________________
સ્થિરતા વધતી જાય માટે જેટલા બને એટલો ટાઇમ કાઢીને સ્વાધ્યાય કરતો જાય છે. જેમ જેમ જીવનમાં સ્વાધ્યાય વધતો જાય-સ્વાધ્યાયમાં રસ પડતો જાય તેમ તેમ ઇશ્વરનું ધ્યાન-પરમાત્માનું ધ્યાન કરવાનું એટલે કે એ પરમાત્માના નામોનું ધ્યાન-એ પરમાત્માના ગુણોનું ધ્યાન કરવાની રૂચિ પેદા થતી જાય છે. આથી એ ગુણોનું ધ્યાન કરવામાં એકાગ્રચિત્ત થતું જાય છે એ ગુણો કેવી રીતે પેદા કર્યા એ પેદા કરવામાં કેટલો પુરૂષાર્થ કર્યો તેમાં કેટલું સહન કરવું પડ્યું ઇત્યાદિ વિચારણાઓની એકાગ્રતા કરતો જાય તે ઇશ્વર ધ્યાન કહેવાય છે.
આ ગુણોનાં પ્રતાપે એનો સ્વભાવ કેવો થાય છે. પરિણામની શુદ્ધિ કેવી થાય છે અને જીવન પણ કેવું બને છે કેવી રીતે જીવન જીવે છે એ બતાવે છે. આવા જીવોને ધર્મક્રિયા કરવામાં ઉગ ના થાય પણ આનંદ પેદા થતો જાય. ગુણપ્રાપ્ત કરવાની જિજ્ઞાસા યોગ સંબંધી કથા-વાર્તા સાંભળવામાં પ્રેમ હોય. અનુચિત કાર્ય કરવાપણામાં તિરસ્કાર હોય. નમ્રતા વધતી જાય એટલ અભિમાનીપણાનો નાશ થાય એટલે સમજાવવાથી સુવર્ણની જેમ વાળ્યો વળે એવો થાય છે એટલે હઠ પકડી ન રાખે.
પોતાના કરતાં અધિક ગુણી જીવો દેખાય એનો વિનય કરવામાં તત્પર હોય. પોતામાં જે કાંઇ ગુણ હોય તેને અલ્પરૂપે માનતો હોય હું કાંઇ નથી હજી તો મારે કેટલાય ગુણો પેદા કરવાના છે. આટલા ગુણોમાં જો આનંદ માનતો થઇ જાઉં તો આગળ વધી શકાશે નહિ માટે મારામાં તો કાંઇ નથી એવી વિચારણા કરીને જીવતો હોય છે. સંસારના દુ:ખો જોઇને ત્રાસ પામવા પણું હોય એટલે ગભરાટ વિશેષ રીતે પેદા થતો જાય. સંસારને દુઃખની ખાણ સમાન માનતો હોય અટલે સંસારની. સાવધ પ્રવૃત્તિ દુ:ખરૂપે જ માનતો હોય છે. શાસ્ત્રો ઘણાં છે અને બુદ્ધિ ઓછી છે તેથી શિષ્ટ પુરૂષ જે કહી ગયા છે એ મારે પ્રમાણભૂત છે એમાં કોઇ શંકા રાખવા જેવું નથી એજ સાચું છે. જિનેશ્વર પરમાત્માઓએ જે કહ્યું એજ સાચું છે એવી માન્યતાનું બીજ ચાલુ થાય છે એટલે કદાચ શાસ્ત્રો સાંભળતા કે શાસ્ત્રો વાંચતા મને સમજણ ન પડે મારી બુદ્ધિમાં એ વાત ન બેસે તો તેમાં શંકા પેદા થવા દે નહિ પણ વિચારે કે મારી બુદ્ધિ કેટલી ? એ કદાચ ન પણ સમજાય-ન બેસે એટલા માત્રથી બરાબર નથી એમ ન વિચારાય-ન બોલાય-એ કહ્યું છે એ સાચું જ છે એવા ભાવ અંતરમાં ચાલતા. હોય.
કોઇપણ જાતના ખોટાપણા રૂપે ડફાણ કરવાપણું ન હોય. આવા અનેક પ્રકારના ગુણો સ્વાભાવિક રીતે પેદા થાય છે. આ ગુણોના પ્રતાપે તત્વોને સાંભળવાની તીવ્ર ઇચ્છા થયા કરે છે અને
જ્યાં જ્યાં જે જે તત્વોની વાતો સાંભળવા મળતી હોય ત્યાં સંસારની પ્રવૃત્તિને ગૌણ કરીને દોડતો. જાય છે.
હિતકારી ક્રિયા સાધવામાં નિરંતર અધિક પ્રવૃત્તિ વાળો હોય છે એટલે હવે જીવનમાં બને ત્યાંસુધી હિતકારી પ્રવૃત્તિ વિશેષ કેમ થાય તેમાં ટાઇમ અધિક કેમ જાય એનું લક્ષ્ય રાખીને પ્રવૃત્તિ કરતો હોય છે. અને જે જે અહિતકારી પ્રવૃત્તિઓ હોય તે શક્તિ હોય તો છોડતો જાય છે અને છૂટે એવી ન હોય તો એ અહિતકારી પ્રવૃત્તિઓમાં સમય ઓછો કરતો જાય છે. ઇન્દ્રિયો શાંત થતી જાય છે. ધર્મક્રિયા કરતી વખતે અપૂર્વ સમભાવ વધતો જાય છે અને નમ્રતા આદિ ગુણો વધતા જાય છે. ગુણાનુરાગ પ્રગટે છે. આથી ગુણવંતોને જોઇને એમના પ્રત્યે આદર ભાવ પેદા થતો જાય છે. હૃદયમાં સભાવનાનાં વિચારો પ્રગટ થતાં જાય છે અને સ્થિર થતાં જાય છે. આ સ્થિતિમાં રહેલા જીવને જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ ભાવ પેદા ન થવાથી વિશેષ બુધ્ધિ પેદા થતી નથી. એટલે
Page 41 of 197.