Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 156
________________ આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમાવગાઢ-એમ સમ્યક્ત્વના દશ ભેદ પણ છે. હેય-ઉપાદેય તત્ત્વોનો વિવેક કરતાં-વિપરીત અભિપ્રાય રહિત એવું પવિત્ર સમ્યગ્દર્શન વાસ્તવિક તો એકજ પ્રકારે છે. પરંતુ આજ્ઞા આદિ સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણોની અપેક્ષાથી વિચાર કરતાં તે દશ પ્રકારે પણ છે. શાસ્ત્રાભ્યાસ વિના માત્ર શ્રી વીતરાગદેવની આજ્ઞા તથા તેમનાં વચનો સાંભળ્યા પછી થયેલી જે તત્ત્વશ્રદ્ધાનરૂપ અથવા આપ્ત પુરૂષની આજ્ઞાના અવધારણરૂપ જીવની દશા વિષેશતારૂપ પરિણતી તે ‘આજ્ઞા સમ્યક્ત્વ’ છે : વીતરાગ સર્વજ્ઞદેવ પ્રણીત ગ્રંથો વિસ્તારપૂર્વક સાંભળ્યા વિના માત્ર બાહ્ય-અત્યંતર પરિગ્રહ રહિત એવો વિશુદ્ધ મોક્ષમાર્ગ-તેનું અનાદિ દુઃખરૂપ એવા પ્રબળ મોહની ઉપશાંતિ અર્થે શ્રદ્ધાન થવું તે ‘મોક્ષમાર્ગસમ્યક્ત્વ' છે, અથવા પ્રત્યક્ષ બોધ સ્વરૂપ પુરૂષ પ્રત્યે ભક્તિયુક્ત આસ્તિક્ય પરિણતી થવી એ પણ માર્ગસમ્યક્ત્વ છે. શ્રી તીર્થંકરાદિ ઉત્કૃષ્ટ પુરૂષોના ઉપદેશથી દ્રષ્ટિ (શ્રદ્ધા)ની વિશુદ્ધતા થવી એ ‘ ઉપદેશસમ્યક્ત્વ’ છે અથવા તે આપ્ત ભગવાન પ્રણીત શ્રુત પ્રત્યે અત્યંત ભક્તિયુક્ત આસ્થારૂપ જીવની દશા તે પણ ઉપદેશસમ્યક્ત્વ છે. મુનિઓના આચારાદિ વિધાનોને વિદિત કરનારાં એવાં આચારાદિ સૂત્રો સાંભળી જે શ્રી વીતરાગ ભગવાન પ્રણીત નિગ્રંથ માર્ગ પ્રત્યે મહત્ત્વપૂર્ણ દ્રષ્ટિપૂર્વક જે આસ્તિક્મ પરિણતિ થાય તે ‘સૂત્રસમ્યક્ત્વ' છે : જ્ઞાનના કારણરૂપ બીજ ગણિતના અભ્યાસથી થયેલો જે મોહનો અનુપમ ઉપશમ અને કઠણ છે જેને જાણવાની ગતિ એવું તત્ત્વશ્રદ્વાન તે ‘બીજસમ્યક્ત્વ' છે : સંક્ષેપતાપર્વક થયેલી જે તત્ત્વશ્રદ્ધાનરૂપ જીવની દશાવિશેષતા તે ‘સંક્ષેપસમ્યક્ત્વ' છે. ઉક્ત સંક્ષેપસમ્યક્ત્વના સંબંધમાં જિનાગમમાં ઘણાં દ્રષ્ટાંતો છે. દ્વાદશાંગ વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી એવી નિર્મળ તત્ત્વશ્રદ્ધાનરૂપ દશા તે ‘વિસ્તારસમ્યક્ત્વ' છે : નિગ્રંથ વીતરાગ પ્રવચન સાંભળવાથી તેમાંના કોઇ ગહન અર્થના નિમિત્તથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વાર્થ દ્રષ્ટિરૂપ દશા તે ‘અર્થસમ્યક્ત્વ' છે. અંગ અને અંગબાહ્ય વીતરાગ પ્રણીત શાસ્ત્રો તેને અવગાહન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વશ્રદ્ધા તે ‘અવગાઢસમ્યક્ત્વ' છે અને કેવલજ્ઞાનોપયોગ વડે અવલોકીત જે તત્ત્વાર્થશ્રદ્ધા તે ‘પરમાવગાઢસમ્યક્ત્વ' છે. એમ એક સમ્યગ્દર્શન પરિણતિને ઉત્પન્ન થવાના ઉપરોક્ત દશ નિમિત્તોના યોગે તે સમ્યક્ત્વભાવના પણ ઉપર કહ્યા તવા દશ ભેદ થાય છે. તેમાંના ગમે તે નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્ત્વાર્થશ્રદ્ધા તો એકજ પ્રકારની હોય છે. ચાર આરાધનામાં સમ્યક્ત્વ આરાધનાને પ્રથમ કહેવાનું શું કારણ ? તેનું સમાધાન કરે છે. “આત્માને મંદ કષાયરૂપ ઉપશમભાવ, શાસ્ત્રાભ્યાસરૂપ જ્ઞાન, પાપના ત્યાગરૂપ ચારિત્ર અને અનશનાદિ રૂપ તપ, એનું જે મહપણું છે તે સમ્યક્ત્વ સિવાયમાત્ર પાષાણબોજ સમાન છે, જે આત્માર્થ ફ્ળદાતા નથી. પરંતુ જો તેજ સામગ્રી સમ્યક્ત્વ સહિત હોયતો મહામણિ સમાન પૂજનીક થઇ પડે, અર્થાત્ વાસ્તવ્ય ક્ળદાતા અને ઉત્કૃષ્ટ મહિમા યોગ્ય થાય.” પાષાણ તથા મણિ એ બંને એક પત્થરની જાતિનાં છ. અર્થાત્ જાતિ અપેક્ષાએ તો એ બંને એક છે, તો પણ શોભા, ઝલક આદિના વિશેષપણાને લઇને-મણિનો થોડો ભાર ગ્રહણ કરે તો પણ ઘણી મહત્ત્વતાને પામે, પણ પાષાણનો ઘણો ભાર માત્ર તેના ઉઠાવનારને કષ્ટ રૂપજ થાય છે. તેવીજ Page 156 of 197

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197