Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 173
________________ તજવો જોઇએ, ક્રોધને તજવા માટે પરિગ્રહાભિલાષને તજવો જોઇએ, પરિગ્રહાભિલાષને તજવા માટે લોભને તજવો જોઇએ, લોભને તજવા માટે રાગને તજ જોઇએ અને રાગને તજવા માટે મોહથી મુક્ત બનવું જોઇએ-એમ આ વર્ણન ઉપરથી ધ્વનિત થાય છે. આ બધાનો સારી રીતિએ ત્યાગ થવો, એ એકદમ શક્ય નથી, છતાં અભ્યાસ અશક્ય પણ નથી. સુવિવેકપૂર્વક પ્રયત્નશીલ બનવામાં આવે, તો મોહરાજાના સામ્રાજ્યથી મૂકાવું એ શકય જ છે. નાનામાં નાની પણ ધર્મકરણી આ હેતુથી જ કરવાની છે. આ કથાના શ્રવણનો હેતુ પણ એ જ હોવો જોઇએ. રાગાદિ શત્રુઓ ઉપર વિજય સાધીને, એ શત્રુઓને હઠાવી સર્વથા દૂર કરવા, એ જ કલ્યાણકામી માત્રનું ધ્યેય હોવું જોઇએ. રાગને પ્રશસ્ત બનાવ્યા વિના રાગરહિત દશા પ્રાપ્ત થવાની નથી : રાગ, એ કેસરીના જેવો પરાક્રમી જરૂર છે, પણ એ સ્વાર્થી છે. તમે એને તમારો બનાવી લો, તો એ તમને મોહના સામ્રાજ્યમાંથી મુક્ત બનાવવામાં મદદ કરે એવો છે. સ. એ કેવી રીતિએ? એ માટે રાગને મોક્ષસુખની દિશાએ વાળી લેવો જોઇએ. કરવું એ કે-વિષયસુખના રાગી મટી જવું અને મોક્ષસુખના રાગી બની જવું. વિષયસુખનો રાગ જાય અને મોક્ષસુખનો રાગ બની જાય, એટલે મોક્ષને પ્રાપ્ત કરાવનાર જે જે વસ્તુઓ છે, તે તે વસ્તુઓનો જ રાગ રહે પણ યાદ રાખવાનું છે કે-રાગ જયાં સુધી અમૂક અંશે નબળો ન પડે, ત્યાં સુધી આમ થવું એ શક્ય નથી. રાગ નબળો પડે ત્યારે જ એ વિષયસુખનો નહિ રહેતાં મોક્ષસુખનો બને. મોક્ષસુખને પમાડનાર વસ્તુઓનો રાગ તે તે વસ્તુઓના જ આસેવન તરફ પ્રેરતો રહે અને એથી ધીરે ધીરે એ દશા આવે કે-આત્મા રાગથી સર્વથા મુક્ત બનીને પોતાના અનન્તજ્ઞાન ગુણને પ્રગટાવી શકે. જયાં સુધી રાગ છે, ત્યાં સુધી સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થવાની નથી પણ રાગને વિષયસુખનો મીટાવી મોક્ષસુખનો બનાવ્યા વિના, સર્વથ રાગરહિતપણું પ્રાપ્ત થાય એ ય શક્ય નથી. વિષયસુખનો રાગ અપ્રશસ્ત છે અને મોક્ષસુખનો રાગ પ્રશસ્ત છે. રાગ પ્રશસ્ત બન્યા પછીથી પણ, સ્પર્શાદિનો અનુભવ તો રહે છે જ, પણ તે ય કર્મબન્ધનનું કારણ બનવાન બદલે કર્મનિર્જરાનું કારણ બની જાય છે. પ્રશસ્ત રાગ આટલો બધો કિંમતી છે. રાગ ત્યાજ્ય જ છે, એના પરિપૂર્ણ ત્યાગ વિના સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થવાની નથી, પણ રાગના ત્યાગ માટે જે જે કરણીઓને કરવાની આવશ્યકતા છે, તે તે કરણીઓના આસેવન માટે પ્રશસ્ત રાગની જરૂર છે. પ્રશસ્ત રાગના યોગે સુદેવ, સુગુરૂ અને સુધર્મનું આલંબન ગ્રહણ કરીને ઉત્તમ દશાને પામ્યા પછી તેની જરૂર નહિ રહે ત્યારની વાત જુદી છે : પણ અત્યારે તો આપણને પ્રશસ્ત રાગની જરૂર છે. આથી સંસાર રૂપ સાગરથી નિસ્તારને પામવાની અભિલાષાવાળા આત્માઓએ, સૌથી પહેલાં તો પોતાના રાગને અપ્રશસ્ત-સ્વરૂપ નહિ રહેવા દેતાં, પ્રશસ્ત-સ્વરૂપ બનાવી દેવો જોઇએ. લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાની સાથે સાગર-ગની મૈત્રી : Page 173 of 197.

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197