________________
જિનપૂજાને અર્થે જવાય, તેને પણ સર્વોપચાર વાળી શ્રી જિનપૂજા કહેવાય છે. વિધિબહુમાનની જરૂર :
આમ તો શ્રી જિનપૂજાના વિષયમાં, શ્રી જિનમન્દિર બાંધવાના વિષયમાં, શ્રી જિનપ્રતિમા ભરાવવાના વિષયમાં અને શ્રી જિનપ્રતિમાની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવવાના વિષયમાં ઘણું ઘણું જાણવા જેવું છે અને શ્રાવકોએ તો ખાસ કરીને તેનો અભ્યાસ કરવો જોઇએ. શ્રાડ સદગુરૂઓની નિશ્રામાં શ્રાવકોનાં કર્તવ્યો આદિના સંબંધમાં અભ્યાસ કરનારા બની જાય, તો જ જેનસમાજ માટે સમુqલ પ્રભાતનું દર્શન શક્ય બને આજે તો શ્રી જિનપૂજા આદિમાં ખૂબ ખૂબ ઉપેક્ષાભાવ વધી ગયો છે; એથી ઘણાઓ તો શ્રી જિનપૂજા કરતા નથી અને જેઓ શ્રી જિનપૂજા કરે છે, તેઓમાં પણ વિધિપૂર્વક શ્રી જિનપૂજા કરવાની વૃત્તિવાળા કેટલા છે, એ શોધવું પડે તેમ છે. એના યોગે આજ વહીવટમાં પણ અવિધિ પેસી ગયો છે. પૂજા અને વહીવટમાં અવિધિ હોય-એ એટલું બધું દુઃખદ નથી, કે જેટલું અવિધિનો જ આગ્રહ હોય એ દુઃખદ છે. એકેએક ધર્માનુષ્ઠાનને શ્રી જિનોક્ત વિધિથી આચરવાનો આપણને આગ્રહ હોવો જોઇએ. જેમ અનુષ્ઠાન પ્રત્યે બહુમાન આવશ્યક છે, તેમ તેના વિધિ પ્રત્યેનું બહુમાન પણ આવશ્યક છે. વિધિ પ્રત્યે બહુમાન હોવા છતાં પણ અવિધિ થઇ જવાનો સંભવ ઓછો નથી, પરન્તુ લક્ષ્ય તો વિધિ મુજબ જ કરવાનું હોવું જોઇએ. વિધિ મુજબ કરવાનું લક્ષ્ય હોય તો વિધિને જાણવાનો પ્રયત્ન થાય, વિધિને જાણીને આચરવાનો પ્રયત્ન થાય, વિધિને આચરવાનો પ્રયત્ન કરવા છતાં પણ અવિધિ થઇ જાય તો તેનો પશ્ચાતાપાદિ થાય તથા અવિધિને ટાળવાનો શક્ય પ્રયત્ન થાય. અવિધિ થતો હોય ને કોઇ અવિધિદોષ બતાવે, તો તેથી ગુસ્સો આવે નહિ પણ આનંદ થાય અને વિધિપૂર્વક અનુષ્ઠાનને સેવનારાઓને જોઇને તેમની અનુમોદનાદિ કરવાનું મન થાય. શ્રી જિનપૂજાથી થતા લાભો
વિધિપૂર્વક શ્રી જિનપૂજા આદિ કરનારાઓને અનુપમ લાભોની પ્રાપ્તિ થયા વિના રહેતી. નથી. પોતાના વિભવને અનુસાર ઉત્તમોત્તમ દ્રવ્યોથી, વિધિબહુમાનપૂર્વક અને ભાવશુદ્ધિપૂર્વક, જે આત્માઓ શાત્રે દર્શાવેલા વિવિધ પ્રકારોથી શ્રી જિનપૂજા કરે છે, તે આત્માઓ પોતાના સમ્યકત્વને નિર્મલ બનાવે છે તેમજ પોતાના ચારિત્રમોહનીય કર્મના અંતરાયને પણ છેદનારા બને છે. આવા જ હેતુથી યથાવિધિ શ્રી જિનપૂજા કરવી જોઇએ. શ્રી જિનપૂજાના લાભોને વર્ણવતાં, આ જ વિંશિકામાં, શાસ્ત્રકાર પરમર્ષિ માવે છે કે-આ વિંશિકામાં ઉપર, બતાવેલી રીતિએ જે આત્માઓ શ્રી જિનપૂજા કરે છે, તેઓ તેનું ફ્લ આલોકમાં પણ પામે છે, પરલોકમાં પણ પામે છે અને અન્ત સર્વોત્તમ ફ્લને પણ એટલે મોક્ષદ્યને પણ પામે છે. શ્રી જિનપૂજાના યોગે પાપનો ક્ષય થાય છે અને તેથી શ્રી જિનપૂજક આત્માને આ લોકમાં પણ સુન્દર સમાધિની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનપૂજાના યોગે પુણ્ય બંધાય છે અને તે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, એટલે શ્રી જિનપૂજક આત્માને એ પુણ્યના વશથી પરલોકમાં ગૌરવપૂર્ણ ભોગોની પ્રાપ્તિ થાય છે. ગૌરવપૂર્ણ ભોગોની પ્રાપ્તિ, એ જેમાં બાહ્ય ભોગસામગ્રીની ઉત્તમતાને સૂચવે છે, તેમ આન્તરિક ઉત્તમતાને પણ સૂચવે છે. એ ભોગો ઉત્તમ જાતિના હોય છે અને એ કાલમાં એ ભોગોના ભોક્તા આત્માનો વિરાગ પણ વિશુદ્ધ કોટિનો હોય.
Page 102 of 197