Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 159
________________ શોભાને પામી શકતી નથી. તે ચંપાનગરી તો સમૃદ્ધિશાલિની પણ હતી અને તેમાં ઉત્તમ પુરૂષોનો નિવાસ પણ હતો. નરનાથ શ્રી કીર્તિયન્દ્ર : આ જાતિની નગરીની આબાદી, સામાન્ય રીતિએ તેના માલિકની ઉત્તમતાની પણ સૂચક જ ગણાય છે. અધમ માલિકની છાયાવાળી નગરી કદાચ સમૃદ્ધ હોય, પણ ઉત્તમ પુરૂષોને સુખરૂપ નિવાસ તેમાં ન હોય. આ નગરીમાં તા સમૃદ્ધિની તેમજ સદાચારોની પણ આબાદી હતી અને રાજા પણ એવા હતા, કે જેમની માલિકીની નગરી આવી આબાદ હોય, તે સ્વાભાવિક જ ગણાય. એ નગરીમાં શ્રી કીર્તિયન્ત્ર નામે નરનાથ હતા. નાથ તે કહેવાય છે, કે જે યોગ અને ક્ષેમના કરનાર હોય. અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવી આપવી એને યોગ કહેવાય છે અને પ્રાપ્તનું રક્ષણ કરાય એને ક્ષેમ કહેવાય છે. જેઓના નાથપણાને સ્વીકાર્યું, તેઓને નિર્વાહ અને ઉન્નતિસાધના આદિ માટે જે જે આવશ્યક હોય, તેની પ્રાપ્તિ ન થઇ હોય તો પ્રાપ્તિ કરાવી દેવી અને પ્રાપ્તિ થઇ હોય તો તેના સંરક્ષણની કાળજી રાખવી, એ નાથપણાને પામેલા આત્માઓની ફરજ છે. આ રીતિએ યોગ અને ક્ષેમને નહિ કરનારાએ સાચા રૂપમાં નાથ બની શકતા નથી. યોગ અને ક્ષેમને નહિ કરનારાઓ નાથ હોય અગર પોતાને નાથ કહેવડાવતા હોય, તો પણ તેઓ નામના જ નાથ છે અને નાથપણાને કલંકિત કરનારા છે. પ્રજાના યોગ અને ક્ષેમને ક૨ના૨ જ નરનાથ કહેવાય અને શ્રી કીર્તિચન્દ્ર રાજા, નામના જ નહિ પણ અર્થસંપન્ન નરનાથપણાને ધરનારા હતા. નાથ બનનારની ફરજ ઃ યોગ અને ક્ષેમને કરવાપણાની વાત કેવળ રાજાઓને અંગે જ નથી. જ્યાં જ્યાં થોડા કે વધુ પ્રમાણમાં ‘નાથ’ પણું હોય, ત્યાં ત્યાં સર્વત્ર આ વસ્તુ હોવી ઘટે. જે જેનો નાથ હોય, તેણે તેના આશ્રિત આદિના યોગ અને ક્ષેમને ક૨વા માટેની તત્પરતા દાખવવી જ જોઇએ. ધર્મસામ્રાજ્યમાં ‘નાથ’ પણાને ભોગવતા આચાર્યાદિએ ધર્મી જગતના યોગ અને ક્ષેમ તરફ કાળજી રાખવી જ જોઇએ. ધર્મના અર્થી આત્માઓ ધર્મને પામે, ધર્મને પામેલાઓ સ્થિરતા પામી વિશેષ વિશેષ ધર્મને પામે અને તેઓના પ્રાપ્ત ધર્મને બાહ્ય કે આભ્યન્તર શત્રુઓ આદિ દ્વારા હાનિ ન પહોંચે, એની ધર્માચાર્ય આદિએ કાળજી રાખવી જોઇએ. એ જ રીતિએ શ્રીસંઘના અગ્રેસરો આદિએ પણ, પોતાની ફરજ વિચારી તેનો શક્ય અમલ કરવાની ઉઘુક્તતા દાખવવી જોઇએ. કહેવડાવવું નાથ, નાથ તરીકેનાં માન-પાન લેવાં અને યોગ-ક્ષેમ કરવાની પોતાની ફરજ તરફ બેદરકાર રહેવું, એ નાથ તરીકેનું ભયંકરમાં ભયંકર કલંક જ ગણાય. એવું નાથપણું તો સ્વપરનું તા૨ક બનવાને બદલે કદાચ સ્વપરને કારમી રીતિએ ડૂબાવનારૂં પણ બની જાય. એટલે જેટલે જેટલે અંશે આપણે ‘નાથ’પણાને પામ્યા હોઇએ, તેટલે તેટલે અંશે ‘નાથ’ તરીકે આપણી કયી કયી ફ૨જો છે તેનો અને તેના શક્ય અમલ આદિ માટેનો પણ આપણે વિચાર કરવો જ જોઇએ. સુજનો રૂપી મુદો માટે ચન્દ્ર સમાન ઃ શ્રી કીર્તિચન્દ્ર સાચા રૂપમાં નરનાથ હતા અને એથી જ તેઓ, સુજનો રૂપી કુમુદો એટલે ચન્દ્રવિકાસી Page 159 of 197

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197