Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 184
________________ પ્રભુશાસનને પામવા છતાં પણ સહવા યોગ્ય કષ્ટોથી નાસી છૂટવા મથનારાઓમાં મોક્ષની અભિલાષા છે કે નહિ, એ પણ શંકાસ્પદ વાત છે. સંસારને દુઃખમય માનનારા વિષયકષાય રૂપ સંસારની સાધના સાધુપણામાં પણ કરે, એનાજેવું શોચનીય શું હોઇ શકે ? ખરેખર, પ્રત્યેક હિતકામી મુનિએ આ રાજર્ષિના દુઃખના વિચારને હૃદયમાંથી એક ક્ષણ પણ દૂર કરવા જેવો નથી. જ્યારે જ્યારે આપત્તિ આવી પડે, ત્યારે ત્યારે આ વિચારને જીવંત રાખવાથી આર્તધ્યાન કદી જ સતાવી નહિ શકે. સાચા ધીર બનો ! આ પ્રમાણે ભોગવાએલ નરક અને તિર્યંચગતિનાં દુ:ખોની સ્મૃતિ કર્યા બાદ, એ રાજર્ષિ પોતાના આત્માને ‘ધીર’ એવા સંબોધનથી સંબોધીને કહે છે કે “તે કારણથી કે ધીર ! તે નરકગતિની અને તિર્યંચગતિની વેદનાઓ કરતાં આ અતિ અલ્પ વેદનાઓમાં તું વિષાદ ન કર ! એવો તે કોણ હોય, કે જે સાગરને ઉતરીને ગોપદ જેટલા જલમાં ડૂબી મરે ?” ખરેખર, ધીર તે છે, કે જે પોતે બાંધેલ પાપો ઉદયમાં આવે ત્યારે શાંતિથી સહે. અંગીકત ઉત્તમ વસ્તુના નિર્વાહની તાકાત, એનું જ નામ સાચા અર્થની ધીરતા છે. એવી ધીરતા વિનાનાઓ જો પોતાની જાતને ધીર માનતા હોય, તો તેઓ શબ્દના જ્ઞાનથી પણ વંચિત છે એમ જ માનવું રહ્યું. પોતે જ બાંધેલ અશુભ કર્મના વિપાકનો ભોગવટો કરતાં કાયર બનનારાઓ અને એ વિપાકથી બચવા માટે અનેકાનેક પાપકર્મોનું આચરણ ક૨વા માટે પણ ઉઘુક્ત બનનારાઓ, જો પોતાની જાતને ધીર માનવાને લલચાતા હોય, તો માનવું જ રહ્યું કે-તેઓની અજ્ઞાનતાની અવિધ જ નથી. આ જ કારણે પરમર્ષિ એવા શ્રી કીર્તિચંદ્ર નામના રાજર્ષિ, પોતાના આત્માને ‘ધી૨’ તરીકે સંબોધ્યા પછી કહે છે કે-આ અતિ અલ્પ વેદનાઓમાં તું વિષાદ ન કર ! અન્યથા, ધીરપણું ચાલ્યું જ જશે. અનેક ભયંકરમાં ભયંકર વેદનાઓ સહ્યા છતાં પણ, આવી અતિ અલ્પ વેદનાઓમાં પણ વિષાદ કરવો, એ તો આખો સાગર તરી ગયા પછી ગાયના પગ જેટલા પાણીના ખાબોચીયામાં ડૂબી મરવા જેવું જ ગણાય ! ક્રૂરતાના ત્યાગની સલાહ : આ રીતિએ પાપકર્મના ઉદયથી આવી પડેલી પ્રાણઘાતક આપત્તિના દુઃખને સહવા માટે આત્માને ધી૨ બનાવી દીધા પછી, પરમર્ષિ એવા રાજર્ષિ શ્રી કીર્તિચંદ્ર નામના તે મુનિવર, પોતાના આત્માને કહે છે કે “હે આત્મન્ ! તું વિશુદ્ધ ચિત્તવાળો બન્યો થકો સઘળા ય જીવોમાં ક્રૂરભાવને તજ અને બહુ કર્મના ક્ષયમાં સહાયક એવા સમરવિજયમાં વિશેષ પ્રકારથી ક્રૂરભાવને તજ ! કારણ કે-પૂર્વે પણ તેં ક્રૂરતા નથી કરેલી, તે કારણથી આ ભવમાં તને ધર્મ પ્રાપ્ત થયો છે.” પોતાના ભાઇની, ક્રૂરતાના યોગે થયેલી કારમી દશાને સાંભળ્યા બાદ, રાજર્ષિ ક્રૂરતાથી ઘણા જ દૂર રહેવા ઇચ્છે છે. એ જ કારણે ધી૨ બન્યા પછી સઘળાય જીવોમાં ક્રૂરભાવને તજવાની અને સમરવિજયમાં વિશેષ પ્રકારે ક્રૂરભાવને તજવાની પોતાના આત્માને સલાહ આપે છે. વધુમાં તેઓ એમ પણ માને છે કે-પૂર્વમાં હું ક્રૂરતાનો ઉપાસક બન્યો નહિ, તો આ ભવમાં ધર્મને પામ્યો. હવે જો હું ભૂલ્યો અને ક્રૂરતાના ફંદમાં ફસ્યો, તો Page 184 of 197

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197