________________
એમના મનમાં રહ્યું જ હશે ને ? એટલે જ, શ્રી વજબાહુએ મશ્કરીને પણ પરમ અર્થની સાધક તરીકે ખતવી ને ?
અને, મનોરમાની બાબતમાં શું કહ્યું ? અને કેવું પૂછી નાંખ્યું ? મનોરમાની હાજરીમાં સાળાને આવું પૂછાય ? આ રીતિએ શ્રી વજબાહુએ મનોરમાને પણ માર્ગ ચીંધી દીધો ને ? મનોરમા. કુલીન હતી, માટે જ “કુલીન હશે તો દીક્ષા લેશે, નહિ તો તેણીનો માર્ગ કલ્યાણકારી હો !” –એવાં વચનો એ શાન્તિથી સાંભળી શકી ને ? તેણીએ તો નિર્ણય એ જ કરી લીધેલો છે, પણ તેણીમાં જરાક જો અકુલીનતા હોત તો એ શો નિર્ણય કરત?
તમને ભોગનો રોગ વળગ્યો હોય તોય તમે પત્ની તરીકે કુલીનને જ પસંદ કરો ને ? કદાચ ખબર ન હોય ને પરણ્યા પછી માલૂમ પડે કે- “આ તો અકુલીન છે.' તો તમે અકુલીનને તજવાને તૈયાર થાવ ખરા ? પાપવશ ભોગ ભોગવવા પડે તોય તેમાં પણ અમુક અમુક નીતિનિયમોના પાલનનો આગ્રહ તો ખરો ને ?
સ. પુરૂષ અકુલીન જણાય તો સ્ત્રીએ શું કરવાનું ?
એનાય રસ્તા છે. પરણેલો પુરૂષ અકુલીન જ છે એવી ખાતરી જો થઇ જાય, તો એ સાધ્વી થવાનો માર્ગ લે અથવા સતીના માર્ગે જીવે. સ્ત્રીઓ ધારે તો અકુલીનને કુલીન બનાવી શકે, પણ એવાય પુરૂષ હોય કે ઠેકાણે આવે નહિ; તો સમજુ સ્ત્રીઓને સાધ્વી બનતાં અગર સતીના માર્ગે જીવતાં આવડે કે નહિ ? સ્ત્રીઓ જો સમજુ હોય અને જો એ ધારે તો એ ઘણી મક્કમ રહી શકે છે.
દ્રૌપદીને પાંચ હતા ને ? પણ, પાંચના વારા એ સતી કેવી મક્કમતાથી જાળવતી હતી, એ જાણો છો ? અર્જુનનો વારો હોય, તો ભીમ કે ચારમાંનો બીજો કોઇ એ તરફ કી પણ શકે નહિ ! સંયોગવશ પાંચ મળેલા, પણ સતી તરીકે જ એ જીવી, કેમ કે-એ કુલીન હતી.
આજે કુલીનતા અને અકુલીનતા જેવી વાત ક્યાં રહી છે ? નહિ જ હોય એમ નહિ, પણ આજે તો વર્ણસંકરતા જ ક્લી-ફાલી રહી છે. એને લઇને, સારાં સારાં ગણાતાં કુટુમ્બોમાં પણ આચાર-વિચારનું ઠેકાણું રહ્યું નથી. આજે અનાચાર અને અસવિચારનું સામ્રાજ્ય કેટલું બધું
ફ્લાયું છે ? પહેલાં તો કહેવાતું કે-જાત વગર ભાત પડે નહિ ! કુલીન સ્ત્રી-પુરૂષને માટે ધર્મની પ્રાપ્તિને સુલભ માની છે અને એથી ઉત્તમ કળ-જાતિ વગેરેનું મહત્ત્વ પણ શાસ્ત્ર માન્ય રાખ્યું છે. આમ છતાં, અકુલીન કુળમાં કોઇ જીવ પાપના ઉદયે આવી ગયો હોય, પણ પૂર્વે ધર્મ કરીને આવ્યો હોય અને એના એ પૂર્વભવના સંસ્કાર જાગૃત થાય ને એ ધર્મ પામી જાય એવું પણ બને. વાત એ છે કે-આપણે કુળ જાતિ વગેરેની અસરમાં માનતા જ નથી એવું નથી, પણ આ કાળમાં ઉત્તમ ગણાતા જાતિ-કુળની પણ પહેલાં જે ઉત્તમ અસર હતી, તે બહુ ભૂંસાઇ ગઇ છે, કેમ કે- આચાર-વિચારમાં અને સંસ્કારમાં મોટો પલટો આવી ગયો છે.
શ્રી વજબાહુએ, ઉદયસુન્દરે કહેલી વાતોનો ક્રમસર જવાબ આપી દીધા પછીથી છેલ્લે કહ્યું કે- “માટે તમે અમને દીક્ષા ગ્રહણ કરવામાં અનુમતિ આપો અને તમે પણ અમારી પાછળ ચાલો, એટલે કે-તમે પણ દીક્ષા ગ્રહણ કરો ! આપણે તો ક્ષત્રિય છીએ અને પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ જ ક્ષત્રિયોનો કુળધર્મ છે.”
આ રીતિએ શ્રી વજબાહુએ ઉદયસુન્દરને પ્રતિબોધ પમાડી દીધો. બધાં પહાડ ઉપર જ્યા ગુણ રૂપી રત્નોના સાગર એવા શ્રી ગુણસાગર નામના મહાત્મા હતા ત્યાં પહોંચી ગયાં. ત્યાં પહોંચીને
Page 121 of 197