________________
બન્યા પછી એ તારકોએ પોતે આચરેલા ઉપાયનું જગતના જીવોને દર્શન કરાવ્યું. વિચાર કરો કે-શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી એ તારકોએ જે ઉપાય બતાવ્યો, તેમાં એક અંશેય અસત્યને કે શંકાસ્થાનને અવકાશ જ ક્યાંથી મળે ? આ વાતને સમજનારને એમ જ થાય ને કે-તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપ્યું છે ! સર્વના કલ્યાણની ઉત્કટ ભાવદયાથી શ્રી તીર્થંકર-પ્નામકર્મની નિકાચના કરનારા એ તારકો, શ્રી તીર્થંકર-સ્નામકર્મના ઉદયે કલ્યાણનો સાચો ઉપાય બતાવીને પણ અટક્યા નહિ. એ તારકોએ શાસનની સ્થાપના કરી. શા માટે શાસનની સ્થાપના કરી ? જગતમાં પોતે અવિધમાન હોય ત્યારે પણ કલ્યાણના કામી આત્માઓ એ ઉપાયને પામી અને સેવી શકે તથા પોતાની વિધમાનતાના સમયમાં પણપોતે જ્યાં જ્યાં વિચરતા હોય અને પોતે જ્યાં જ્યાં ન વિચરતા હોય, ત્યાં ત્યાં પણ કલ્યાણના કામી આત્માઓ એ ઉપાયને પામી અને સેવી શકે ! આ જેવી-તેવી પરોપકારપરાયણતા છે ? નહિ જ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આવી પરોપકારપરાયણતાનો જેને સાચો ખ્યાલ આવે, તે એ તારકોના ગુણોથી આકર્ષાઇને જેમ એ તારકોની સેવા કરવાને તલસે છે, તેમ પોતે એ તારકોના ઉપકાર નીચે કેટલો બધો આવેલો છે-એવા કૃતજ્ઞતાના ખ્યાલથી પણ એ; એ તારકોની સેવા કરવાને તલસે છે. ભાવભક્તિ અને દ્રવ્યભક્તિઃ
એવા આત્માઓને એમ પણ લાગે છે કે-મોક્ષમાર્ગના સ્થાપક ભગવાન શ્રી જિનેશ્વરદેવો પોતાના નામથી, પોતાની સ્થાપનાથી, પોતાના દ્રવ્યથી અગર પોતાના ભાવથી પણ સઘળાય ક્ષેત્રોમાં અને સઘળાય કાળમાં ત્રણે જગતના જીવોને પવિત્ર કરનારા છે. આવા અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા દ્રવ્યથી અને ભાવથી-અમ બન્ને પ્રકારે કરવી જોઇએ. શ્રી જિનપૂજા, એ સમ્યકત્વને નિર્મલ બનાવનારી છે અને આત્માના ગાઢ એવા પણ ચારિત્રમોહનીય કર્મને તોડનારી છે. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા, ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યેના રાગથી ઓતપ્રોત હૈયાવાળો બની જાય છે. એનું ચાલે તો એ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના નામનું સ્મરણ એક ક્ષણને માટે પણ છોડે નહિ. એનું દિલ એ જ કહે કે- “હવે મારું જીવન આ તારકની આજ્ઞામય બની જવું જોઇએ.” સંસારનો સર્વ પ્રકારે ત્યાગ કરીને, ભગવાન શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાઓથી. જ ઓતપ્રોત-એવું સંયમી જીવન જીવાવું એ જો પોતાને માટે શક્ય હોય, તો તો એ આત્મા બીજા જીવનને જીવવાનો વિચાર જ કરે નહિ. એ માને કે-આજ્ઞાની આરાધના જેવી અન્ય કોઇ આરાધના નથી. એને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યભક્તિ ગમે ખરી, પણ એકાન્ત આજ્ઞારાધન સ્વરૂપ ભાવભક્તિ કરવાને માટે દ્રવ્ય આદિનો ત્યાગ એ આવશ્યક છે અને દ્રવ્ય આદિનો ત્યાગ કરનાર જો દ્રવ્યભક્તિ કરવાને માટે પણ દ્રવ્યાદિને મેળવવા આદિનું કરે, તો તેથી એનો દ્રવ્ય આદિનો કરેલો ત્યાગ ભાંગે અને એથી ભગવાનની આજ્ઞા પણ ભાંગે, એ માટે જ એ એકલી ભાવ-ભક્તિમાં પોતાના ચિત્તને પરોવે. આમ હોવા છતાં પણ એકાન્ત આજ્ઞામય સંયમી જીવનને પામેલા મહાપુરૂષો પણ, ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યભક્તિનો ઉપદેશ પણ આપી શકે છે અને ગૃહસ્થો દ્વારા ઉત્તમ પ્રકારે કરાતી દ્રવ્યભક્તિની અનુમોદના પણ કરી શકે છે. સમ્યગ્દર્શન ગુણને પામવાથી, અન્ત:કરણ જ એવાં બની જાય છે કે-એ અન્ત:કરણોમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોની વિધિ મુજબની ભક્તિ કરવાનો તલસાટ પેદા થયા વિના રહે નહિ. એથી જ એ આત્માઓ સૌને
Page 96 of 197