________________
ગ્રંથથી-પરિગ્રહથી રહિત એવા સાચા નિગ્રંથ-ભાવશ્રમણ હોવા જોઇએ; પરભાવ પ્રત્યે મૌન એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની મુનિ હોવા જોઇએ; સહજ આત્મસ્વરૂપ પદનો સાક્ષાત્ યોગ થયો છે એવા યથાર્થ ભાવયોગી હોવા જોઇએ; સ્વરૂપવિશ્રાંત એવા શાંતમૂર્તિ “સંત” હોવા જોઇએ; ટૂંકમાં તેમના “સ” નામ પ્રમાણે “સત” -સાચા હોવા જોઇએ, આત્માના પ્રત્યક્ષ પ્રગટ સત સ્વરૂપથી યુક્ત એવા “સ” હોવા જોઇએ. ભાવસાધુ-ભાવયોગી :
પણ આવા “સ” સ્વરૂપ યુક્ત સાચા સંત-સપુરુષ ન મળ્યા હોય, અને અસત-અસંત-અસાધુ કે સાધુને સમ માની લીધા હોય તો આ યોગ બનતો નથી, યોગ અયોગરૂપ થાય છે, માટે જેની સાથે યોગ થવાનો છે, તે સ–સપુરુષ-સાચા ભાવસાધુ હોવા જોઇએ. બાકી જગતમાં કહેવાતા સાધુઓનો, બાહ્યવેષધારી સાધુ-સંન્યાસી-બાવાઓનો, જટાજૂટ વધારનારા નામધારી જોગીઓનો, અનેક પ્રકારના વેષવિડંબક દ્રવ્યલિંગીઓનો કાંઇ તોટો નથી. પણ તેવા સાધુ ગુણવિહીન ખોટા રૂપીઆ જેવા દ્રવ્યલિંગીઓથી કાંઇ “શુકરવાર વળતો નથી,' આત્માનું કાંઇ કલ્યાણ થતું નથી.
આ જીવોને યમ એટલે પાંચ મહાવ્રતની પ્રવૃત્તિ ગમે છે. અત્યાર સુધી પાંચ અવ્રતો ગમતા હતા તેની પ્રવૃત્તિ ગમતી હતી તે હવે એના બદલે અવ્રત પ્રત્યે નત ભાવ પેદા થાય છે અને આ અવ્રતની પ્રવૃત્તિ ક્યારે છૂટે અને વ્રતવાળું જીવન જીવતો થાઉં એવી ભાવના ચાલુ થાય છે. એ પાંચ મહાવતનું જીવન પાળનારા સાધુ ભગવંતોને જોઇને અંતરમાં આનંદ થાય છે અને એ આનંદ થતાંની સાથે પોતાનું અવ્રતવાળું જીવન ધિક્કારને પાત્ર લાગે છે. ધન્ય છે આ જીવોને કે ભગવાનની આજ્ઞા મુજબનું એમનું જીવન સુદંર રીતે પાળે છે. હું કરી શકતો નથી. ક્યારે હું એવું જીવન જીવતો થાઉં એ ભાવ રહ્યા જ કરે છે તે યમ ગમે છે એમ કહેવાય છે. પાંચ યમ ગમતા હોવાથી હવે પોતાનું જીવન જીવવામાં રસ ઓછો થતો જાય છે. આ રીતે યમના ગમાની સ્થિરતા વધતી જાય તેમ આત્માની અને મનની નિર્મળતા વધતી જાય છે. એ મનની નિર્મળતાના કારણે કષાયોની મંદતા થતી જાય છે. કારણકે જેમ જેમ કષાયોની મંદતા થતી જાય તેમ તેમ નિર્મળતા અને વિશુદ્ધિ આત્માની પેદા થતી જાય છે. કષાયની મંદતાના કારણે લોભની પણ સાથે સાથે મંદતા થતી જાય છે. એ લોભની મંદતાના પ્રતાપે સંતોષ વૃત્તિ પેદા થતી જાય છે. જેમ જેમ આત્મામાં સંતોષ વૃત્તિ પેદા થતી જાય-એની સ્થિરતા આવતી જાય તેમ તેમ ઇચ્છાઓનો સંયમ એટલે આહાર સંજ્ઞા-ભય સંજ્ઞા-મેથુન સંજ્ઞા-પરિગ્રહ સંજ્ઞાનો સંયમ થતો જાય છે એટલે સંતોષના કારણે ઇચ્છાઓનો પણ સંયમ થાય છે તેના કારણે જે મલે-જે હોય તેમાં ચલાવતા આવડે. તેમાં જે કાંઇ સહન કરવું પડે તે સહન કરવાની ટેવ પડતી જાય છે તે તપ કહેવાય છે. આથી એ ઇચ્છાઓનાં રૂંધનથી એટલે સંયમથી બાહ્ય તથા અત્યંતર તપમાં પ્રવૃત્તિ થાય છે એટલે પોતાની શક્તિ મુજબ તપમાં પ્રવૃત્ત થતો. જાય છે અને ઇચ્છાઓનો સંયમ પેદા કરતો જાય છે. આ તપની પ્રવૃત્તિથી સ્વાધ્યાયનું લક્ષ પેદા થતું જાય છે કારણ કે ખાવા પીવા આદિનો ટાઇમ બચી જવાથી એ ટાઇમે સ્વાધ્યાય કરવાની એટલે જેના શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાની ઇચ્છા વધે છે જેનાથી પોતાના આત્માના કલ્યાણ માર્ગે આગળ વધવાનું થયું એ કલ્યાણ માર્ગમાં સ્થિરતા આવી એના પ્રતાપે એ જ્ઞાનનો અભ્યાસ કરે તો કલ્યાણના માર્ગમાં
Page 40 of 197