવીને, પ્રવરજ્ઞાની શ્રી પ્રબોધ ગુરૂવરે એ વાત જણાવી છે કે હજુ ય સમરવિજયનો કરેલો એક ઉપસર્ગ તારે સહવાનો છે, પણ તે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ ! હે રાજન્ ! તું ચારિત્રને સ્વીકારશે, તે પછીથી તે સમરવિજય એક વાર તને ઉપસર્ગ કરશે. એ પછી ક્રૂરતાનો સંગી એવો તે સમરવિજય, અનેક ત્રસ અને સ્થાવર જીવોને અહિતકારી બનશે અને દુઃસહ દુઃખોથી પોતાના દેહનું દહન કરતો થકો તે અનન્ત સંસારમાં રઝળશે. શ્રી કીર્તિચન્દ્ર રાજાએ દીક્ષા લેવી : શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની ગુરૂમહારાજાના શ્રીમુખેથી પોતાના અને સમરવિજયના પૂર્વભવોનો વૃતાન્ત સાંભળવાથી, શ્રી કીર્તિચન્દ્ર નરનાથનો વૈરાગ્ય ખૂબ જ વૃદ્ધિને પામ્યો. ગુરૂવર પધાર્યા પહેલાં પણ શ્રી કીર્તિચન્દ્ર નરનાથે પોતાના છેલ્લા દિવસો વિ૨સપણે જ નિર્ગમન કર્યા હતા, એ વાત આપણે જાણીએ છીએ. અને પરમ ગુરૂદેવના શ્રીમુખે પૂર્વભવોનો વૃત્તાન્ત સાંભળવાથી તેમનો વૈરાગ્ય ખૂબ જ વૃદ્રિંગત બન્યો. શ્રી કીર્તિચન્દ્ર નરનાથે તરત જ દીક્ષિત બનવાનો નિર્ણય કર્યો અને એ માટે રાજ્યનો કાર્યભાર તેમણે પોતાના ભાણેજ હરિકુમારને સુપ્રત કર્યો. હરિકુમાર રૂપ વૃષભ ઉપર રાજ્યરાને સંક્રમિત કરીને, ગુરૂ વૈરાગ્યથી પરિગત બનેલા શ્રી કીર્તિચન્દ્ર નરનાથે વ્રત ગ્રહણ કર્યું. દીક્ષા પછીની અનુમોદનીય ઉત્તમ આરાધના : વ્રત ગ્રહણ કર્યા બાદ આ રાજર્ષિએ જે આરાધના કરી છે,તે પણ ખૂબ જ અનુમોદવા લાયક છે. એ રાજર્ષિએ અતિ ઉગ્ર તપશ્ચર્યાના આસેવનથી પોતાના દેહને શોષિત કરી નાખ્યો, શુધ્ધ સિદ્ધાન્તને પણ સારી રીતિએ મોટા પ્રમાણમાં ભણ્યા અને ઉદ્યત ચિત્તવાળા બનેલા તેમણે અભ્યાત વિહારને પણ અંગીકાર કર્યો ! Page 181 of 197

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197