________________
આવા આત્મપરિણામને ભેદવાને માટે ઉઘત બનેલા આત્માએ, એવા પરિણામને પેદા કરવો જોઇએ, કે જે પરિણામથી સીધો ઘા મોહનીય કર્મ ઉપર થાય અને જે પરિણામથી જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મો ઉપર પણ ઓછે-વધતે અંશે ઘા થયા વિના રહે નહિ. હવે ગાઢ એવા રાગ-દ્વેષનો જે પરિણામ, તેનાથો વિપરીત સ્વરૂપનો તીવ્ર એવો પરિણામ કેવો હોય, એની કલ્પના કરો ! કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામમાં ગાઢ રાગનો જે ભાવ રહેલો છે, તેને પણ ભેદે અને કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામમાં ગાઢ દ્વેષનો જે ભાવ રહેલો છે, તેને પણ ભેદે-એવો એ પરિણામ હોવો જોઇએ. એટલે, વસ્તુતઃ કરવાનું છે શું ? પરિણામને ભેદવાનો નથી, પણ પરિણામમાં આવતી ગાઢ રાગની અસરને અને ગાઢ દ્વેષની અસરને ટાળવાની છે; અને, એ અસરને ટાળવાને માટે, રાગના ગાઢપણાને તથા દ્વેષના ગાઢપણાને ટાળી નાખવું જોઇએ; તથા રાગને અને દ્વેષને એવા ઠેકાણે કેન્દ્રિત કરી દેવા જોઇએ, કે જે ઠેકાણે કેન્દ્રિત થવાના યોગે, ક્રમશઃ રાગ અને દ્વેષ પાતળા પણ પડતા જાય અને ખરાબ અસર કરવાને માટે શક્તિહીન પણ બનતા જાય. મોહગર્ભિત રાગ પ્રત્યે અને મોહગર્ભિત દ્વેષ પ્રત્યે ખરેખરી ઇતરાજી પ્રગટ્યા વિના તો, આ બની શકે જ નહિ. ક્ષમાના પરિણામથી ક્રોધના પરિણામનો ભેદ :
આ રીતિએ, વસ્તુતઃ તા, પરિણામને પલટાવી દેવાનું જ કામ કરવાનું છે. જેમ કે-એમ
કહેવાય છે કે- ‘ક્રોધના પરિણામને ક્ષમાના પરિણામથી ભેદવો.’ ‘ક્ષમાના પરિણામથી ક્રોધના પરિમામને ભેદવો.' -એનો અર્થ શો ? પરિણામમાંથી ક્રોધભાવની અસરને ટાળી નાખવી અને પરિણામમાં ક્ષમાભાવની અસરને પેદા કરી દેવો. ક્રોધના પરિણામને ભેદવાને માટે અથવા તો ક્રોધ ઉપર વિજય મેળવવાને માટે ‘ક્રોધ કેવો ભૂંડો છે, કેવો અનિષ્ટકારી છે.' -એ વગેરેનો વિચાર કરવો જોઇએ; અને ‘ક્ષમાભાવ, એ કેવો સુખદાયી છે.' -એ વગેરે ક્ષમા સંબંધી વિચાર કરવો જોઇએ. એવો વિચાર કરતે કરતે, ક્રોધનો ભાવ ટળતો જાય અને ક્ષમાનો ભાવ વધતો જાય. એના પરિણામે, ક્રોધનો ભાવ ટળી જાય અને ક્ષમાના ભાવમાં આત્મા રમતો બની જાય. એને કહેવાય -ક્રોધના પરિણામને ક્ષમાના પરિણામથી ભેધો. ક્રોધ ઉપરના રોષ વિના અને ક્ષમા ઉપરના રાગ વિના, ક્રોધના આત્મપરિણામને ભેદનારા ક્ષમાના આત્મપરિણામને પ્રગટાવી પણ શકાય નહિ અને તીવ્ર પણ બનાવી શકાય નહિ. આવી જ રીતિએ, કર્મગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ હોય છે, તે આત્મપરિણામને પણ, તેનાથી વિપરીત સ્વરૂપના આત્મપરિણામથી ભેદવો જોઇએ. રાગને કારણે જ દ્વેષ પેદા થાય છે ઃ
ધન એટલે ઘટ્ટ અથવા ગાઢ એવો રાગ-દ્વેષનો પરિણામ, એ કર્મગ્રન્થિનું લક્ષણ છે; અને, એથી વિપરીત પ્રકારનો પરિણામ કેવા પ્રકારનો હોય, એની વિચારણા ચાલી રહી છે. એ માટે, સૌથી પહેલાં તો એ નક્કી કરો કે-કર્મગ્રન્થિને ભેદવાની ઇચ્છા જ જેનામાં પ્રગટી નથી, તે જીવને રાગ શાના ઉપર હોય ? અને, તે જીવને દ્વેષ શાના ઉપર હોય ?
એન રાગ સંસાર ઉપર હોય.
21.
અને દ્વેષ ?
સ.
એને દ્વેષ તો જે કોઇ એની આડે આવે એના ઉપર ઉપજે, એવું બને.
Page 67 of 197