Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 193
________________ રૂપ, જ્ઞાન દર્શન અને ચારિત્રાદિ અનંત ગુણોનું પાત્ર અને સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા છે, આવો નિશ્ચય એ નિશ્ચય દેવ તત્વ છે. તેવી રીતે શુદ્ધ વ્યવહાર ગુરૂ તત્વ અને શુદ્ધ નિશ્ચય ગુરુ તત્વ પણ સમજવાનું છે. પવિત્ર અને નિર્દોષ સાધુને ગુરુ કરી માનવા, તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું અને તેમને પાત્ર જાણી શુદ્ધ અન્નાદિ આપવા એ વ્યવહાર શુદ્ધ ગુરૂતત્વ છે અને શુધ્ધ આત્મવિજ્ઞાન પૂર્વક હેય તથા ઉપાદેય ઉપયોગ સહિત જે પરિવાર અને પ્રવૃત્તિનું જ્ઞાન તે નિશ્ચય ગુરૂ તત્વ છે. તેવી જ રીતે વ્યવહાર ધર્મતત્ત્વ અને નિશ્ચય ધર્મતત્વ સમજી લેવા. વ્યવહાર રૂપ ધર્મમાં દયા મુખ્ય છે. સત્ય વગેરે જે સર્વવ્રતો છે, તે દયાની રક્ષાને માટે છે. તે દયાના આઠ પ્રકાર છે. (૧) દ્રવ્યદયા, (૨) ભાવદયા, (૩) સ્વદયા, (૪) પદયા, (૫) સ્વરૂપદયા, (૬) અનુબંધદયા, (૭) વ્યવહારદયા અને (૮) નિશ્ચયદયા એવા તેના નામ છે. એ દયાના સ્વરૂપને માટે આતિશાસ્ત્રમાં ઉત્તમ પ્રકારનું વિવેચન કરેલું છે. તેમાં નિશ્ચય દયા સર્વોત્કૃષ્ટ છે અને તે દયાના પ્રભાવથી આ નીસરણીના ગુણસ્થાનરૂપ પગથી ઉપર જીવ આરોહણ કરે છે. એ દયાના સ્વરૂપના વિજ્ઞાનપૂર્વક સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને વૃત્તિ એ પંચાંગીથી સંમત, પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ કરેલ, નૈગમાદિનય, નામાદિ નિક્ષેપ, સપ્તભંગી, નયનિપુણતાથી મુખ્ય તથા ગૌણભાવે ઉભયનય સંમત, શુદ્ધ સ્યાદ્વાદ શૈલીથી પ્રતિપાદિત અને દાન, શીલ, તપ અને ભાવરૂપે પ્રવૃત્તિવાલો જે ધર્મ તે શુદ્ર વ્યવહાર ધર્મ કહેવાય છે. જેનાથી પોતાના આત્માનું સ્વરૂપ અને વસ્તુનો સ્વભાવ જણાય છે, તે બીજો નિશ્ચય ધર્મ કહેવાય છે. એ નિશ્ચય ધર્મના પ્રભાવથી શુદ્ધ ચૈતન્ય રૂપ, અસંખ્યાત પ્રદેશી, અમૂર્ત, સ્વદેહ માત્રવ્યાપી, સર્વ પુદ્ગલોથી ભિન્ન, અખંડ, અલિપ્ત, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય અને સચ્ચિદાનંદ પ્રમુખ અનંત ગુણોથી વ્યાસ, અવિનાશી, ઉપાધિરહિત અને અવિકારી એવા આત્મસ્વરૂપનું યથાર્થ ભાન થાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલોના પાંચ વિકારોનું સ્વરૂપ સમજાય છે અને તે આત્માથી બિન્ન છે, એમ માનવામાં આવે છે. એ નિશ્ચય ધર્મનો મહિમા અગાધ છે, તેનાથી ભવ્ય આત્મા પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. તે પવિત્ર આત્મા વિચારે છે કે, આઠ કર્મોના વિપાક ફલ વિપરીત છે, સૂક્ષ્મ પુદ્ગલો ઇંદ્રિયથી અગોચર છે. તેમના પરમાણુ આદિ અનેક તરેહના રૂપો છે. એ પુદ્ગલોના સંયોગથી મોહિત થયેલો જીવ ચારે ગતિમાં ભટકે છે. આ પુદ્ગલો મારા સજાતીય નથી પરંતુ વિજાતીય છે. તેમને મારી સાથે કોઇ વાસ્તવ સંબંધ નથી. તે પુદ્ગલો સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. આ પુદ્ગલોનો સંસર્ગ તેજ સંસાર છે. આ પુદ્ગલોની સંગતથી જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો બગડી જાય છે; આ પુદ્ગલ દ્રવ્યની રચના છે, તે મારા આત્માનો સ્વભાવ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ -એ ચારે દ્રવ્ય શેય રૂપ છે, પરંતુ હું તે સર્વથી જૂદો છું. તેઓ મારા નથી અને હું તેમનો નથી. મારો સ્વભાવ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર, રૂપ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત, ચૈતન્ય ગુણ રૂપ, અનંત, અવ્યાબાધ, અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય આદિ અનંત ગુણ સ્વરૂપથી યુક્ત છે. તે મારા સ્વભાવમાં શ્રધ્ધા, ભાસન, રમણતા રૂપ ચિદાનંદઘન સ્વરૂપ હુરે છે. તે મારા પૂર્ણાનંદ સ્વભાવને પ્રગટ કરવા માટે સર્વ શુધ્ધ વ્યવહારનય નિમિત્ત માત્ર છે, પરંતુ મારા સ્વભાવમાં જે રમણતા કરવી તેજ મુખ્ય શુધ્ધ સાધન છે અને તેજ શુધ્ધ ધર્મ છે. આ પ્રમાણે નિશ્ચય ધર્મનું સ્વરૂપ દર્શાવેલ છે. હે ભદ્ર મુમુક્ષુ, એ શુધ્ધ દેવ, ગુરૂ અને ધર્મ -એ ત્રણે તત્ત્વની જે નિશ્ચલ પરિણતિરૂપ શ્રધ્ધા તે સમ્યક્ત્વ કહેવાય છે. અને તેના પ્રભાવથી મનુષ્ય આત્મા આ ગુણસ્થાનોની નીસરણી ઉપર અનુક્રમે ચડતો ચડતો મોક્ષ Page 193 of 197

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197