________________
હોય, તો પણ તમે ભાગ્યશાળી છો, એમ અમે તો જ્ઞાનિઓના વચનાનુસારે કહીએ છીએ; અને એથી જ, તમારી એ સાચી અને સારી ભાગ્યશાલિતા તમારા ધ્યાન ઉપર આવે-એવું કરવાની અમે મહેનત કરીએ છીએ. અમારી અભિલાષા એ છે કે તમારી જે મોટામાં મોટી ભાગ્યશાલિતા છે, તે તમારા પોતાના ધ્યાનમાં આવે; અને એથી તમે તમને સાંપડેલી એ ભાગ્યશાલિતાને સક્લ બનાવનારા નીવડો ! ક્યસ્થિતિની લઘુતા આદિ રૂપ તમારી ભાગ્યશાલિતા :
તમને જૈન કુળ તમારા પુણ્યના ઉદય યોગે મળી જવા પામ્યું છે. એ જ તમારી મોટામાં મોટી ભાગ્યશાલિતા છે. જેન કુળમાં જન્મ પામવાના યોગે, તમને દેવ તરીકે પૂજવાને માટે શ્રી વીતરાગ પરમાત્માને પૂજવાનો યોગ મળી ગયો છે; ગુરુ, તરીકે સેવવાને માટે પણ તમને નિર્ચન્થ સગુરુઓનો યોગ મળી ગયો છે; અને, તમે જે કાંઇ ધર્માચરણ કરો તે પ્રાયઃ શ્રી જિનશાસને ઉપદેશેલું ધર્માચરણ કરો એવો ધર્મનો યોગ પણ તમને મળી ગયો છે. તમે આટલું પામ્યા છો, એથી એટલું તો સુનિશ્ચિતપણે કહી શકાય તેમ છે કે તમે ગ્રન્થિદેશે તો અવશ્ય આવેલા છો !તમારામાંના અમુક અમુક જીવો ચોથા ગુણસ્થાનકને અગર તો પાંચમા ગુણસ્થાનકને પણ પામેલા હોય, તો એય. બનવાજોગ છે; તમે ચોથા ગુણસ્થાનકને અગર પાંચમા ગુમસ્થાનકને પામેલા નથી જ, એવું કહેવાનો આશય નથી; જે કોઇ ચોથા કે પાંચમા ગુણસ્થાનકને પામેલા હોય, તે વધારે ભાગ્યશાલી છે; પરન્તુ તમારામાંના જે કોઇ ચોથા અગર પાંચમાં ગુણસ્થાનકને પામેલા નથી, તેઓ પણ ગ્રન્થિદેશે તો અવશ્ય આવેલા છે. તમારા બધામાંનો એક પણ જીવ એવો નથી, કે જે જીવને માટે ‘એ જીવ ગ્રન્થિદેશે પણ આવેલો નથી.” -એમ કહી શકાય. ત્યારે, એ પણ ભાગ્યશાલિતા છે. કયી રીતિએ ? એક તો એ કે-તમારામાંના કોઇનું પણ કોઇ પણ ર્ક્સ એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સ્થિતિનું કે એથી અધિક સ્થિતિનું નથી; એટલે, આયુષ્યકર્મ સિવાયનાં સાતે કર્મોની એથી જે અધિક સ્થિતિ, તે તો નિયમા ક્ષીણ થઇ જવા પામેલી છે. બીજી ભાગ્યશાલિતા એ છે કે-જેમ કર્મસ્થિતિ લઘુ થઇ જવા પામેલી છે, તેમ જે નવાં કર્મોનો સંચય થાય છે, તે કર્મો પણ એક કોટાકોટિ સાગરોપમની કે એથી અધિક સ્થિતિનાં હોતાં જ નથી, પણ એથી ઓછી સ્થિતિનાં જ હોય છે. આ ઉપરથી એમ પણ સૂચિત થાય છે કે-તમને બધાને એટલી કષાયમન્દતા પણ થવા પામેલી છે; અને, એ ત્રીજી ભાગ્યશાલિતા છે. પહેલા ગુણસ્થાનકે રહેલા સર્વ જીવોને કષાયો અનન્તાનુબંધીની કોટિના જ હોય, પરન્તુ એમાં પણ તીવ્રતાની અને મન્દતાની તરતમતા તો હોય જ. જો અનન્તાનુબંધી એવા પણ કષાયો મન્દપણાને પામેલા ન હોય, તો નવાં સંચિત થતાં જ્ઞાનાવરણીય આદિ કર્મો લઘુ સ્થિતિવાળાં હોવાનું બને જ શી રીતિએ ? કર્મોનો જે સ્થિતિબંધ અને રસબંધ, તે થવામાં કષાયોનો યોગ પ્રાધાન્ય ભોગવે છે. એટલે, તમે શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રતધર્મની અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ અમુક અંશે જે આચરણા કરી શકો છો, એથી એમ સિધ્ધ થાય છે કે-એક કોટાકોટિ સાગરોપમથી પણ કાંઇક ન્યૂન એવી જેસ્થિતિ, તેથી અધિક સ્થિતિવાળું કોઇ જ કર્મ તમે ઉપાર્જતા નથી; અને એથી, એમેય સિદ્ધ થાય છે કે તમારા કષાયો પણ એટલી મદતાને અવશ્ય પામેલા છે. આ બધો પ્રતાપ તમને જૈન કુળ મળ્યું છે, એનો છે. તમને જો જૈન કુળ ન મળ્યું હોત, તો તમે શ્રી જિનશાસને ઉપદેશેલા ધૃતધર્મની અને ચારિત્રધર્મની દ્રવ્યથી
Page 57 of 197