Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 176
________________ લોભ અને પરિગ્રહાભિલાષ નામના બે ભયંકર દોષો, કે જે દુખનની ગરજ સારનારા છે, તેઓને મિત્ર માનવાની બુદ્ધિ એ કારમી બુદ્ધિ છે. આત્માના અનેક શત્રુઓને પ્રોત્સાહન આપનારા આ બે શત્રુઓ છે. આ બે શત્રુઓને જો શત્રુઓ તરીકે ન ઓળખાય, તો તે આત્માના મિત્ર જેવા બનીને આત્માના હિતનું કાસળ કાઢનારા છે. એવા કારમા શત્રુઓ કોઇ પણ પ્રકારે મિત્રો ન મનાઈ જાય, એની ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. પૌદ્ગલિક પદાર્થોનો લોભ, એ ખરેખર પાપોનો બાપ જ છે. એ આત્માનો મિત્ર બને, તેની સાથે જ આત્મામાં પરિગ્રહનો અભિલાષ ઉગ્રપણે જન્મ્યા વિના રહેતો નથી. આ બન્ને ઉગ્રપણે આત્મા ઉપર સ્વામિત્વ મેળવે છે, પછી આત્મામાં સાચા સ્વામિઓને માનવાની લાયકાત રહેતી નથી. એવા આત્માઓ દેવ-ગુરૂની આજ્ઞાની કારમી અવગણના કરે, એમાં નવાઈ પામવા જેવું નથી. એવા આત્માઓ ઉપકારી માતા-પિતાની હિતકર આજ્ઞાની પણ ઉપરવટ થાય, એમાં કશું જ આશ્ચર્ય પામવાનું કારણ નથી. આપણે જોયું કે- “મદન” શેઠના પુત્રો એ શત્રુઓ રૂપ મિત્રોની પ્રેરણાથી જ, માતા-પિતાએ નિષેધ કરવા છતાં પણ, વેચવાનો માલ લઇને દ્રવ્યનું ઉપાર્જન કરવાને માટે દેશાત્તરમાં ચાલ્યા. મહાલોભ અને મહાપરિગ્રહનો અભિલાષ, આત્માને અતિ હીન કોટિનો પણ નફફટ બનાવી શકે છે અને એથી તેવા આત્માઓ આ વિશ્વમાં પણ ફીટકારને પામનારા બની જાય રસ્તામાં લુંટાવું અને પત્તને પહોંચવું હવે આપણે અહીં શું બને છે તે જોઇએ. પાપનો ઉદય પણ પોતાનું કાર્ય કર્યા વિના રહેતો નથી. પુણ્યનો ઉદય જેમ અનુકૂળતા કરી આપે છે, તેમ પાપનો ઉદય પ્રતિકૂળતા ઉભી કર્યા વિના રહેતો નથી. માતા-પિતાએ વારવા છતાં ધન કમાવાને માટે પરદેશમાં ચાલેલા તેઓને, અંતરાય કર્મના ઉદયથી રસ્તામાં ભિલ્લો મળ્યા. તે ભિલ્લોએ સાગર અને કુરંગની પાસે જે ધન હતું, તેમાંનું ઘણું ધન લુંટી લીધું. કમાવા જતાં પ્રથમ તો ગુમાવાનો પ્રસંગ ઉભો થયો. એકલા ઉદ્યમથી કાર્યસિદ્ધિ માનનારા ખરે જ અજ્ઞાન છે. અંતરાયના ઉદય સમયે પણ થોડું પુણ્ય બાકી હતું, એટલે અંતરાયના ઉદયથી લુંટાયા તો ખરા, પણ થોડું દ્રવ્ય તેઓ પાસે બચી ગયું. લુંટાયા એ પાપના ઉદયથી અને થોડું પણ રહેવા પામ્યું એમાં પુણ્યનો ઉદય માનવો જ રહ્યો. પુણ્યના ઉદયથી રહી જવા પામેલા તે થોડા દ્રવ્યને લઇને, તે બન્ને “ધવલપુર' નામના પત્તને પહોંચ્યા. પાપવ્યાપારોની વૃદ્ધિ: તે નગરમાં પહોંચેલા તે બન્નેએ, પોતાની પાસે જે દ્રવ્ય બાકી રહ્યું હતું, તેનાથી ધવલપુર નામના તે પત્તનમાં એક હોટ ગ્રહણ કરી. હાટ ગ્રહણ કરીને તેઓ તે પત્તનમાં વ્યવસાય કરે છે. એ વ્યવસાયમાં તે બે ભાઇઓ બે હજાર સોનૈયા પેદા કરે છે, પણ તે પેદા કરતાં તેઓને હજારો દુ:ખો ભોગવવાં પડ્યાં છે. હજારો દુઃખોથી બે હજાર સોનૈયા પેદા કરે છે, તે છતાં પણ તેઓની તૃષ્ણા શમતી નથી પરંતુ વૃદ્ધિ જ પામે છે. લોભ અને પરિગ્રહાભિલાષ, એ એવા પાપમિત્રો છે કે-તેઓને વશ થયેલા આત્માઓ હજારો દુઃખો ભોગવવા છતાં, તૃષ્ણા ઉપર કાબૂ મેળવી શકતા નથી. હજારો દુ:ખોએ કરીને બે હજાર સોનૈયા મેળવ્યા તો ખરા, પણ તે બે હજાર સોનૈયાથી તેઓની તૃષ્ણા શમી નહિ, પણ ઉલ્ટી ખૂબ ખૂબ વધી. વધી ગઈ છે અતિશય તૃષ્ણા જેઓની એવા Page 176 of 197

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197