________________
જોગ ક્ષયોપશમને પામે, તો જ એ જીવ ક્રમે કરીને સમ્યકત્વને પામી શકે. એ જીવને મિથ્યાત્વનો ઉદય ચાલુ છે, પણ એ જીવનું મિથ્યાત્વ મંદ પડી ગયેલું છે. એટલો એને ક્ષયોપશમ થયેલો છે. એટલે, એને જે કાંઇ ગુણ થાય છે, તે એ ક્ષયોપશમના બળે થાય છે. એવા જીવને, મિથ્યાદ્રષ્ટિ કહેવાને બદલે, સમ્યક્ત્વની સન્મુખ બનેલો જીવ કહેવો એ વધારે સારું છે. જો આમ ન હોય, તો પછી જીવ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવી શકે શી રીતિએ ? આથી જ ધર્મને ધર્મ રૂપે કરવાની શરૂઆત પહેલા ગુણઠાણેથી થાય છે, એમ મિથ્યાત્વાદિની મદતાની અપેક્ષાએ કહી શકાય. સમ્યકત્વની સન્મુખ દશાને પામેલા જીવનો ભાવ સમ્યગ્દષ્ટિ જીવના ભાવની સાથે અંશે અંશે હરિફાઇ કરનારો હોય; અને એ કારણે જ, એ ભાવ એ જીવને સમ્યકત્વ પમાડનારો બને. શ્રી વીતરાગનું શાસન સર્વદેશીય છે :
આપણે સમ્યગ્દર્શન ગુણને પામેલા છીએ ? કે, આપણામાં સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કરવાની ઇચ્છા પ્રગટી છે, એથી આપણે સમ્યકત્વની સન્મુખ દશામાં વર્તીએ છીએ ? –એ આપણે પોતે શાસ્ત્રની વાતને સમજીને નક્કી કરવું જોઇએ. આપણને આ બધું સાંભળતાં સૌથી પહેલાં તો એ પ્રતીતિ થઇ ગયેલી હોવી જોઇએ કે- “શ્રી વીતરાગનું શાસન એ એવું શાસન છે કે-એ શાસનના સાચા અભ્યાસી એવા જે આત્માઓ, તેઓને એવી સમજપૂર્વકની પ્રતીતિ હોય છે કે-જગતનાં બધાં શાસનોની સામે ઉભા રહેવાની અને ધર્મશાસન તરીકેની પરિપૂર્ણ યોગ્યતા પોતામાં હોવાનો નિશ્ચય. કરાવી આપવાની શક્તિ, એક માત્ર શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં જ છે.' દુનિયામાં શાસન ઘણાં છે અને તેમાં ધર્મશાસન તરીકે પોતાને ઓળખાવનાર શાસનો પણ સંખ્યાબંધ છે. તેમાં, એક શ્રી વીતરાગ પરમાત્માના શાસન સિવાયનાં જે શાસનો છે, તેમાંનાં કેટલાંક વાસ્તવિક રીતિએ ધર્મશાસન ન હોય એવાં છે અને કેટલાંક ધર્મશાસન તરીકે ગણાય એવાં હોવા છતાં પણ આંશિક રીતિએ ધર્મશાસન ગણાય એવાં છે; પણ, અસલમાં તે તે દર્શનોની સઘળી વાતો નિરપેક્ષ હોઇને, એ કુદર્શનો છે; જ્યારે શ્રી વીતરાગ પરમાત્માનું શાસન, એ સર્વદેશીય શાસન છે. શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં, આત્માના સ્વરૂપનું વર્ણન એવી રીતિએ કરવામાં આવ્યું છે, કે જે ક્યાંય બાધિત થતું નથી. આત્મા અનાદિકાળથી કેવો છે, આત્માનો જડ સાથેનો સંબંધ કેવો છે, આત્મા. શાથી બદ્ધ છે અને આત્મા શાથી મુક્ત બની શકે, એ વગેરેનું શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં પરસ્પર વિરૂદ્ધભાવ આવવા પામે નહિ એ પ્રકારે વર્ણન કરાયેલું છે સમ્યગ્દર્શન ગુણ આવ્યો એટલે દુર્ગતિનાં દ્વાર બંધ અને સુખો સ્વાધીન :
જેવા આપણે આત્મા છીએ, તેવા અનન્તાનન્ત આત્માઓ આ વિશ્વમાં અનાદિકાળથી વિધમાન છે અને અનન્તાનન્ત કાળેય અનન્તાનન્ત આત્માઓ આ જગતમાં વિધમાન રહેવાના છે. આપણું અસ્તિત્વ, એટલે કે આત્મા માત્રનું અસ્તિત્વ કદી પણ સર્વથા મીટી જવાનું નથી, પણ આપણને આપણો આત્મા આ રીતિએ ભટકતો ભટકતા જીવે એ પસંદ નથી. આત્મા જીવવાનો તો છે જ, સદા જીવવાનો છે, પણ આત્મા ભટક્યા કરે અને જીવે, એ આપણને ગમતી વાત નહિ ને ? એટલે, આપણે સંસારથી છૂટવાનો અને મોક્ષને પામવાનો પુરુષાર્થ આદર્યો છે, એમ પણ ખરું ને ?
Page 80 of 197