________________
મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિ જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જેવું, અભારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ એ વિક્ષેપ મટવાનું સાધન છે.”
આમ માંહેનો મળ ધોવાતાં, જેમ જેમ આત્મા નિર્મલ બને, તેમ તેમ તેનામાં સન્માર્ગ પામવાની પાત્રતા આવતી જાય છે, અને તે પાત્રતારૂપ લોહચુંબકથી આકર્ષાઇને પુરુષનો જોગ તેને બને છે. યોગાવંચક
આમ અવંચકત્રયીનું સામાન્ય સ્વરૂપ અને તેના નિમિત્ત કારણનો ઉલ્લેખ કરી, તે પ્રત્યેક અવંચકની સ્પષ્ટ વ્યાખ્યાનો વિચાર કરીએ. આ અવંચકનું સ્વરૂપ લક્ષણ પ્રદર્શિત કરતાં શ્રી હરિભદ્રાચાર્યજી કહે છે કે -
“सदिभ: कल्याणसंपर्दर्शनादपि पावनैः ।
तथादर्शनतो योग आद्यावच्चक उच्चते ।।" અર્થાત - દર્શનથી પણ પાવન એવા કલ્યાણસંપન્ન પુરુષો સાથે તથાપ્રકારે દર્શન થકી જે યોગ થવો, તે આધ અવંચક-ચોગાવંચક કહેવાય છે.
- આ વ્યાખ્યાનની મીમાંસા કરીએ – તથા દર્શન
સંતો સાથે તથાદર્શનથકી જે યોગ થવો-સંબંધ થવો, તેનું નામ યોગાવંચક છે, સપુરુષનો તથારૂપે ઓળખાણપૂર્વક યોગ થવો તે યોગાવંચક છે. સત્પુરુષનું જે પ્રકારે “સ્વરૂપ' છે, તે પ્રકારે તેના સ્વરૂપદર્શનથકી-સ્વરૂપની ઓળખાણ થકી, સંપુરુષસાથે જે યોગ થવો-આત્મસંબંધ થવો, તેનું નામ યોગાવંચક છે. પુરુષ સાથે બાહ્ય સમાગમમાં આવવા માત્રથી-ઉપલક ઓળખાણ માત્રથી આ યોગ થતો નથી, પણ તેનું પુરુષ સ્વરૂપે દર્શન-ઓળખાણ થવાથકી જ આ યોગ સાંપડે છે. એટલે પુરુષના જોગમાં તથા સ્વરૂપે દર્શન ઓળખાણ એ જ મોટામાં મોટી અગત્યની વસ્તુ છે. આ આત્યંતર સ્વરૂપદર્શન થાય, તો જ સપુરુષનો ખરેખરો યોગ થાય છે અને આવો યોગ થાય તે જ અવંચક યોગ છે.
ચાણસંપન્ન પુરુષ
આ સપુરુષ કેવા હોય છે ? તો કે કલ્યાણસંપન્ન અર્થાત્ વિશિષ્ટ પુણ્યવંત હોય છે. પરમ યોગચિંતામણિ-રત્નની સાક્ષાત પ્રાપ્તિને લીધે તે પરમ પુણ્યશાળી છે, કલ્યાણને પામેલા છે. આવા સપુરુષ દર્શનથી પણ પાવન હોય, અવલોકનથી પણ પવિત્ર હોય છે. એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઇ જાય છે, એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. તેઓશ્રીના પવિત્ર આત્મચારિત્રનો જ કોઇ એવા અદભુત મૂક પ્રભાવ પડે છે કે બીજા જીવોને દેખતાં વેંત જ તેની અજબ જાદૂઇ અસર થાય છે. આવા કલ્યાણસંપન્ન દર્શનથી પણ પાવન, નિર્દોષ, નિર્વિકાર, વીતરાગ એવા જ્ઞાની
Page 38 of 197