________________
આવે, એ વિચારવા જેવું છે. જુદાં જુદાં ના ક્ષયોપશમોનાં કાર્યો:
સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા વિરતિ આદિની શુદ્ધ ક્રિયાવાળો જ હોવો જોઇએ, એવો નિયમ નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા, ક્રમે કરીને શુદ્ધ આચારવાળો બનવાનો, એ નિશ્ચિત વાત છે; કારણ કે એ પુણ્યાત્મા જે શુભ આત્મપરિણામને પામ્યો છે, તે શુભ આત્મપરિણામો નિર્મળ બનતે બનતે તથા શુશ્રુષાદિ ગુણો દ્વારા તે કર્મોના એવા ક્ષયોપશમાદિને સાધનારો બને છે, કે જેના યોગે તે શુધ્ધ ક્રિયાવાળો પણ બન્યા વિના રહે જ નહિ. વિરતિ અંગે અશુદ્ધ ક્રિયાના ત્યાગ તથા શુદ્ધ ક્રિયાના જ સ્વીકારને માટે જૂદા પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે અને સમ્યગ્દશના ગુણને માટે જુદા જ પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે. જો કે મિથ્યાદ્રષ્ટિ આત્માઓ પણ બાહ્ય દ્રષ્ટિએ એટલે માત્ર દ્રવ્યથી દેશચારિત્ર અને સર્વચારિત્રવાળા પણ હોઇ શકે છે; પણ અહીં તો જેવું બહારનું વર્તન, તેવો અત્તરનો પરિણામ-એવા શુદ્ધ આચારવાળા આત્માઓની અપેક્ષાએ વાત છે. માત્ર સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનોને સાંભળવાની ઇચ્છા હોય છે, ચારિત્રધર્મનો રાગ હોય છે અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ હોય છે. એની પાસેથી જે કોઇ વિરતિની એવી આશા રાખે કે- “આ આત્મા આટલી પણ વિરતિને નથી કરતો, તો એ સમ્યગ્દષ્ટિ શાનો ?” -તો એવી આશા રાખનારની એ આશા અસ્થાને છે. આ વિષયમાં સમજવું એ જોઇએ કે-જે કર્મના ક્ષયોપશમથી સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે, તે જ કર્મના ક્ષયોપશમથી વિરતિગુણ પ્રગટી શકતો નથી અને એથી જેઓ “વિરતિ નહિ હોવાના કારણે જ સમ્યકત્વનો પણ અભાવ છે” –એવું કહે, તે ઉત્સુત્રભાષી જ છે. સમ્યગ્દર્શન ગુણ આવ્યા પછી જંદગી પર્યન્ત પણ વિરતિને નહિ પામી શકનારા જીવો ય હોઇ શકે છે, કારણ કે-તેઓ પોતાના ચારિત્રમોહ કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમાદિને સાધનારા બની શકતા નથી. સમ્યગ્દર્શન અને સુશ્રુષા આદિ ગુણોના સંબંધમાં શાઓ અને તેનાં સમાધાનો :
આવા વિવેચન વખતે, કયા કર્મના ક્ષયોપશમાદિથી કયું કાર્ય બની શકે છે, એ જાણનારને એવો પ્રશ્ન કરવાનું મન થાય એ સંભવતિ છે કે
“જો સમ્યદ્રષ્ટિ આત્માને ચારિત્રમોહનો ક્ષયોપશમ ન હોય, તો વિરતિ પણ ન હોય-એમ આપ કહો છો; તો આપ સમ્યગ્દષ્ટિ આત્મામાં શુશ્રુષાદિ ગુણો હોય છે-એવું પણ કહી શકો નહિ? કારણ કે-શુશ્રુષાદિ ગુણો, એ જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી જ્ઞાનાવરણીય-કર્મના, ચારિત્રમોહનીય-કર્મના તથા વીર્યાન્તરાય-કર્મના ક્ષયોપશમ વિના શુશ્રુષાદિ ગુણો સંભવી શકે જ નહિ.”
વાત સાચી છે કે-શુશ્રુષાદિ ગુણો જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી એ ગુણોને પામવાને માટે જ્ઞાનાવરણીય-કર્મ, ચારિત્રમોહનીય-કર્મ તથા વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમની આવશ્યક્તા છે; પણ ઉપકારિઓ માને છે કે જે વખતે જીવ સમ્યકત્વના હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ કરે છે, તે વખતે તે જીવ એકલા મિથ્યાત્વમોહનીય કર્મનો જ
Page 109 of 197