Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 186
________________ એવા ભવ્યોએ આવાં ચરિત્રો અશુદ્ધ પરિણામના વિરામના હેતુથી જ સાંભળવાં જોઇએ અને આવાં ચરિત્રો એ માટે સાંભળનારાઓએ જે દોષો તજવા માટે હોય તે દોષોને તજીને, ધારણ કરવા લાયક જે જે ગુણો હોય તે તે ગુણોને અગૌણ એટલે મુખ્ય-સુંદર એવી બુદ્ધિથી ધારણ કરવા જોઇએ. આવી આવી અનેક પ્રેરણાઓ આવા ઉપદેશમાંથી મળે છે. આવી સઘળીએ પ્રેરણાઓના પાનદ્વારા, સૌ કોઇ સુવિશુદ્ધ બનો અને શીઘ્ર સિદ્ધિપદના સાધક બનો, એ જ એકની એક મનઃકામના. 炎炎炎 yrðM, ËBÞ,TýÂü મહાનુભાવ આનંદસૂરિની વાણીના શ્રવણથી જેના હૃદયમાં પરમબોધનો પ્રકાશ પડેલો છે, અને જેના અંતરના ઉંડા પ્રદેશમાં ઉત્તમ પ્રકારની ભાવના જાગ્રત થયા કરે છે, એવા મુમુક્ષુની પ્રસન્નમુખમુદ્રા જોઇ મહાત્મા આનંદસૂરિનો આત્મા આનંદમય બની ગયો હતો. તે મહાનુભાવ મધુર અને ગંભીર સ્વરથી બોલ્યા- “ભદ્ર, તારી મુખમુદ્રા જોઇ મારી અંતરવૃત્તિમાં આનંદનો સાગર ઉછળે છે. તારામાં પૂર્વ પુણ્યનો પ્રભાવ વિશેષ છે, એવી મને ખાત્રી થાય છે. ઉત્તમ બોધને પ્રાપ્ત કરી મુખ મુદ્રાને પ્રસન્ન કરનારા ભવિઆત્માઓ આસન્ન સિધ્ધિની કોટીમાં આવી શકે છે, અને અનુક્રમે શિવમાર્ગના પથિક બને છે.” મહાનુભાવ આનંદસૂરિની આ વાણી સાંભળી અતિ હર્ષિત થયેલો મુમુક્ષુ અંજલિ જોડીને બોલ્યો“ભગવદ્, આ સુંદર નીસરણીના ચોથા પગથી ઉપર વિવિધ જાતની રચનાઓ દેખાય છે. તે કૃપા કરી સમજાવો.” આનંદસૂરિ આનંદ દર્શાવી બોલ્યા- “વત્સ, આ ચોથા પગથીઆને સૂક્ષ્મદ્રષ્ટિથી જો. અને તેની રચનાનું Page 186 of 197

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197