Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 179
________________ લોભ અને પરિગ્રહાભિલાષથી રીબાતો કુરંગ ક્રૂરતાને વશ બન્યા પછીથી, પોતાના વડિલ બંધુ સાગરનો વિનાશ સાધવાના વિચારમાં જ રમતો હતો. એ વિચારને સફળ કરવાને માટે, તે પોતાના વડિલ બંધુના છિદ્રને શોધતો હતો. આ દશામાં તેણે પોતાના આત્માને કેટલો ભારે બનાવ્યો હશે? હજુ સાગર જીવે છે, પણ તે દરમ્યાનમાંય કુરંગના આત્માએ દુષ્ટ વિચારો દ્વારા પોતાનું કેટલું બધું અનિષ્ટ સાધ્યું હશે? તમે ય તમારી દશા વિચારજો કે-રોજ આ અને રૌદ્ર ધ્યાન દ્વારા તમે તમારા આત્માનું કેટલું અનિષ્ટ કરી રહ્યા છો ! ખેર, અહીં તો એક વાર કુરંગને તક મળી ગઈ અને એવી તકની દિવસો થયાં રાહ જોઇ રહેલા કુરંગે, પોતાના મોટા ભાઇ સાગરને સાગરમાં નાખી દીધો. પોતાના લઘુ બંધુ દ્વારા સાગરમાં ફેંકાયેલો સાગર પણ લોભ અને પરિગ્રહાભિલાષનો તો પૂજારી હતો જ, એટલે આવા પ્રસંગે તે અશુભ ધ્યાનથી જ વ્યાપ્ત હોય એ સહજ છે. કુરંગ દ્વારા સાગરમાં ફેંકી દેવાએલો તે સાગર, સાગરના જળની પીડાથી પીડિત શરીરવાળો પણ બન્યો. સાગરના જળની અતિશય પીડાથી પીડિત શરીરવાળો અને અશુભ ધ્યાનથી ઉપગત થયેલો તે સાગર, મરીને ત્રીજી નરકમાં નારકી થયો. કુરંગની પણ દુર્દશા: સાગરને આ રીતિએ મારી નાખ્યા બાદ, બહારનો દેખાવ કરવાને માટે કુરંગે પોતાના ભાઇનું મૃતકાર્ય કર્યું, પણ ભાઇના મરવાથી હૃદયમાં તો તે હૃષ્ટ થયો. મોટા ભાઇને મારી નાખવાથી પોતે હવે સઘળીય મીલ્કતનો માલીક બન્યો, એ વિચારથી હુષ્ટ બનેલો કુરંગ જેટલામાં કાંઇક પણ દૂર જાય છે, તેટલામાં તો એકદમ પ્રવહણ ફુટ્યું, અંદરનો લોક ડૂળ્યો અને બધો માલ પણ સાગરમાં ગળી ગયો. અતિ ઉગ્ર પાપ પણ આ લોકમાં ય ફળે છે. એવું આ કુરંગના સંબંધમાં પણ બન્યું. પોતાના વડિલ ભાઈને મારીને સઘળીય લક્ષ્મીના સ્વામી બનવાની લાલસામાં રમતા તેણે ભાઈને માર્યો, પણ તેની લાલસા ફલવતી ન બની. ભાઇનું મૃતકાર્ય કરીને આગળ ચાલ્યો કે તરત જ ઝહાજ ફુટ્ય અને સઘળી મીલ્કત, કે જેના માલિક બનવાની તેની ઇચ્છા હતી, તે દરીયામાં ડૂબી અને સાથેનો લોક પણ દરીઆમાં ડૂળ્યો. કાંઇક આયુષ્ય બાકી, એટલે કુરંગના હાથમાં એક પાટીયું આવ્યું. એ પાટીઆને પામીને એ કુરંગ જેમ-તેમ કરીને ચોથે દિવસે સાગરના તીરે સંપ્રાપ્ત થયો. તીરે પહોંચ્યા પછી પણ, એ બીચારો ધનની અને ભોગની લાલસાથી મુક્ત નથી બન્યો. આવી આપત્તિથી બચ્યા છતાં પણ, તે ધનની અને ભોગની લાલસામાં જ ફસ્યો છે. “ફરીથી પણ ધનનું ઉપાર્જન કરીને હું ભોગોને ભોગવીશ.” આ પ્રમાણે ખૂબ ખૂબ વિચારશીલ બનેલો તે વનમાં ભટકવા લાગ્યો. એ રીતિએ વનમાં ભટકતો તે કોઇ એક વાર સિંહ દ્વારા મરાયો અને “ધૂમપ્રભા' નામની પાંચમી નરકમાં પહોંચ્યો. આખી જીંદગી લોભવશ બની, પરિગ્રહની અભિલાષામાં ઓતપ્રોત થઇ, સાગરે ત્રીજી નરક સાધી અને લોભ તથા પરિગ્રહાભિલાષની કરતાને પણ સાથીદાર બનાવીને કરંગે પાંચમી નરક સાધી, દમનોને મિત્ર રૂપે માની તેને આધીન બનવાનું જ આ કારમું પરિણામ છે. આત્માના હિતને હણનાર લોભ આદિની સાથે મૈત્રી સાધનારાઓ, પોતાના આત્માની સાથે શત્રુતાને જ આચરે છે. પણ લઘુકર્મિતાને પામ્યા વિના આ વાત હૈયામાં જીવી, એ ય મુશ્કેલ છે : જ્યારે ભાગ્યશાળી આત્માઓ તો આવા પ્રસંગોને સાંભળતાં લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાના સંગથી સદાને માટે દૂર રહેવાનો જ વિચાર કરે. Page 179 of 197

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197