________________
તરીકે-સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થયા છે, છતાં સમ્યફચારિત્રની અપૂર્ણતાને લીધે તેરમા ગુણસ્થાનકમાં પૂર્ણ મોક્ષ અર્થાત્ અશરીર સિદ્ધિ અથવા વિદેહ-મુક્તિ થતી નથી અને ચૌદમા શૈલેશી અવસ્થા રૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણે સાધનોની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મોક્ષ શક્ય થાય છે. સાહચર્ય નિયમ :
ઉપરના ત્રણે સાધનોમાંથી પહેલા બે, એટલે કે-સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યના તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતા નથી, તેમજ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એકબીજા સિવાય રહી શકતા નથી. પરંતુ સમ્યફચારિત્રની સાથે એમનું સાહચર્ય અવશ્યભાવિ નથી, કારણ કે-સમ્યફચારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જોવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યકચારિત્ર માટે એવો નિયમ છે કે-જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેના સમ્યગ્દર્શન આદિ બંને સાધના અવશ્ય હોય છે. સમ્યગ્દર્શનનું લક્ષણ :
તત્વાર્થ શ્રધ્ધાનં સભ્યોદ્દર્શનમાં યથાર્થ રૂપથી પદાર્થોનો નિશ્ચય કરવાની રૂચિ તે “સમ્યગ્દર્શન' છે. એ ભગવદ્ ઉમાસ્વાતિ મહારાજનું વચન છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિના નિમિત્તો :
તે સમ્યગ્દર્શન નિસર્ગથી એટલે પરિણામ માત્રથી અથવા અધિગમથી એટલે કે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
જગતના પદાર્થો યથાર્થ રૂપથી જાણવાની રૂચિ સાંસારિક અને આધ્યાત્મિક બંને પ્રકારના અભિલાષોથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કોઇ સાંસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે તે સમ્યગ્દર્શન નથી, કેમકે-એનું પરિણામ મોક્ષપ્રાપ્તિ ન હોવાથી એનાથી સંસાર જ વધે છે. પરંતુ આધ્યાત્મિક વિકાસને માટે જે તત્ત્વનિશ્ચયની રૂચિ થાય છે તે “સમ્યગ્દર્શન’ છે.
નિશ્ચય અને વ્યવહારિક દ્રષ્ટિથી :- પૃથક્કરણ આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થએલ એક પ્રકારનો આત્માનો પરિણામ તે “નિશ્ચય સમ્યકત્વ' છે. તે શેય માત્રને તાત્ત્વિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રૂચિ રૂપ છે અને રૂચિના બળથી ઉન્ન થતી ધર્મતત્ત્વનિષ્ઠા એ “વ્યવહાર સમ્યકત્વ' છે. સખ્યત્વના લિંગો :
સમ્યગદર્શનની પ્રતીતિ કરાવે એવા પાંચ લિંગ માનવામાં આવે છે. તે પ્રશમ (શાંતિ), સંવેગ (વૈરાગ્ય), નિર્વેદ (સંસાર પર કંટાળો), અનુકંપા (સર્વ પ્રાણી પર દયા), અને આસ્તિક્ય (આસ્થા). પાંચ લિંગોની ટૂંકી વ્યાખ્યા -
Page 90 of 197.