Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 160
________________ કમલોનું જે વન, તેને વિકસિત કરવાને માટે ચંદ્રમા સમાન હતા, એવું તેમને માટે અહીં વર્ણન કરવામાં આવ્યું છે. સુજનો રૂપી કુમુદોને માટે ચન્દ્ર સમાન બનવું, એ સહેલું નથી. નરનાથ તરીકેની યોગ્યતાને સંપાદન કર્યા વિના, કોઇ પણ રાજા સુજનો રૂપી કુમુદોને માટે ચન્દ્ર સમાન બની શકતો નથી. સુજનો તેઓ જ કહેવાય છે; ક જેઓ દુરાચારોથી પરાડમુખ રહે છે અને સદાચારોથી એક ડગલું પણ આવું ખસતા નથી. આવા સુજનોને તે જ રાજા સંતોષ અને આનંદ તેમજ વિકાસ પમાડી શકે, કે જે રાજા ઉત્તમ હૃદયને અને ઉત્તમ આચારોને ધરનારો હોય. સુજનો કેવળ વીર અગર વિજેતા રાજાને પામીને તોષ પામનારા હોતા નથી, પણ ન્યાયસંપન્ન, શીલસમૃદ્ધ અને કર્તવ્યપરાયણ રાજાને પામીને જ તોષ પામનારા હોય છે. આથી કોઈ પણ રાજાને માટે જ્યારે એવું વર્ણન આવે કે તે રાજા સુજનો રૂપી કુમુદોના વનને માટે ચન્દ્રમાં સમાન હતા. એટલે સમજી જ લેવું રહ્યું કે-તે રાજા સાચા રૂપમાં યશસ્વી નરનાથપણાને ધરનારા હતા અથવા તો તે રાજા પોતાને છાજતા ઉત્તમ આચાર-વિચારોને ધરનારા હતા. શ્રી કીર્તિચન્દ્ર રાજા, કે જેમને અહીં “અક્રૂર' તરીકે સૂચવવામાં આવ્યા છે, તેઓ ખરેખર તેવા જ હતા, એમ તેમને માટે વર્ણવેલા પ્રસંગો દ્વારા પણ જાણી શકાય છે. સમરકુમાર નામે નાનો ભાઇ : આવા, સુજનો રૂપ કુમુદને માટે ચન્દ્ર સમાન શ્રી કીર્તિચન્દ્ર રાજાનો એક નાનો ભાઈ હતો. તેનું નામ હતું-સમરવિજય કુમાર. શ્રી કીર્તિચન્દ્ર વડિલ હોવાના કારણે રાજપદે વિરાજમાન હતા અને સમરકુમાર લઘુ હોઇને યુવરાજપદે હતો. એક રાજા છે અને બીજો યુવરાજ છે, સાથે રહે છે, છતાં એક ગુણોને ધરનારા છે અને બીજા દોષમય જીવનને જીવનારો છે. ઘનસમયને સુમુનિની ઉપમા ગુણમયતાનો અને દોષમયતાનો વિશેષ અનુભવ તો તેવા કોઈ પ્રસંગે જ થાય છે, એટલે આ બેના ગુણદોષના વધુ વર્ણનમાં નહિ ઉતરતાં, કથાકાર-પરમર્ષિએ તેવા પ્રસંગનું જ વર્ણન શરૂ કર્યું છે. જે વખતે સુજનો રૂપી કુમુદોના વનને માટે ચન્દ્રમા સમા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ ચંપાનગરીના સ્વામિત્વને ભોગવી રહ્યા છે, તે સમયમાં એક વાર વર્ષાઋતુનો સમય આવ્યો. અહીં ઘનસમય એટલે વર્ષાઋતુના સમયને કથાકાર-પરમર્ષિએ “સુમુનિ' ની ઉપમા આપવા સાથે પાંચ વિશેષણોથી વર્ણવ્યો છે. આ પાંચ વિશેષણો એવાં છે, કે જે સુમુનિના સ્વરૂપને પણ સ્પષ્ટ કરે છે અને ઘનસમયના સ્વરૂપને પણ સ્પષ્ટ કરે છે. ઉપકારી મહાપુરૂષોનું કાવ્યકૌશલ્ય પણ કેવું હોય છે, તેને સમજવા માટેનો આ એક સુન્દર નમુનો છે. સાચા ઉપકારમાર્ગને પામેલા પરમર્ષિઓની દરેક પ્રવૃત્તિ સ્વપર-ઉપકારને માટે જ હોય છે. સાચા ઉપકારિઓ કાવ્ય રચે તોય એવું રચે, કે જે યોગ્ય આત્માઓને સાચા કલ્યાણ માર્ગે જ દોરનારું હોય. ઉપકારી મહાપુરૂષો કેવળ વાણીવિલાસ માટે કે કાવ્યચાતુર્ય દર્શાવવાને માટે જ કાવ્યાદિ રચવાને પ્રેરાય એ શક્ય જ નથી. ઘનસમય રાજપ્રસરને અટકાવનાર અને સુમુનિ રાણપ્રસરને હણનાર હોય છે : Page 160 of 197

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197