Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 190
________________ અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણસ્થાન પર આવેલા જીવની કેવી સ્થિતિ થાય છે? જેમ જેમ આ ઉપનયનું તું સ્મરણ કરીશ તેમ તેમ તારા હૃદય પ્રદેશમાં એ ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ સારી રીતે સ્પષ્ટ થતું જશે ભદ્ર, આ નીસરણી પર રહેલા પાંચ પુષ્પોની ચારે તરફ જે ત્રણ પંક્તિઓ પ્રકાશમાન દેખાય છે, તે સોપાન ઉપર રહેલા જીવની ત્રણ પ્રકૃતિ છે. (૧) તીર્થકર નામ કર્મ, (૨) મનુષ્યા, અને (૩) દેવાયુ એવા નામથી ઓળખાય છે. ત્રીજા ગુણસ્થાન કરતાં આ ચોથા ગુણસ્થાનમાં એ ત્રણ પ્રકૃતિ વધારે બંધાય છે તે પ્રકાશતી ત્રણ પંક્તિઓની ઉપર જે સત્યોતેર ચાંદલાઓની સુંદર વેલ આવેલી છે તે સત્યોતેર પ્રકૃતિઓનોબંધ છે. તે જીવ ત્યાં રહીસત્યોતેર પ્રકૃતિનો બંધ કરે છે, વળી ત્યાં રહેવાથી મિશ્રમોહનો વ્યવચ્છેદ થાય છે અને ચાર આનુપૂર્વી તથા સમ્યક્ત્વ મોહનો ઉદય થાય છે, તેથી એકંદરે તે જીવ એકસો ચાર કર્મ પ્રકૃતિને વેદે છે. | મુમુક્ષુ પ્રસન્ન થઈને બોલ્યો- “ભગવન, આપના કહેવાથી મારી બુદ્ધિમાં એ વાત ઉપસ્થિત થઇ છે. અને તેના જ્ઞાનનો પ્રકાશ મારા અજ્ઞાની હૃદયમાં સારી રીતે પડ્યો છે. આ અવિરતિ સમદ્રષ્ટિ ગુણસ્થાનરૂપ પગથી ઉપર રહેલો જીવ જે સ્થિતિ ભોગવે છે, તે સ્થિતિનું કાંઇક સ્વરૂપ મારા બોધ માર્ગમાં આવ્યું છે. હવે કૃપા કરી તે વિષે બીજી સમજૂતી આપો કે જેથી મારા અપૂર્ણ જ્ઞાનમાં વિશેષ અજવાળું પડે.” આનંદસૂરિ સાનંદવદને બોલ્યા- “ભદ્ર, સાંભળ. જે ચોથા પગથીઆની બાહેર મલિનતાથી ભરેલા અને શ્યામ વર્ણથી નિસ્તેજ દેખાતા જે આ ત્રણ ઢગલાઓ દૂર રહેલા છે, તેનું સ્વરૂપ જાણવા જેવું છે. કોઈ જીવ ગ્રંથિભેદ કર્યા પછી પોતાની અંદર રહેલા મિથ્યાત્વ પુદ્ગલના રાશિને વહેંચી તેના ત્રણ પુંજ (ઢગલા) કરે છે. તે ત્રણ ઢગલા (૧) મિથ્યાત્વમોહ, (૨) મિશ્રમોહ અને (૩) સમ્યકૃત્વમોહ એવા નામથી ઓળખાય છે. આ શ્યામવર્ણના નિસ્તેજ દેખાતા ઢગલાઓ એ તેમનોજ દેખાય છે. મુમુક્ષુએ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો- ભગવનું આપે કહ્યું કે, “જીવ ગ્રંથિ ભેદ કર્યા પછી પોતાની અંદર રહેલા મિથ્યાત્વ પુદ્ગલના રાશિને વહેંચી તેના ત્રણ પુંજ કરે છે તો તે ગ્રંથિભેદ શી વસ્તુ છે ? અને તે કેવી રીતે થાય? તે કૃપા કરી સમજાવો.' આનંદસૂરિ ગંભીર સ્વરથી બોલ્યા- “ભદ્ર, તારી શંકા સ્થાને છે. ગ્રંથિભેદનું સ્વરૂપ જાણ્યા વગર એ વિષય તારા લક્ષમાં આવશે નહીં. જીવના (પરિણામ વિશેષરૂપ જે કરણ) એક જાતના પરિણામ તે કરણ કહેવાય છે, તેના ત્રણ પ્રકાર છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. એવા તેના નામ છે. જેમ કોઈ પર્વતમાંથી નીકળતી નદીના જલમાં એક પથ્થરનો કટકો રહેલો હોય તે જલની સાથે અથડાતો અથડાતો ગોળાકાર થઇ જાય છે, તે ન્યાયે જીવ આયુ કર્મ સિવાય સાતે કર્મની સ્થિતિ કે જે કાંઇક ઉણી એક કોટાકોટી સાગરોપમ પ્રમાણની છે, તેમાં કોઈ જાતના અધ્યવસાય વડે ગ્રંથિદેશ સુધી આવે છે; તે પહેલું યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. કોઈ એવી જાતનો અધ્યવસાય કે જે પુર્વે પ્રાપ્ત થયેલ નથી, તે વડે ગ્રંથિ કે જે ઘન-નિબિડ રાગદ્વેષની પરિણતિરૂપ છે, તે ગ્રંથિને ભેદવાનો જે આરંભ તે બીજું અપૂર્વકરણ કહેવાય છે. જે કોઈ જાતના અધ્યવસાયથી ગ્રંથિભેદ કરી નિવૃત્ત ન થતાં (અનિવૃત્ત થતાં) પરમાનંદને ઉત્પન્ન કરનારા સમ્યક્ત્ત્વને પ્રાપ્ત કરે છે, તે ત્રીજું અનિવૃત્તિકરણ કહેવાય છે. આ પ્રમાણે આ ત્રણ કરણનું સ્વરૂપ આહત શાસ્ત્રમાં પ્રખ્યાત છે.” મુમુક્ષુ સાનંદવદને બોલ્યો- “ભગવન, આપે કહેલા ત્રણ કરણના સ્વરૂપ ઉપરથી ગ્રંથિભેદનું શુદ્ધ સ્વરૂપ મારા જાણવામાં આવી ગયું છે. અધ્યવસાય ઉપરથીજ કરણનું શુદ્ધ સ્વરૂપ સમજાય છે. જો કે મારી બુદ્ધિની શક્તિ Page 190 of 197

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197