________________
બન્યું હોય તે સમયે પણ જો તેઓ ઉપયોગશૂન્ય નથી હોતા, તો તેઓ પોતાનાં ચિત્તની એ સંક્ષુબ્ધતા ઉપર સુન્દર કાબૂ રાખી શકે છે. આપણે જોઇ આવ્યા છીએ કે સમ્યકત્વ, એ શુદ્ધ આત્મપરિણામ રૂપ છે અને આત્માના એ શુભ પરિણામને જો જાળવતાં આવડે, તો આત્માનો એ શુભ પરિણામ આત્માને ઘણું કામ આપી શકે છે. ચારિત્રમોહ કર્મ જોરદાર હોય અને એથી અનન્તાનુબંધી સિવાયના કષાયો પણ જોરદાર હોય, તે છતાં પણ જો સમ્યક્ત્વ રૂપ શુભ આત્મપરિણામ આત્મામાં વિધમાન હોય, તો એ પરિણામના બળે પણ આત્મા ઘણી નિર્જરાને સાધનારો બને છે; પણ એ આત્માની એ ઉપયોગયુક્ત દશા પણ ભૂલવા જેવી નથી. અવિરતિના અને કષાયોના જોરદાર ઉદય વખતે આત્મા જો ઉપયોગશૂન્ય બની જાય, અવિરતિના અને કષાયોના ધસારામાં જો આત્મા ઘસડાઇ જાય, તો એણે સાધેલા મિથ્યાત્વમોહના ક્ષયોપશમાદિને નષ્ટ થઇ જતાં પણ વાર લાગતી નથી. ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા આત્માનો સમ્યગ્દર્શન ગુણ નષ્ટ થતો નથી, પણ ક્ષાયોપથમિક સમ્યકત્વની તો વારંવાર જાવ-આવ થાય એય શક્ય છે. આથી સમ્યકત્વને પામેલા આત્માઓએ પોતાને તે શુભાત્મપરિણામને જાળવી રાખવાની જેમ કાળજી રાખવી જોઇએ. તેમ એના ઘાતક દોષોને હણવાની પણ કાળજી રાખવી જોઇએ. વિચારવું એ જોઇએ કે-જો કોઇક વખતે પણ ગાક્લ બની ગયા અને આત્માનો શુભ પરિણામ ચાલી ગયો, તો આપણી દશા શી થશે ? જળની કોટડીમાં નિર્લેપ રહેવાની ળા :
સમ્યગ્દર્શન ગુણ હોય તો આત્મા અવિરતિની ક્રિયા કરતો થકો પણ નિર્જરા સાધી શકે છે-આવી વાતને જાણી આત્મા જો અવિરતિ આદિના ઘાત તરફ ઉપેક્ષાવાળો બને, તો એના સમ્યગ્દર્શન ગુણનો ઘાત થઇ જતાં વાર લાગે નહિ. કાજળની કોટડીમાં પેસવા છતાં પણ નિર્લેપ રહેવા જોગી દશા જેને પ્રાપ્ત થઇ હોય, તે જાણી-જોઇને કાજળની કોટડીમાં પેસવા જાય નહિ. માત્ર વાત એટલી જ કે-કર્મ ધક્કો મારીને કાજળની કોટડીમાં પેસાડે, ત્યારે આ પુણ્યવાન એવો સાવધ રહે કે-કાજળથી એ જરાય લેપાય નહિ. કર્મના ધક્કાને એ એવી રીતિએ નિષ્ફળ કરે. પણ આવી કોટડી ગમે કોને ? જેનું હૈયું કાજળથી રંગાયેલું હોય તેને ! જેના હૈયામાં ઉજાસ પ્રગટ્યો છે, તેને તો કાજળની કોટડીમાં રહેવાનું ય ગમે નહિ અને એમાં પેસવાનુંય ગમે નહિ. હૈયામાં ઉજાસ પ્રગટવા છતાં પણ એને કાજળની કોટડીમાં રહેવું પડે અગર કાજળની કોટડીમાં જવું પડે એ શક્ય છે અને એ વખતે તે પોતાની કાજળની કોટડીમાં પણ નિર્લેપ રહેવાની કળાનો ઉપયોગ કરે. ત્યાં એ ચૂકે તો એના હૈયાનો ઉજાસ પણ ભાગી જાય. આ વાતને યથાર્થપણે નહિ સમજનારાઓ, આજે સમ્યગ્દર્શનના નામે પાપથી વિરામ પામવાની વાતોનો અને અવિરતિને ટાળનારી ક્રિયાઓનો વિરોધ કરી રહ્યા છે. સંસાર, એ કાજળની કોટડી છે. સમ્યગ્દર્શનથી હૈયે ઉજાસ પ્રગટે છે. એ ઉજાસના યોગે જીવને કાજળની કોટડીમાં પણ કાજળથી લેપાયા વિના જીવવાની કળા હસ્તગત થાય છે, પણ એના હૈયામાં પ્રગટેલો ઉજાસ એને એમજ કહે છે કે-અહીં રહેવું એ સારૂં નથી. આથી જો શક્ય હોય છે તો તો તે નીકળવા માંડે અને તેવી શક્યતા નથી હોતી તો તે એક તરફ તે શક્યતાને મેળવવાના પ્રયત્નમાં લાગે છે અને બીજી તરફ કાજળની કોટડીમાં પણ કાજળથી નહિ લેપાવાની કળાનો ઉપયોગ કરે છે. આવી દશામાં જો જરા પણ ગદ્દત થઇ જાય, તો કેવું પરિણામ
Page 108 of 197