SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ એમના મનમાં રહ્યું જ હશે ને ? એટલે જ, શ્રી વજબાહુએ મશ્કરીને પણ પરમ અર્થની સાધક તરીકે ખતવી ને ? અને, મનોરમાની બાબતમાં શું કહ્યું ? અને કેવું પૂછી નાંખ્યું ? મનોરમાની હાજરીમાં સાળાને આવું પૂછાય ? આ રીતિએ શ્રી વજબાહુએ મનોરમાને પણ માર્ગ ચીંધી દીધો ને ? મનોરમા. કુલીન હતી, માટે જ “કુલીન હશે તો દીક્ષા લેશે, નહિ તો તેણીનો માર્ગ કલ્યાણકારી હો !” –એવાં વચનો એ શાન્તિથી સાંભળી શકી ને ? તેણીએ તો નિર્ણય એ જ કરી લીધેલો છે, પણ તેણીમાં જરાક જો અકુલીનતા હોત તો એ શો નિર્ણય કરત? તમને ભોગનો રોગ વળગ્યો હોય તોય તમે પત્ની તરીકે કુલીનને જ પસંદ કરો ને ? કદાચ ખબર ન હોય ને પરણ્યા પછી માલૂમ પડે કે- “આ તો અકુલીન છે.' તો તમે અકુલીનને તજવાને તૈયાર થાવ ખરા ? પાપવશ ભોગ ભોગવવા પડે તોય તેમાં પણ અમુક અમુક નીતિનિયમોના પાલનનો આગ્રહ તો ખરો ને ? સ. પુરૂષ અકુલીન જણાય તો સ્ત્રીએ શું કરવાનું ? એનાય રસ્તા છે. પરણેલો પુરૂષ અકુલીન જ છે એવી ખાતરી જો થઇ જાય, તો એ સાધ્વી થવાનો માર્ગ લે અથવા સતીના માર્ગે જીવે. સ્ત્રીઓ ધારે તો અકુલીનને કુલીન બનાવી શકે, પણ એવાય પુરૂષ હોય કે ઠેકાણે આવે નહિ; તો સમજુ સ્ત્રીઓને સાધ્વી બનતાં અગર સતીના માર્ગે જીવતાં આવડે કે નહિ ? સ્ત્રીઓ જો સમજુ હોય અને જો એ ધારે તો એ ઘણી મક્કમ રહી શકે છે. દ્રૌપદીને પાંચ હતા ને ? પણ, પાંચના વારા એ સતી કેવી મક્કમતાથી જાળવતી હતી, એ જાણો છો ? અર્જુનનો વારો હોય, તો ભીમ કે ચારમાંનો બીજો કોઇ એ તરફ કી પણ શકે નહિ ! સંયોગવશ પાંચ મળેલા, પણ સતી તરીકે જ એ જીવી, કેમ કે-એ કુલીન હતી. આજે કુલીનતા અને અકુલીનતા જેવી વાત ક્યાં રહી છે ? નહિ જ હોય એમ નહિ, પણ આજે તો વર્ણસંકરતા જ ક્લી-ફાલી રહી છે. એને લઇને, સારાં સારાં ગણાતાં કુટુમ્બોમાં પણ આચાર-વિચારનું ઠેકાણું રહ્યું નથી. આજે અનાચાર અને અસવિચારનું સામ્રાજ્ય કેટલું બધું ફ્લાયું છે ? પહેલાં તો કહેવાતું કે-જાત વગર ભાત પડે નહિ ! કુલીન સ્ત્રી-પુરૂષને માટે ધર્મની પ્રાપ્તિને સુલભ માની છે અને એથી ઉત્તમ કળ-જાતિ વગેરેનું મહત્ત્વ પણ શાસ્ત્ર માન્ય રાખ્યું છે. આમ છતાં, અકુલીન કુળમાં કોઇ જીવ પાપના ઉદયે આવી ગયો હોય, પણ પૂર્વે ધર્મ કરીને આવ્યો હોય અને એના એ પૂર્વભવના સંસ્કાર જાગૃત થાય ને એ ધર્મ પામી જાય એવું પણ બને. વાત એ છે કે-આપણે કુળ જાતિ વગેરેની અસરમાં માનતા જ નથી એવું નથી, પણ આ કાળમાં ઉત્તમ ગણાતા જાતિ-કુળની પણ પહેલાં જે ઉત્તમ અસર હતી, તે બહુ ભૂંસાઇ ગઇ છે, કેમ કે- આચાર-વિચારમાં અને સંસ્કારમાં મોટો પલટો આવી ગયો છે. શ્રી વજબાહુએ, ઉદયસુન્દરે કહેલી વાતોનો ક્રમસર જવાબ આપી દીધા પછીથી છેલ્લે કહ્યું કે- “માટે તમે અમને દીક્ષા ગ્રહણ કરવામાં અનુમતિ આપો અને તમે પણ અમારી પાછળ ચાલો, એટલે કે-તમે પણ દીક્ષા ગ્રહણ કરો ! આપણે તો ક્ષત્રિય છીએ અને પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ જ ક્ષત્રિયોનો કુળધર્મ છે.” આ રીતિએ શ્રી વજબાહુએ ઉદયસુન્દરને પ્રતિબોધ પમાડી દીધો. બધાં પહાડ ઉપર જ્યા ગુણ રૂપી રત્નોના સાગર એવા શ્રી ગુણસાગર નામના મહાત્મા હતા ત્યાં પહોંચી ગયાં. ત્યાં પહોંચીને Page 121 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy