________________
ઉપયોગ કરી શકું તેટલો જ લેખે છે.” શ્રી જિનપૂજામાં આરંભ રતાં લાભ ઘણા :
આવા આત્માઓને ભવ્ય એવું શ્રી જિનમન્દિર બંધાવવાનો, વિધિપૂર્વક શ્રી જિનપ્રતિમાને ભરાવીને તેની વિધિપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ કરાવવાનો તથા દરરોજ ત્રિકાળ શ્રી જિનપૂજન ઉત્તમોત્તમ દ્રવ્યોથી કરવાનો મનોરથ હોય, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ છે જ નહિ. ગૃહસ્થપણું એ પાપનું કારણ હોવા છતાં પણ, શ્રી જિનભક્તિ આદિ દ્વારા પુણ્યવાનો પોતાના ગૃહસ્થપણાને પણ સાર્થક બનાવે છે. શ્રી જિનમન્દિર બંધાવવા આદિમાં અને શ્રી જિનપ્રતિમાની સ્નાન, વિલેપન, સુગન્ધિ ધૂપ, સુગન્ધિ પુષ્પો અને બીજા પણ મનોહર સુગન્ધિ દ્રવ્યોથી પૂજા કરનારા ગૃહસ્થને આરંભ તો કરવો જ પડે છે; પણ તે આરંભો પરિણામે ઘણા ગુણને કરનારા હોવાથી પાપ રૂપ નથી. નિર્મલ બુદ્ધિવાળા પુણ્યવાન ગૃહસ્થોને આ આરંભવાળી પણ શ્રી જિનપૂજા વિશિષ્ટ કોટિના પૂણ્યલાભ રૂપ ક્લને દેનારી છે અને ભવવિરહના કારણ સ્વરૂપ સદનુષ્ઠાનને પણ પમાડનારી છે. વિવેકી તે કહેવાય, કે જે હાનિ-લાભનો વિચાર કરીને, જેમાં વિશેષ લાભ હોય તેને આચરે અને જેમાં વિશેષ હાનિ હોય તેને તજે જ્યાં અલ્પ હાનિ અને ઘણો લાભ હોય, તે કાર્ય લોકમાં પણ લાભનું કાર્ય જ ગણાય છે. ઘણો લાભ થતો હોય તો તેમાં થતી થોડી હાનિ, એ વસ્તુતઃ હાનિ જ ગણાતી નથી. દશ રૂપીયા ખર્ચીને હજાર રૂપીયા કમાનારો જેમ પોતે એમ નથી કહેતો કે- “મને દશ રૂપીયાની હાનિ થઇ’ પણ એમજ કહે છે કે- “મને હજાર રૂપીયાનો લાભ થયો.” તેમ બીજાઓ પણ એને માટે એમ જ કહે છે કે- “એ હજાર રૂપીયા રળ્યો.' એ જ રીતિએ, શ્રી જિનની દ્રવ્યપૂજામાં થતા. આરંભને આગળ કરવો, એ ડાહ્યા માણસનું કામ નથી. શ્રી જિનની આરંભવાળી પણ યથાવધિ પૂજાનું ફ્લ એટલું બધું મોટું છે કે આરંભના નામે એવી શ્રી જિનપૂજાથી વંચિત રહેનારા ગૃહસ્થો, એક તો મિથ્યા કલ્પનાની ઉપાસનાના પાપને વહોરે છે અને બીજું પોતાને સ્વ-પરના હિતની જે ઉત્તમ તક મળી છે, તેને પણ ગુમાવી દે છે. કયયોગ, વાગ્યોગ,મનોયોગની પ્રધાનતાવાળી પૂજાઓ કેવા સ્વરૂપ-સ્કૂલવાળી હોય છે ?
ઉપકારિઓ માને છે કે-ગૃહસ્થોએ ન્યાયોપાર્જિત વિત્ત વડે શ્રી જિનપૂજા કરવાની છે. ધર્મને પામવાની ઇચ્છાવાળા તેમજ ધર્મને પામેલા ગૃહસ્થ ન્યાયોપાર્જિત વિત્તવાળા બનવું જોઇએ. ગૃહસ્થ વિત્તવાળો તો હોય છે, પણ તે વિત્ત ન્યાયોપાર્જિત હોવું જોઇએ. સાધુધર્મને સ્વીકારવાનું સામર્થ્ય નહિ હોવાથી ગૃહસ્થાવાસમાં રહેવું પડ્યું છે અને ગૃહસ્થાવાસમાં રહેવું પડ્યું છે માટે વિત્તનું ઉપાર્જન અને તેનું રક્ષણાદિ કર્યા વિના પણ છૂટકો થતો નથી. પણ ધર્મની અભિલાષાવાળા ગૃહસ્થોએ અન્યાયનો ત્યાગ તો કરવો જ જોઇએ. અર્થોપાર્જન, એ પોતે જ પાપવ્યાપાર છે અને તેમાં અન્યાયનું પાપ ભળે, તો એ પાપ કેટલું બધું ભારે બની જાય ? આથી પાપના ડરવાળા ગૃહસ્થોએ અર્થોપાર્જનમાં પણ અન્યાયને તો નહિ જ આચરવો જોઇએ અને પાપવ્યાપારથી
ર્જેલા દ્રવ્યનો બની શકે તેટલા વધુ પ્રમાણમાં સદ્વ્યય કરવો જોઇએ. શ્રી જિનપૂજામાં, ન્યાયોપાર્જિત વિત્તને પણ ભાવપૂર્વક શોધીને, તેનો ઉપયોગ કરવો જોઇએ. શ્રી જિનપૂજા માટેનું
Page 100 of 197