________________
જે પામેલા હોઇએ તે જાય, એવો સંભવ જ્યાં હોય, ત્યાં સમ્યક્ત્વ આવે એવું તો બને જ શાનું ? એક-બે વાર નહિ પણ અનન્સી વાર સાધુપણું લીધું હોય અને સાધુપણાને લઇને પણ સારી રીતિએ એને પાળ્યું હોય, એટલે કે-અતિચાર ન લાગે એવી રીતિએ સાધુપણાના આચારો સેવ્યા હોય, આમ છતાં પણ સમ્યકત્વ પ્રગટ્યું ન હોય, એવા જીવો પણ આ સંસારમાં હોય છે એમ શાસ્ત્ર કહે છે.
સ. સાધુપણું સમ્યક્ત્વ વિના લીધું હોય ?
આના પાલનથી સ્વર્ગાદિનાં સુખ મળે છે એવું સાંભળીને સ્વર્ગાદિના સુખ માટે સાધુપણું લે અને સારી રીતિએ પાળે તો એ પણ બનવાજોગ વસ્તુ છે. વિષય-કષાયના જોરે ઉત્કટ તપ કરે અને ઉત્કટ ચારિત્ર પાળે એય સંભવિત છે. સાધુપણાથી સાચો ગુણ તેને જ થાય, કે જેને સંસારનું કોઇ સુખ સુખ રૂપ લાગે નહિ. એ સાધુ વળી, આનું દુઃખ આમ ટાળો ને તેનું દુ:ખ તેમ ટાળો, એવી. પાપમય પ્રવૃત્તિમાં પડતો હશે ?
સ, પ્રભાવના થાય ને ?
ઘર વેચીને વરો કરનારો ડાહ્યો કહેવાય ? ઘરબાર બધું વેચીને વરો કરે અને વરામાં એવું જમાડે કે જમનારને જમણ યાદ રહી જાય, પણ બીજા દિવસથી પોતાનું પેટ ભરવાને એ ભીખા માગવાને નીકળે, તો એ સારો કહેવાય ? લોક, જમી જનાર લોક પણ એને શું કહે ? “બેવકૂફ! તને કોણે વરો આ રીતિએ કરવાનું કહ્યું હતું ?' –એમ જ લોક એને કહે ને ? એમ સાધુપણાને ભૂલી જઇને પ્રભાવના કરવા નીકળનારાને જ્ઞાની શું કહે ? જે ધર્મને પોતે જ ધક્કે દે છે, એ વળી એ ધર્મની પ્રભાવના કરશે ? એ, ધર્મની પ્રભાવના કરે કે અધર્મની ? મોક્ષનાં સાધન-તેની ટૂંક રૂપરેખા :
સભ્યદૃર્શન-જ્ઞાન-વારિત્રા િમોક્ષમાર્ગઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર, એ ત્રણે મળી મોક્ષનું સાધન છે. મોક્ષનું સ્વરૂપ :
બંધના કારણોનો અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય તે મોક્ષ છે. અર્થાત્ જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ઠા એજ મોક્ષ છે. સાધનોનું સ્વરૂપ -
જે ગુણ એટલે શક્તિના વિકાસથી તત્ત્વની અર્થાત સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય-છોડી દેવા યોગ્ય અને ઉપાદેય-સ્વીકારવા યોગ્ય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે સમ્યગ્દર્શન' છે.
નય અને પ્રમાણથી થનારૂં જીવાદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન તે “સમ્યજ્ઞાન છે અને સમ્યજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવોની એટલે રાગદ્વેષની અને યોગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપ રમણ થાય છે એજ “સમ્યફચારિત્ર' છે. એ ચારિત્રના પરિણામશુદ્ધિની તરતમતાની અપેક્ષાએ સામાયિક આદિ પાંચ ભેદ છે. સાધનોનું સાહચર્ય -
ઉપર જણાવેલા ત્રણે સાધનો જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મોક્ષનો સંભવ છે. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે, ત્યાં સુધી પરિપૂર્ણ મોક્ષ થઇ શકતો નથી. ઉદાહરણ
Page 89 of 197