________________
રથમાં શ્રી વજબાહુ અને મનોરમાં બેઠાં છે. ઉદયસુન્દર રથ હાંકે છે. ઉદયસુન્દરને શ્રી. વજબાહુનું કથન સાંભળીને મશ્કરી કરવાનું મન થાય છે. શ્રી વજબાહુ સમજે છે કે-માર્ગે જતાં મહાત્મા નજરે પડે અને એમને વન્દન કર્યા વિના આપણે ચાલ્યા જઇએ, તો આશાતના લાગે;
જ્યારે ઉદયસુદરને એમ થાય છે કે-તાજા પરણીને ઘરે જતા કુમારને આ વખતે આ કેવું મન થાય છે ? એટલે ઉદયસુદર મશ્કરીમાં શ્રી વજબાહુને પૂછે છે કે- “શું કુમાર !દીક્ષા ગ્રહણ કરવાનું મન થઇ ગયું છે ?'
તરત જ શ્રી વજબાહુ પણ કહે છે કે- “દીક્ષા લેવાનું મન તો છે જ.”
ઉદયસુન્દર શ્રી વજુબાહુના આ જવાબને પણ મશ્કરીનો જવાબ જ લેખે છે. એટલે, મશ્કરીના ભાવમાં ને મશ્કરીના ભાવમાં એ પણ કહે છે કે- “કુમાર ! જો દીક્ષા લેવાનું તમારું મન હોય, તો આજે જ દીક્ષા લઇ લો ! એમાં જરા સરખોય વિલમ્બ કરો નહિ ! હું પણ આપને દીક્ષા લેવામાં સહાય કરીશ !'
જાણે એક-બીજાને હંફાવવાનો પ્રયત્ન આદર્યો હોય તેમ, શ્રી વજબાહુ પણ ઉદયસુન્દરને કહે છે કે- “સાગર જેમ મર્યાદાને તજે નહિ, તેમ તમે પણ તમારી આ પ્રતિજ્ઞાનો ત્યાગ કરશો નહિ !'
આ વખતે પણ ઉદયસુદર એમ જ કહે છે કે- “ચોક્કસ; એમ જ થશે. કારણ કે-બધી વાતને ઉદયસુન્દર મશ્કરી ખાતે ખતવે છે.
આ રીતિએ સાળા-બનેવી વચ્ચે વાત ચાલી રહી છે અને મનોરમાં એ વાતને સાંભળી રહી છે. વચ્ચે એ કાંઇ જ બોલતી નથી. આવી વાતમાં વચ્ચે ન બોલાય, એવું એ સમજેલી માટે ને ? આર્ય પત્ની, સારા કામમાં તો પતિને અનુસરવાનું જ હોય, એમ માને ને ? એ સમજે કે-પતિ જો દીક્ષા લઇ લે, તો મારે પણ દીક્ષા લેવી જોઇએ; અને, દીક્ષા લેવા જોગી મારી તાકાત ન હોય, તો મારે સતીની જેમ જીવવું જોઇએ ! “પતિ દીક્ષા લેશે તો મારું શું થશે ?' –એમ એ વિચારે નહિ ! એ તો એમ જ માને કે-મારૂં જે થવું હશે તે થશે, પણ મારાથી આવા કામમાં પતિની આડે અવાય નહિ. એટલે તાજી પરણેલી અને હજુ શ્વસુરગૃહે પણ નહિ પહોંચેલી મનોરમા, પોતાના પતિ અને પોતાના ભાઇ વચ્ચે ચાલતો વાત સાંભળે છે, પણ વચ્ચે એ અક્ષરેય ઉચ્ચારતી નથી. આજે તો શું બને ? મોટે ભાગે ત્યાં ને ત્યાં ભાઇ-બેન વચ્ચે જ ઝઘડો થાય ને ? અને, ધણીને પણ એ સંભળાવી દે ને કે-હજુ હાથે તો લગ્નનું મીંઢળ બાંધેલું છે અને આ શી વાત કરવા માંડી છે ?
અહીં બન્યું છે એવું કે આ વાતમાં ને વાતમાં શ્રી વજબાહુએ સાચે જ દીક્ષા લેવાનો મનમાં નિર્ણય કરી લીધો છે. એમને એમ થઇ ગયું છે કે-આ બહુ જ સુન્દર યોગ મળી ગયો ! એટલે જ એમણે સાળાના સહાયક બનવાના વચનને ઝડપી લીધું અને “સાગર જેમ મર્યાદાને લંધે નહિ તેમ તમે પણ તમારા વચનને લંઘશો નહિ.' –એવી સૂચના આપી દીધી. આવી મનોભાવના સાથે શ્રી વજબાહુ રથમાંથી નીચે ઉતરે છે. જાણે મોહથી મુક્ત બનતા હોય તેમ !
શ્રી વજબાહુ રથમાંથી નીચે ઉતર્યા એટલે મનોરમા પણ રથમાંથી નીચે ઉતરી અને ઉદયસુન્દર પણ રથમાંથી નીચે ઉતર્યો. શ્રી વજબાહુએ અને આખા પરિવારે હવે વસન્તશેલ ઉપર ચઢવા માંડ્યું.
શ્રી વજુબાહુ જે શાન્તિથી અને જે મક્કમતાથી પહાડ ચઢી રહ્યા હતા, તે જોતાં ઉદયસુન્દરને
Page 119 of 197