________________
કે શાસ્ત્રના પદાર્થોના રહસ્યને સમજી શકતા નથી માટે જ આ જીવો ભગવાનના વચનોને પ્રમાણભૂત માનીને જીવે છે. શુશ્રુષા ગુણની પ્રાપ્તિ થાય છે. આસન યોગ અંગની પ્રાપ્તિ થાય છે. એટલે આસનની ચંચલતા દૂર થાય છે. સ્થિરતાપૂર્વકની આસનની પ્રવૃત્તિ થાય છે. ઇચ્છાઓ પજવતી નથી. ચમત્કારોને જોઇને લલચાતો નથી. અંતરાયો નાશ પામે છે. અનાચારની પ્રવૃત્તિનો ત્યાગી થાય છે તથા પૌદ્ગલિક એટલે અનુકૂળ પદાર્થોના સુખની આસક્તિ ઘટતી જાય છે. આ સ્થિતિમાં ચરમ યથાપ્રવૃત્તકરણમાં પહોંચેલો જીવ ગ્રંથીભેદ માટે કયા પરિણામોને પામે છે એ જણાવાય છે. ધર્મ સાધવામાં જ નિરંતર ઉધમ કરવાના મનવાળો હોય. પદાર્થનો સૂક્ષ્મ બોધ પેદા થયેલો નથી છતાં પણ તત્વ સાંભળવાની અને સાંભળીને સમજવાની ઉત્કંઠા ખુબ જ થયા કરે અને જ્યાં એ તત્વો સાંભળવા કે સમજવા મલે ત્યાંથી ઉઠવાનું મન ન થાય. એમાં જેટલો ટાઇમ પસાર થાય તે સમય લેખે લાગે છે એવી દ્રઢ માન્યતા હોય છે. આથી શ્રી જિનેશ્વર પરમાત્માએ કહેલો ધર્મ પોતાના પ્રાણથી પણ અધિક લાગે છે અને માને છે અને તે મુજબ આચરણ કરવા પ્રયત્ન કરતો જાય છે એના પ્રતાપે એવો દ્રઢ વિશ્વાસ થાય છે કે ધર્મમાં સંકટ આવી પડે અને પ્રાણ આપવા પડે તો પ્રાણ આપવાની તૈયારીવાળો થઇ જાય છે. સંસારના કોઇપણ પદાર્થ માટે પ્રાણ આપવાનો વખત આવે તો તે પદાર્થોને જતા કરશે પણ પ્રાણ આપશે નહિ. જ્યારે અંતરમાં રહેલા ધર્મના પ્રતાપે ધર્મ માટે પ્રાણની તૈયારી બતાવશે પણ ધર્મનો ત્યાગ કરશે નહિ. આ દ્રઢ વિશ્વાસના પ્રતાપે સંસારની જેટલી સાવધ પ્રવૃત્તિ (પાપ વ્યાપારની પ્રવૃત્તિઓ) એ તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી ભાસે છે કે જેમ કોઇ સ્થાનેથી પોતાના ઘરના કે આફીસના સ્થાનમાં જવું હોય અને રસ્તામાં તપાવેલું લાલચોળ લોઢું પાથરેલું હોય તેના ઉપર થઇને ચાલીને જવું પડે એવું હોય બીજો કોઇ જવાનો રસ્તો જ ન હોય તો એ કેવી રીતે જાય ? એની કાળજી કેટલી રાખે ? પોતાની શક્તિ મુજબ જેટલી લાંબી ફ્લાંગ ભરાય એવી હોય અને ઓછા પગલા મુકવા પડે એવી રીતની પુરી કાળજી રાખીને જાયને ? અને એ પણ પગે જરાય દઝાય નહિ એની પણ સતત કાળજી કેટલી હોય ? એમ અહીં ધર્મજ અંતરમાં પ્રધાનપણે સ્થિર થયેલો હોય છે એના સિવાય તારનાર જગતમાં કોઇ જ નથી એવો પુરો વિશ્વાસ થયેલો હોય છે. તથા ધર્મ માટે પ્રાણ આપવા સુધીની અંતરથી તૈયારી હોય એવા જીવોને સંસારના વ્યાપારની સાવધ પ્રવૃત્તિ કરવી જ પડે એમ હોય તો તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી માનીને એ પ્રવૃત્તિ કરતો હોય છે. એનો અર્થ એ થાય છે કે એના અંતરમાં એ સુખની પ્રવૃત્તિ પ્રત્યે અત્યંત ગુસ્સો પેદા થયેલો હોય છે કે જે અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ રૂપ હોવા છતાં પ્રશસ્ત રૂપે કહેવાય છે એના કારણે એ પ્રવૃત્તિથી બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ અલ્પ બંધાય છે અને બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બંધાય છે અને તે પણ પુણ્યના અનુબંધ રૂપે પુણ્યનો બંધ કરતો જાય છે અને તેજ વખતે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અધિક કર્મોની નિર્જરા કરતો જાય છે. આ સ્થિતિના કારણે આ જીવોને જ્ઞાનનો બોધપેદા થાય છે તે દીપકની પ્રભા જેવો થાય છે. ઉત્થાન દોષનો અભાવ થાય છે. આરંભેલ પ્રવૃત્તિમાં ઉત્થાન થતું નથી એટલે ઉલ્લાસપૂર્વક આરંભ થાય અને એની ક્રિયાપણ ઉલ્લાસપૂર્વક થાય. વચમાં બીજા વિચારોથો ઉલ્લાસની મંદતા થતી નથી. શ્રવણ ગુણનો આર્વિભાવ થાય છે એટલે કે શ્રવણગુણ પ્રગટ થતો જાય છે. સંસાર ખારા પાણી જેવો લાગે-તત્વ-શ્રવણ મીઠા પાણી સમાન લાગે-તત્વજ્ઞાન સાંભળવાથી મોક્ષબીજનું રોપણ થાય છે. પ્રાણાયામ અંગની પ્રાપ્તિ થાય છે. ગ્રંથીભેદ નહિ થવાથી સૂક્ષ્મ બોધનો અભાવ છે. પ્રાણાયામથી પ્રાણ
Page 42 of 197