________________
પહેલાં શંકા પડી ગઇ અને પછી ખાતરી થઇ ગઇ કે- “આ કુમાર દીક્ષા ગ્રહણ કરવા જ જઇ રહ્યા છે !' એને થયું કે- “આ તો મારી મશ્કરીનું બહુ ગંભીર પરિણામ આવ્યું. આથી પહાડ ઉપર ચઢતે ચઢતે ઉદયસુન્દર શ્રી વજબાહુને કહે છે કે- “સ્વામિન્ !'
હવે કુમારને બદલે સ્વામિનું કહીને નમ્રતાથી વાત કરે છે. કહે છે કે- સ્વામિન્ ! આજે આપ દીક્ષા ગ્રહણ કરશો નહિ ! આપને મેં જે કાંઇ કહ્યું તે કેવળ મશ્કરીમાં જ કહ્યું હતું. મારાં એ મશ્કરીનાં વચનોને ધિક્કાર હો.
વળી કહે છે કે- “આપણે બન્નેએ જે વાતચીત કરી, તે કેવળ મશ્કરી રૂપ જ હતી અને મશ્કરીમાં થતી વાતો કાંઇ સત્ય હોતી નથી; એટલે, મશ્કરીમાં ઉચ્ચારેલાં ને આપેલાં વચનોને ઉલ્લંઘવા એમાં દોષ જેવું કાંઇ છે જ નહિ !'
આગળ વચન આપતાં ઉદયસુન્દર શ્રી વજબાહુને કહે છે કે- “સઘળાય કષ્ટોમાં હું આપને સહાયક થઇશ, માટે આપ અમારા કુળના જે મનોરથો, તે મનોરથોના અકાળે ભાંગીને ભુક્કા કરી નાખશો નહિ !”
આટલું કહેવા છતાં પણ, શ્રી વજબાહુમાં જ્યારે કાંઇ પણ પરિવર્તન થયેલું દેખાતું નથી, ત્યારે ઉદયસુન્દર કહે છે કે- “હજુ તો આપના હાથ ઉપર આ મંગલ કંકણ શોભે છે; તો, આપ વિવાહના ફળસ્વરૂપ ભોગોને તજવાને એકદમ તૈયાર કેમ થઇ ગયા છો ?'
તોય શ્રી વજબાહુને મક્કમ જોઇને, ઉદયસુન્દર છેલ્લે છેલ્લે કહે છે કે- “આપ જો આ મારી બેન મનોરમાને એક તણખલાને તજે તેમ તજી દેશો તો પછી, હે નાથ ! સાંસારિક સુખના આસ્વાદથી વંચિત બની ગયેલી એવી આ મારી બેન મનોરમા, જીવશે જ શી રીતિએ ?'
આમ ઉદયસુદરે પોતાને જેટલું કહેવા જોગું લાગ્યું તે બધું કહી દીધું. એવું કહી દીધું કે-શ્રી વજબાહુએ કરેલા નિર્ણયમાં જરા સરખી પણકચાસ હોત તો એ બેસી પડ્યા વિના રહેત નહિ. પણ, શ્રી વજુબાહુનો નિર્ણય પાકો હતો.મશ્કરી નિમિત્ત હતી, પણ નિર્ણય તો દિલથી સમજપૂર્વક લેવાયો હતો. એટલે જ, શ્રી વજબાહુએ ઉદયસુદરને જવાબ આપતાં સૌથી પહેલી વાત તો એ કહી છે કે
આ મનુષ્યજન્મ રૂપી વૃક્ષનું સુન્દર ફળ ભોગ નથી પણ ચારિત્ર છે.' એટલે કે-આ જન્મને પામીને જે ચારિત્રને પામ્યો, તે જ આ જન્મના સુન્દર ળને પામ્યો.
પછી કહે છે કે- “આવી મશ્કરી કરી તેમાં ખેદ કરવા જેવું કાંઇ છે જ નહિ, કારણ કે-મશ્કરી પણ આપણે માટે તો પરમ અર્થની સાધક જ નીવડી છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું વરસાદના પાણીનું બિન્દુ જેમ મોતી બની જાય છે, તેમ આપણી મશ્કરી પણ મનુષ્યજન્મના સુદર ળની જનક નીવડી છે.”
આટલું કહ્યા પછી, મનોરમાના સંબંધમાં ખુલાસો કરતાં પણ શ્રી વજબાહુએ કહ્યું છે કેતમારી બેન જો કુલીન હશે તો તે પણ દીક્ષા ગ્રહણ કરશે અને જો તે અકુલીન હોય તો તેનો માર્ગ કલ્યાણકારી થાઓ એમ હું ઇચ્છું છું ! પણ, મારે તો હવે ભોગનું કાંઇ જ કામ નથી.”
સમજાય છે આ બધી વાત ? શ્રી વજબાહુએ મનુષ્યજન્મના સુદર ળની વાત કરી અને ચારિત્રને મનુષ્યજન્મના સુન્દર ળ તરીકે ઓળખાવ્યું, ત્યારે વિચાર કરો કે એ કુટુમ્બમાં કેવા સંસ્કાર પોષાતા હશે ? કેવા આચાર-વિચારમાં એમનું ઘડતર થયું હશે ? સાધુ થવાય તો સારું -એવા ભાવ પણ એમના મનમાં તો હશે જ ને ? અને, મરતાં પહેલાં સાધુ થવું જ છે-એવું પણ
Page 120 of 197