________________
દ્રવ્યપૂજા કરવાથી વંચિત રહેતા હોય, તો એ તેઓની જેવી -તેવી કમનશિબી નથી. તેઓ પોતાની જાતને કૃતજ્ઞ તરીકે ઓળખાવવાને માટે પણ લાયક નથી, એમ આપણે હિતબુદ્ધિથી જ પણ ભારપૂર્વક કહેવું પડે. વિભવાનુસાર શ્રી જિનપૂજા જનારા કેટલા?
જૈનકુળમાં જન્મેલાઓમાં પણ આજે પૂજા કરનારા કરતાં પૂજા નહિ કરનારાની સંખ્યા વધારે છે અને પૂજા કરનારાઓમાં પણ પોતાના વિભાવાનુસાર તો ઘણા જ થોડા છે. તમે વિચાર કરો કેતમારો ઘરખર્ચ કેટલો અને તમારો પજાને અંગેનો ખર્ચ કેટલો ? જેઓ સાવ દરિદ્રી છે અને પોતાના તથા પોતાનાં સ્વજનાદિનું ભરણપોષણ પણ મુશ્કેલીએ કરે છે, એવાને માટે આ વાત નથી. એવાઓ. પણ અવસરે અવસરે જે કાંઇ સારાં દ્રવ્યો મેળવી શકે, તેનાથી પૂજા કરી લે એય ઓછું નથી. વિભાવરહિત શ્રાવકોને માટે તો ઉપકારિઓએ ક્રમાવ્યું છે કે એવો શ્રાવક તો પોતાને ઘેર જ સમાયાકિ લે અને તે પછી તેને જો કોઇનું બાધા ઉપજાવે તેવું દેવું ન હોય અથવા તો તેવો કોઇની સાથે વિવાદ ન હોય, તો ઇર્યાસમિતિ આદિનું પાલન કરતો થયો તે શ્રાવક સાધુની પેઠે ભાવપૂજાને અનુસરતા વિધિથી મંદિરે જાય. પોતાની પાસે પુષ્ય આદિ સામગ્રી નહિ હોવાથી તે દ્રવ્યપૂજા કરવાને અસમર્થ છે, આમ છતાં પણ તે જો ભગવાનને માટે કુલ ગુંથવા વિગેરે કરી શકતો હોય અને તેવીસામગ્રી મંદિરમાં હોય, તો એ સામાયિકને યથાવસરે પાળીને ફ્લ ગુંથવા વિગેરેનું કાર્ય કરવા દ્વારા દ્રવ્યપૂજાનો લાભ મેળવે. જેઓ આવા વિભાવરહિત હોય, તેમને શું કહેવાનું હોય ? પણ તમે તો એવા લાગતા નથી. આજે તમારા સારા સ્થાને જવાનાં કપડાં કેવાં અને પૂજા કરવાનાં કપડાં કેવા ? તેય કેટલાકની પાસે તો નહિ હોય. દેહરે નાહીને દેહરે રહેતાં વસ્ત્રો પહેરનારા તથા તે પણ જેમ તેમ પહેરીને પછી જેમ તેમ ફેંકીને ચાલ્યા જનારાઓની સંખ્યા વધતી જ જાય છે. જેને સર્વાદરપૂર્વક શ્રી જિનપૂજા કરવી હોય, તે પોતાની સ્થિતિને છાજતી રીતિએ શ્રી જિનમન્દિરે જાય અને પોતાની સામગ્રીથી જ ભગવાનની પૂજા કરે. એની પૂજાની સામગ્રી કેવી હોય ? પોતાની સ્થિતિને અનુસારે પોતે જે ઉત્તમોત્તમ દ્રવ્યો લાવી શકે, તે લાવ્યા વિના રહે નહિ. એવાં દ્રવ્યો અહીં મળતાં હોય, બીજે મળતાં હોય અને બીજેથી તે દ્રવ્યોને મંગાવવાની સ્થિતિમાં તે હોય, તો એવાં દ્રવ્યો એ બીજેથી પણ મંગાવે આ પ્રમાણે કરે તો જેમ જેમ એ પુષ્પાદિથી શ્રી જિનપૂજા કરતો જાય, તેમ તેમ તેનો ભાવ વધતો જાય એ સ્વાભાવિક જ છે. એ વખતે ભાવ વધતે વધતે એ પુણ્યાત્મા મનોયોગની પ્રધાનતાવાળી નિવણ સાધની પૂજાને કરનારો પણ બની જાય, એ પણ એટલું જ સ્વાભાવિક છે. સમ્યગ્દર્શન યોગે ચિત્તશુદ્ધિઃ
સમ્યગ્દર્શન રૂપ સદ્ધર્મની પ્રાપ્તિ થવાના પ્રતાપે જે પુણ્યાત્માઓ શ્રી જિનવચનની સાચી આસ્તિક્તાને પામેલા હોય છે, તેઓ મોક્ષના રસિક હોવાના કારણે તે ભાવ દ્વારા શુદ્ધ ચિત્તના સ્વામી હોય છે. સમ્યગ્દર્શન ગુણને ધરનારા પુણ્યાત્માઓની ચિત્તશુદ્ધિ વિષય-કષાયના ઝંઝાવાત વખતે પણ ઘણું જ સુન્દર કામ આપે છે. અવિરતિથી અને અનન્તાનુબન્ધી સિવાયના કષાયોથી એ પુણ્યાત્માઓનું ચિત્ત સંક્ષુબ્ધ બને એ શક્ય છે, પણ એ રીતિએ પોતાનું ચિત્ત જે સમયે સંક્ષુબ્ધા
Page 107 of 197