________________
વિષય-કષાયની અનુકૂળતાના આવા રાગ ઉપર અને એ રાગના યોગે પ્રગટતા દ્વેષ ઉપર, નત ન આવે ? એમ થઇ જવું જોઇએ કે-‘આ રાગ, એ જ મારો મોટામાં મોટો દુશ્મન છે.’ આવો સુન્દર ખ્યાલ આવી જાય અને એથી જો એમ થઇ જાય કે- ‘વિષયની અને કષાયની અનુકૂળતાનો રાગ તજવા યોગ્ય જ છે.’ તો અપૂર્વ કરણ છેટે રહી શકે જ નહિ. આવો સુન્દર ખ્યાલ પેદા થવાથી, એવો પરિણામ પેદા થયા વિના રહે નહિ, કે જેના વડે રાગ-દ્વેષનું ગાઢપણું ભેદાઇ જાય. જીવને એમ પણ થઇ જાય કે- ‘મારે હવે એવી દશાને પ્રાપ્ત કરવી જોઇએ, કે જેથી મારામાં રાગ પણ રહે નહિ અને દ્વેષ પણ રહે નહિ.’ એમાંથી ‘હું વીતરાગ બનું !' -એવા ભાવવાળો પરિણામ જન્મે.‘રાગ-દ્વેષના યોગમાં જીવને વસ્તુતઃ સુખ છે જ નહિ પણ દુઃખ જ છે અને રાગ-દ્વેષ એ દુઃખનું જ કારણ છે.’ -એમ લાગી જાય, એટલે વીતરાગ બનવાની ઇચ્છા પ્રગટ્યા વિના રહે ખરી ? એના યોગે, વીતરાગ બનવાના ઉપાય રૂપ ધર્મ ઉપર રાગ પ્રગટે અને વીતરાગ બનવામાં અન્તરાય કરનાર પાપ ઉપર દ્વેષ પ્રગટે.‘રાગ-દ્વેષ એ કેવળ નુક્સાનકારક જ છે, હેય જ છે અને એથી મારે એ રાગ-દ્વેષ જોઇએ જ નહિ.’ -આવા પ્રકારનો જે પરિણામ, એને અપૂર્વ કરણ તરીકે ઓળખી શકાય. અપૂર્વણ રૂપ મુદ્ગરઃ
આ અપૂર્વકરણને મહાત્માઓએ મુદ્ગર જેવો પણ કહ્યો છે. ભગવાન શ્રી ઋષભદેવજીનું પેલું સ્તવન યાદ છે ? “સમકિત દ્વાર ગભારે પેસતાં જી......” એ સ્તવનમાં પણ કેટકેટલી વાતો કહી છે ? “પાપ પડલ થયાં દૂર રે” વગેરે કહ્યું છે ને ? સમ્યક્ત્વના દ્વારમાં પેસવા માટે પાપનાં પડલ દૂર થવાં જોઇએ અને પાપનાં પડલ દૂર થાય ત્યારે જ જીવ અપૂર્વકરણ રૂપી મુદ્ગરને હાથમાં લઇ શકે ને ? એ પછી જ ગ્રંથિભેદાય. અનંતાનુબંધી કષાયની ભૂંગળ અને મિથ્યાત્વની સાંકળ એ પછી જ ભાંગે. ત્યારે, ભગવાનનું દર્શન, પૂજન વગેરે એ માટે કરવાનું છે. એ સમ્યક્ત્વની કરણી છે. એ કરણી સમ્યક્ત્વને નહિ પામેલા જીવને સમ્યક્ત્વ પમાડે એવી છે અને એ કરણીમાં એવો ગુણ પણ છે કે-એ સમ્યક્ત્વને શુદ્ધેય બનાવે. જીવમાં એ ભાવ હોવો જોઇએ અથવા તો એમાં એ ભાવથી વિપરીત ભાવનું આલમ્બન નહિ જોઇએ. એક સ્તવન પણ ગુરુની પાસેથી વિધિપૂર્વક લીધું હોય અને ગુરુ પાસે એનો અર્થ સમજીને ગોખ્યું હોય, તો એ બોલતાં પણ જીવ ઘણી નિર્જરા સાધી શકે. અનિવૃત્તિ રણથી સધાતું કાર્ય :
હવે શુદ્ધ યથાપ્રવૃત્તિ કરણ દ્વારા અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ નિર્જરા કરતે કરતે જીવ રાગ-દ્વેષની ગ્રંથિએ પહોંચ્યો અને અપૂર્વકરણે કરીને જીવે એ ગ્રન્થિને ભેદી નાખી. એ ગ્રંથિ ભેદાતાંની સાથે જ જીવમાં એવો પરિણામ પ્રગટે, કે જે પરિણામ જીવને સમ્યક્ત્વ પમાડ્યા વિના રહે નહિ. એવા પરિણામનો કાળ પણ જ્ઞાનિઓએ અન્તર્મુહૂર્તનો કહ્યો છે. અન્તર્મુહૂર્ત કાળનો એ પરિણામ એવો હોય છે કે-એ કાળમાં જીવને મિથ્યાત્વનો ઉદય ચાલુ હોય છે, તે છતાં પણ એ પરિણામ જીવને સમ્યક્ત્વ પમાડ્યા વિના જતો નથી. એ પરિણામથી જીવ શું કરે છે ? અપૂર્વ કરણથી જીવ જેમ ગાઢ રાગ-દ્વેષની ગ્રંથિને ભેદે છે, તેમ અનિવૃત્તિ કરણથી એ જીવ મિથ્યાત્વનાં જે જે દળિયાં ઉદયમાં આવતાં જાય છે, તે તે સર્વ દળિયાંને ખપાવતો જ જાય છે; એટલું જ નહિ, પણ આ અન્તર્મુહૂર્તની પછીના અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વનાં જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય, તે
Page 69 of 197