________________
છે. જગતના જીવો દુઃખથી છૂટવાના અને સુખને મેળવવાના તલસાટના યોગે, જ્યારે જ્યારે એમને એમ લાગે કે- “અમુક કરીએ તો દુ:ખ ટળે અને સુખ મળે” એટલે ઝટ એમ કરવાને તૈયાર થઇ જાય. છે. દુઃખથી મૂકાવાના અને સુખને મેળવવાના સાધનને સેવવાને માટે, જગતના જીવો ઓછા તત્પર હોતા નથી. આથી જગતના જીવોમાં સુખની ઇચ્છા પણ ખરી અને સુખના હેતુવાળી પ્રવૃત્તિ પણ ખરી, પણ ઉણપ એક જ વાતની અને તે એ જ કે-દુ:ખથી મૂકાવાના અને સુખને મેળવવાના માર્ગનું જ્ઞાન નહિ. સુખ, એ આત્માનો ગુણ હોવા છતાં પણ, અજ્ઞાનના યોગે જગતના જીવો સુખને માટે બહારના સાધનોને જ શોધ્યા કરે અને સેવ્યા કરે. પુણ્યકર્મના પ્રતાપે બહારનાં સાધનોથી અંશ માત્ર અને અલ્પજીવી દુ:ખાભાવ થાય, તેમાં તો જગતના જીવો ખૂશ ખૂશ થઇ જાય. તે વખતે એટલું પણ સમજે નહિ કે- આ આનંદ પણ ખુજલીને ખણવાથી નિપજતી શાતા જેવો છે, કે જે શાતા ક્ષણ વાર પછી ભયંકર કોટિની અશાતાને ઉત્પન્ન કરે છે. જગતના દુ:ખના આવા દ્વેષી અનેસુખના આવા અર્થી જીવોને, તેમના એ દ્વેષને અને એ અર્થિપણાને પરિપૂર્ણ રીતિએ સદ્ધ કરવાનો ઉપાય, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ બતાવ્યો. એ ઉપાયને પહેલાં પોતે આચર્યો, એ ઉપાયને પહેલાં પોતે આચરીને તેના આચરણ દ્વારા નિપજતું ફ્લ પણ મેળવ્યું અને તે પછી અનુભવસિદ્ધ એવો એ ઉપાય આ તારકોએ જગતના જીવો સમક્ષ મૂક્યો. એવો તો સુન્દર એ ઉપાય કે જેનાથી એ ઉપાયને આચરનારાઓનું તો કલ્યાણ થાય જ, પણ એ ઉપાય જેઓની જાણમાં પણ આવ્યો નથી-એવા પણ જીવો ઉપર એ ઉપાય દ્વારા ઉપકાર થયા વિના રહે જ નહિ. ભગવાને એ જોયું નહિ કે-જેમના ઉપર હું ઉપકાર કરું છું, તેમણે મારા ઉપર ઉપકાર કર્યો છે કે નહિ ? એ તારકે તો, પોતાના ઉપર અપકાર કરનાર ઉપર પણ ઉપકાર થયા વિના રહે જ નહિ-એવો ઉપાય જગતના જીવો સમક્ષ રજૂ કર્યો. નિષ્કારણ વાત્સલ્યનો આ અવધિ છે. જગતમાં બીજે ક્યાંય આવા નિષ્કારણ વાત્સલ્યનો જોટો મળી શકે જ નહિ. જગતનો કોઇ પણ જીવ એ તારકના ઉપકારમાંથી બાતલ નહિ.
એ તારકે જ્યારે એ ઉપાયનું પોતે સેવન કર્યું, ત્યારે પણ એ તારકે સર્વ જીવોને અભયદાન દેવા દ્વારા સર્વ જીવો ઉપર ઉપકાર તો કર્યો જ હતો, પણ એ ઉપાયનું જગતને દર્શન કરાવીને તો એ તારકે જગતના સઘળાય જીવો ઉપર અનુપમ અને અજોડ કોટિનો ઉપકાર કર્યો. સાતમી. દાનવિધિ-વિંશિકામાંના અભયદાનના પ્રસંગમાં આપણે આ વાતપણ વિચારી હતી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ દુઃખથી છૂટવાનો અને સુખને પ્રાપ્ત કરવાનો જે ઉપાય દર્શાવ્યો છે, તે ઉપાયને સેવનાર તો દુ:ખથી છૂટે અને સુખને પામે જ પણ એ ઉપાયને સેવનાર તરફ્લી જગતના જીવોને જે હાનિ આદિ થતું હતું તેય અટકી જાય; અટલે એ ઉપાય દ્વારા, એ ઉપાયને નહિ સેવનારાઓ ઉપર પણ ઉપકાર થયા વિના રહે જ નહિ. આવા નિષ્કારણવત્સલ અને કલ્યાણને દેનારા ભગવાન શ્રી. જિનેશ્વરદેવોને, જે કોઇ એ તારકોના સાચા સ્વરૂપે પિછાની શકે, તે આત્માઓને એ તારકો પ્રત્યે કેવો બહુમાન ભાવ જાગે, એ શબ્દોથી વર્ણવી શકાય નહિ. એને વારંવાર એમ પણ થાય કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જો આવો પરમ કલ્યાણનો ઉપાય બતાવ્યો ન હોત, તો અનન્તાનન્ત કાળથી દુ:ખમાં સબડતા એવા મારૂં અને જગતના જીવોનું થાત શું ? એ તારકોએ બતાવેલો ઉપાય ન હોત, તો કોઇ પણ જીવ સ્વ-પરનું કલ્યાણ સાધત શી રીતિએ ? એ તારકનો ઉપકાર કેવો ? જે ઉપાય એ તારકોએ બતાવ્યો, તેનું આચરણ પહેલાં પોતે કર્યું. એ ઉપાયને આચરીને પહેલાં પોતે વીતરાગપણાને અને સર્વજ્ઞપણાને પામ્યા. આ રીતિએ વીતરાગ અને સર્વજ્ઞ
Page 95 of 197