Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 182
________________ તારક મુનિપણાનો સ્વીકાર કર્યા પછીથી-તપ, પઠન-પાઠન અને ઉગ્ર વિહાર આદિ નિર્જરાસાધક કરણીઓને યથાશક્તિ આચરનારાઓ જ, મુનિપણાના સ્વીકારને દીપાવી શકે છે અને સફલ બનાવી શકે છે. મુનિપણાના સ્વીકાર માત્રથી કલ્યાણ માની લેનારાઓએ અગર પઠન-પાઠનના નામે તપને તિલાંજલિ દેનારાઓએ, શ્રી કીર્તિચન્દ્ર નામના રાજર્ષિ માટે કથાકાર-પરમર્ષિએ વાપરેલાં- ‘9 તવસોસિયલેહો અને ‘૨ વહુ પઢિયષુદ્ધસિદ્ધતો –આ બે વિશેષણો ખૂબ જ યાદ રાખી લેવા જેવાં છે. એક રાજા જેવો રાજા પણ, સંયમી થયા બાદ ઉગ્ર તપ સાથે શુદ્ધ સિદ્ધાંતના અતિ અભ્યાસમાં ઉદ્યત રહે -એ વસ્તુ સામાન્ય જીવોને માટે ઘણી જ પ્રેરક બનવી જોઇએ. કર્મોના ઉદયની રીબામણમાંથી છૂટી, શ્રી સિદ્ધિપદના ભોક્તા બનવાને માટે, શાસ્ત્રવિહિત શ્રમ કરવામાં જ સાધુપણાના સ્વીકારની સાચી સાર્થકતા છે. સાધુપણું, એ શારીરિક આરામ ભોગવવાનું સાધન નથી. શરીરન સુખશીલીયું બનાવવાને માટે પણ સાધુપણું નથી. લુખ્ખા પંડિત બની માનપાન લુંટવા માટે પણ સાધુપણું નથી. સાધુપણું તો શ્રદ્ધાપૂર્વક કલ્યાણકારી કષ્ટ ભોગવવાનું અને સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રની સાધના દ્વારા કર્મરાજા સાથે રણસંગ્રામ માંડી, સાચા વિજેતા બનવાનું એકનું એક અને અજોડમાં અજોડ સાધન છે. સમરવિજયે રેલો ઉપસર્ગ : કથાકાર-પરમર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-શ્રી કીર્તિચન્દ્ર નામના રાજર્ષિ, કે જેમણે ક્રમશઃ અતિ તપના આસેવનથી દેહને શોષિત કરેલ છે અને શુદ્ધ સિદ્ધાન્તને બહુ પઠિત કરેલ છે, તે ઉદ્યુક્ત ચિત્તવાળા બન્યા થકા અભ્યઘત વિહારને, કે જે અતિશય જ્ઞાન પામ્યા પછીનો એકલ વિહાર હોય છે, તેને અંગીકાર કરે છે. આવા ઉગ્ર વિહારનો સ્વીકાર કરી ચૂકેલા તે ભગવાન્ રાજર્ષિ, જે વખતે કોઇક નગરની બહાર ‘પ્રલંબબાહુ’ બનીને કાયોત્સર્ગમાં ઉભા રહ્યા હતા, તે વખતે કોઇ સ્થાને જઇ રહેલા પાપિઠ એવા સમરના દ્રષ્ટિપથમાં આવ્યા. રાજ્ય તજીને રાજર્ષિ બનેલા એવા પણ વિડેલ બંધુને જોઇને, સ્વાભાવસિદ્ધ કરી છે ક્રૂરતા જેણે એવા તે સમરને, વૈરભાવની જ સ્મૃતિ થાય છે. વૈરને સ્મરતા એવા સમરે, ધ્યાનમાં રહેલ તે રાજર્ષિ મુનિવરની ગરદન ઉપર તલવારનો ઘા કરી, તે મુનિવરને હણ્યા. એ ઘાથી મુનિવરને ભારે વદના થઇ. ભારે વેદનાથી પીડિત થયેલા તે રાજર્ષિ મુનિવર, એકદમ પૃથ્વીના તળ ઉપર પટકાઇ પડ્યા. અતિશય પીડાતા રાજર્ષિએ કરેલા ઉમદા વિચારો : પાપાત્માઓ માટે આ વિશ્વમાં કશું જ અકરણીય નથી હોતું. રાજ્ય તજી મહામુનિ બનેલા એવા આત્મા ઉપ૨ પણ, કા૨મો ઘા કરતાં સમરવિજયના અંતરમાં કંપ ન આવ્યો. ક્રૂરતાની ઉપાસનામાં પડેલાઓમાં આવી જ નિર્દયતા આદિ હોય છે. પાપાત્માઓની જ્યારે આવી દશા હોય છે, ત્યારે પુણ્યાત્માઓની જૂદી જ દશા હોય છે. પાપાત્મા સમરે ગરદનમાં કારમો ઘા કરવાથી તેની કારમી વેદનાના યોગે શ્રી કીર્તિચંદ્ર નામના રાજર્ષિ સહસા પૃથ્વીતળ ઉપર પડ્યા અને ખૂબ ખૂબ પીડાતા હતા ઃ તે છતાં પણ તે ૫૨મર્ષિ કેવા ઉમદા વિચારો કરે છે, એ પણ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. ગૃહસ્થપણામાં જ્યારે તેઓ રાજા હતા ત્યારે પણ, સમર તરફથી અનેક અકાર્યો થવા છતાં પણ, અનુપમ ઉદારતા શ્રી કીર્તિચંદ્ર નરનાથે દર્શાવી છે અને તે પણ એક વાર નહિ પણ અનેક વાર. Page 182 of 197

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197