________________
ગુણઠાણે રહેલો અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ, ઔપશમિક સમ્યક્ત્વ અગર મતાન્તરે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પામી શકે, પણ એ જીવ સીધો જ ક્ષાયિક સમ્યક્ત્વ પામી શકે જ નહિ. કોઇ કોઇ જીવ વિશેષ માટે એવું પણ બને છે કે-અન્તિમ ભવમાં અને અન્તિમ કાળમાં એ જીવ અનાદિકાલીન મિથ્યાત્વને વમે, ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામે, ક્ષપક શ્રેણિ માંડે, ક્ષાયિક સમ્યક્ત્વ પામે, ચારિત્ર મોહનીયની એકવીસેય પ્રકૃતિઓને પણ ક્ષીણ કરી નાખે, બાકીનાં ત્રણ ઘાતી કર્મોને પણ સર્વથા ક્ષીણ કરી નાખે અને આયુષ્યને અન્તે શેષ ચાર અઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરનારો બનીને મોક્ષને પામી જાય. આ બધુંય અન્તર્મુહૂર્તના કાળ માત્રમાં બની જાય, એવું પણ બને. અહીં મુદ્દો એટલો જ છે કે-ત્રણ પ્રકારનાં જે સમ્યક્ત્વ; ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક; એમાં જે ક્ષાયિક સમ્યક્ત્વ છે, તેને પ્રગટાવવાને માટે ક્ષપક શ્રેણિ અવશ્યમેવ માંડવી પડે છે અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વની ગેરહાજરીમાં જીવ ક્ષપક શ્રેણિ માંડી શકતો જ નથી. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ તો ઘણી વાર આવે અને ઘણી વાર જાય એવું પણ બને છે, પણ એક વાર જે જીવ સમ્યક્ત્વને પામ્યો, તે જીવ ગમે ત્યારે પણ અર્ધ પુદ્ગલપરાવર્ત્તથી અંદર અંદરના કાળમાં જ અને તે પણ ક્ષાયોપશમિક સમ્યક્ત્વની હાજરીમાં જ ક્ષપક શ્રેણિ અવશ્ય માંડવાનો અને ક્ષાયિક સમ્યક્ત્વ આદિને પામીને મોક્ષને પણ પામી જ જવાનો, એ નિ:સંશય બીના છે. અપૂર્વણ પછી અનિવૃત્તિણ :
‘રાગ-દ્વેષ હેય જ છે.’ -એવું લાગવા છતાં પણ જીવે, ધર્મને વિષે રાગને અને પાપને વિષે દ્વેષને યોજવાનો પ્રયત્ન કરવો, એ પહેલું જરૂરી છે.‘રાગ-દ્વેષ હેય જ છે.’ -એવું લાગવા માત્રથી જ, જીવ રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બની શકતો નથી. ધર્મના રાગને અને પાપના દ્વેષને કેળવવા દ્વારાએ, પાપથી મુક્ત । અને ધર્મમય બનીને જ, જીવ, રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બની શકે છે. જીવ, રાગને ધર્મને વિષે યોજવાનો અને દ્વેષને પાપને વિષે યોજવાનો જે પ્રયત્ન કરે, તે રાગ-દ્વેષની જડને ઉખેડી નાખવાને માટે કરે. રાગ-દ્વેષને કાઢવાનો, રાગ-દ્વેષથી સર્વથા છૂટી જવાનો પરિણામ પ્રગટવા માત્રથી, કાંઇ રાગ-દ્વેષ જતા રહે નહિ; પણ એ પરિણામ રાગ-દ્વેષને પાતળા તો એવા પાડી નાખે કે-પછી તથા પ્રકારના કર્મોદયે જીવન ક્યારેક વિષય-કષાયની અનુકૂળતા ઉપર રાગ થઇ જાય અને વિષય-કષાયની પ્રતિકૂળતા ઉપર દ્વેષ પણ થઇ જાય, તોય ‘એ રાગ-દ્વેષ કરવા યોગ્ય નથી જ.' -એવું તો એ જીવને લાગ્યા જ કરે; તેમ જ, રાગ-દ્વેષને મૂળમાંથી ઉખેડી નાખવાના ઉપાયને બતાવનારા શ્રી જિનવચન ઉપર, એનામાં સુન્દર એવો રૂચિભાવ પણ પ્રગટે : કારણ કે-અપૂર્વકરણને પામેલો જીવ, પછી તરત ને તરત જ અનિવૃત્તિ કરણને પામે છે; અને એ અનિવૃત્તિકરણ નામનો પરિણામ, એ એક એવો પરિણામ છે કે-એ પરિણામ દ્વારાએ આત્માનો સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યા વિના રહે જ નહિ. અનિવૃત્તિકરણ નામથી ઓળખાતો એ પરિણામ, એવો હોય છે કે-એ પરિણામ, આત્માના સમ્યક્ત્વ રૂપ પરિણામને પેદા કર્યા વિના રહેતો જ નથી. અનિવૃત્તિણને જ અનિવૃત્તિણ કેમ કહેવાય છે ?
સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવનારો જીવ, યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ઘણે અંશે ખપી જવાના યોગે લઘુ કર્મસ્થિતિવાળો બનતાં, ગ્રન્થિદેશે આવે છે; અને એ પછીથી, પોતાના
Page 73 of 197