________________ નિગ્રહ કરવાને કોઇ સમ્યકત્વને ન છાજે તેવું અનુચિત કામ કરવું પડે અને (6) દુષ્કાલ, મરકી કે દેશભંગ અથવા આજીવિકાનો નાશ થાય તેવી આપત્તિઓ આવે તેને પ્રસંગે અયોગ્ય કાર્ય કરવું પડે એ છ આગાર રાખવાથી સમ્યકત્વ કલંકિત થતું નથી. તેમજ અજાણતાથી, અકસ્માતથી, આત્મિક લાભ વિશેષ મળવાથી, અને સર્વ સમાધિ વ્યત્યયથી અર્થાત્ રોગને વશ થવાથી કાંઇ અનુચિત કાર્ય થઇ જાય તોપણ સમ્યકત્વને કલંક લાગતું નથી.” મુમુક્ષુ નિઃશંકપણાના આનંદથી બોલ્યો- “ભગવનું, હવે મારા મનની તે ચિંતા અને શંકા દૂર થઈ છે. પરંતુ આ ચોથા પગથીઆ વર્તી જીવના કૃત્ય કેવા હોય છે તે કૃપા કરી જણાવો.” સૂરિવર બોલ્યા- હે ભદ્ર આ ગુણસ્થાનવાળા જીવને વ્રત, નિયમ તો કાંઇ પણ હોતું નથી, પરંતુ દેવશ્રી વીતરાગભગવાનની તેમજ પૂર્વોક્ત લક્ષણવાળા શુદ્ધ ગુરૂ નિગ્રન્થની તથા ચતુર્વિધ શ્રીસંઘની પૂજા, ભક્તિ, નમસ્કાર-વાત્સલ્યાદિ કૃત્યો તે કરે છે. તથા પ્રભાવિત શ્રાવક હોવાથી શાસનની ઉન્નતિ તથા શાસનની પ્રભાવના કરે છે. વળી આ ગુણસ્થાનવાળા જીવ સત્યોતેર પ્રકૃતિનો બંધ કરે છે, તથા મિશ્રમોહનો વ્યવચ્છેદ થવાથી અને ચાર આનુપૂર્વી અને સમ્યકત્વ મોહનો ઉદય થવાથી એકસો ચાર કર્મપ્રકૃતિને વેદે છે. ક્ષાયિક સમ્યકત્વવાળાને 138 કર્મપ્રકૃતિની સત્તા હોય છે, અને ઉપશમ સમ્યક્ત્વવાળાને ચોથાથી તે અગીયારમા ગુણસ્થાન પર્વત 148 કર્મપ્રકૃતિની સત્તા છે. મુમુક્ષુ આનંદથી બોલ્યો ભગવન્! આ ગુણસ્થાનનું સ્વરૂપ હવે મારા સમજવામાં આવ્યું છે, અને તેને ઉદ્દેશી આપે જે સમ્યકત્વનું સ્વરૂપ સમજાવ્યું, તે વાતે હું આપનો અત્યંત આભારી થયો છું. આ ચોથા ગુણસ્થાન પર આરોહણ કરવાની ઉચ્ચ ભાવના ભાવું છું અને આ મનુષ્ય જીવનના પ્રવાહને તે તરફ વહન કરવા ઉજમાળ થાઉં છું. 标公示公示公 Page 197 of 197.